Ahmedabad Plane Crash : વડોદરાના પરિવારજનો માતા-પુત્રી અંગે જાણવા અમદાવાદ આવી પહોચ્યા
- અમદાવાદ પ્લેન ક્રેશમાં વડોદરાની મહિલાની કોઈ ભાળ નહીં
- માંજલપુરના કલ્પના પ્રજાપતિ દીકરાને મળવા જતા હતા લંડન
- પતિ અને પુત્ર કલ્પનાબેનને અમદાવાદ એરપોર્ટ મુકીને ગયા
વડોદરાના ખત્રી પોલ વિસ્તારનાં માતા-પુત્રી તેમના પરિવારજનોને મળવા માટે આવ્યા હતા. આજે સદીકા તપેલીવાલા (ઉ.વર્ષ.26) ફાતેમા શેઠવાલા (ઉ.વર્ષ. 2.5) બંને માતા-પુત્રી તા. 16 ના રોજ આવ્યા હતા. અને આજે તેઓ લંડન જવા માટે નીકળ્યા હતા. પરિવારજનો અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ દુર્ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું હતું કે, હજુ કંઈ ખબર પડી નથી. ક્યાં સારવાર આપવામાં આવી રહી છે. તેટલા સબંધી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.
વડોદરાનું દંપતી પણ ફ્લાઈટમાં હતું
વડોદરાના વાસણા રોડશી શિવશક્તિ સોસાયટીમાં રહેતા દંપતી પણ ફ્લાઈટમાં સવાર હતા. વલ્લભ નાગજી અને તેમના પત્નિ વિનાબેન ફ્લાઈટમાં લંડન જતા હતા. વલ્લભ નાગજી અને તેમના પત્નિ વિનાબેન ફ્લાઈટમાં સીટ નં. 16 અને 17 પર સવાર હતા. લંડનની ફ્લાઈટ પકડવા અમદાવાદ જવા નીકળ્યા હતા. પરિવાર તાત્કાલીક અમદાવાદ જવા રવાના થયું હતું.
મહિલા દીકરાને મળવા લંડન જતા હતા
અમદાવાદના પ્લેન ક્રેશમાં વડોદરાની મહિલાની કોઈ ભાળ મળવા પામી નથી. માંજલપુરના કલ્પના પ્રજાપતિ દીકરાને મળવા માટે લંડન જતા હતા. પહેલીવાર વિઝા મળ્યા બાદ લંડનનો પ્રવાસ કરી રહ્યા હતા. પતિ અને પુત્ર કલ્પનાબેનને અમદાવાદ એરપોર્ટ મુકીને ગયા હતા. પિતા-પુત્ર નડિયાદ પાસે પહોંચ્યા અને પ્લેન ક્રેશના સમાચાર મળ્યા હતા. નડિયાદથી જ અમદાવાદ પરત ફર્યા અને શોધખોળ શરૂ કરી છે. પરિવારને હજુ પણ કલ્પના પ્રજાપતિનો કોઈ પત્તો મળવા પામ્યો નથી.
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા જ સલમાન ખાને રદ કરી પોતાની ઇવેન્ટ
પરિવારજનો ચિંતામાં ગરકાવ
આ બાબતે કલ્પનાબેનના પરિવારજનો હરેશ સિધેએ જણાવ્યું હતું કે, સવારે આઠ વાગ્યે મળ્યા હતા. જે બાદ કલ્પના, તેમના પતિ તેમજ તેમનો દીકરો ત્રણેય જણા અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા. જે બાદ મે તેમને ફોન કરતા તેમણે થોડીવાર પછી ફોન કર્યો હતો. બોડીંગ પાસ લઈ લીધા બાદ તેમનો ફોન આવ્યો હતો. થોડી વાતચીત કરી હતી. પછી કલ્પનાબેન દ્વારા પ્લેનમાં બેસ્યાના ફોટા પણ આવ્યા હતા. અને થોડાક સમયમાં દુર્ઘટનાના સમાચાર આવતા મે આ બાબતે તેમના પતિને ફોન કરીને જાણ કરતા તેઓ પરત તાત્કાલીક અમદાવાદ જવા નીકળ્યા હતા.
આ પણ વાંચોઃ plane crash: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે આરોગ્ય સચિવનું નિવેદન, મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલની વ્યવસ્થા કરાઈ