ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદના Narol માં સાસુએ જમાઈની ઈંટ મારીને કરી હત્યા, પુત્રીએ જ માતા સામે નોંધાવી ફરિયાદ

અમદાવાદાના Narol માં હત્યાની એક ચોંકાવનારી ઘટના બની છે, વાત જાણે એમ છે કે, અમદાવાદના નારોલમાં પતિ-પત્નીના ઝગડામાં અંતે પતિનું અકાળે મોત થઈ ગયું છે. રિસાયેલી પત્નીને સાસરામાં લેવા ગયેલા પતિની પત્નીના માતા એટલે કે તેમના સાસુ સાથે માથાકૂટ થઈ ગઈ હતી. આ માથાકૂટ એટલી હદ્દે વધી ગઈ કે અંતે ન બનવાનું બની ગયું હતું..
05:58 PM Oct 18, 2025 IST | Mujahid Tunvar
અમદાવાદાના Narol માં હત્યાની એક ચોંકાવનારી ઘટના બની છે, વાત જાણે એમ છે કે, અમદાવાદના નારોલમાં પતિ-પત્નીના ઝગડામાં અંતે પતિનું અકાળે મોત થઈ ગયું છે. રિસાયેલી પત્નીને સાસરામાં લેવા ગયેલા પતિની પત્નીના માતા એટલે કે તેમના સાસુ સાથે માથાકૂટ થઈ ગઈ હતી. આ માથાકૂટ એટલી હદ્દે વધી ગઈ કે અંતે ન બનવાનું બની ગયું હતું..

અમદાવાદ : અમદાવાદના નારોલ ( Narol ) વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઘરેલુ કંકાસના કારણે સાસુએ પોતાના જમાઈની ઈંટ મારી હત્યા કરી હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. નારોલ પોલીસે આ મામલે જમાઈની પત્નીની ફરિયાદના આધારે સાસુની ધરપકડ કરી છે અને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો અનુસાર, મૃતક જમાઈ અને તેની પત્ની વચ્ચે ઘરેલુ ઝઘડાઓ ચાલતા હતા. આ કારણે પત્ની કંટાળીને પોતાના પિયર નારોલમાં આવી ગઈ હતી. જમાઈ પોતાની પત્નીને પરત લઈ જવા માટે તેના સાસરે આવ્યો હતો. આ દરમિયાન જમાઈ અને સાસુ વચ્ચે તીખી બોલાચાલી થઈ, જે માથાકૂટ જપાજપી સુધી પહોંચી ગઈ હતી. ઝઘડો એટલો વધ્યો કે જમાઈએ સાસુ પર અસ્ત્ર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આત્મરક્ષણમાં સાસુએ જમાઈના માથામાં ઈંટ મારી જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જમાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો-Bhavnagar : નાર્કોટિક્સ પદાર્થોનાં વેચાણ સામે પોલીસની લાલ આંખ, લીધો આ કડક નિર્ણય!

ઘટના બાદ મૃતકની પત્નીએ પોતાની માતા વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. નારોલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સાસુની ધરપકડ કરી અને IPCની કલમ 302 (હત્યા) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે, આ કેસમાં આગળની તપાસ ચાલુ છે અને ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટનાએ નારોલ વિસ્તારમાં ચકચાર મચાવી છે. ઘરેલુ હિંસા અને કૌટુંબિક વિવાદોના કારણે આવી દુઃખદ ઘટનાઓ વધી રહી હોવાની ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી છે. પોલીસે લોકોને સંયમ રાખવા અને કોઈપણ વિવાદને હિંસક રૂપ ન આપવા અપીલ કરી છે.

આ પણ વાંચો- Jayesh Radadiya મંત્રી ન બનતા Dilip Sanghani થયા દુઃખી, નવા-જુનીનાં એંધાણ

Tags :
#BrickAttack#MotherinlawsoninlawAhmedabadDomesticViolenceFamilyDisputeGujaratCrimemurdercaseNarolnarolpolicePoliceInvestigation
Next Article