Motorola એ સૌથી સસ્તો ફોન કર્યો લોન્ચ,જાણો કિંમત અને ફીચર્સ
- Motorola Edge 50 Neo 5G ભારતમાં થયો લોન્ચ
- 50MP કેમેરા, 8GB રેમ, વાયરલેસ ચાર્જિંગની સુવિધા
- Motorola Edge 50 Neoમાં 4310mAh બેટરી
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MP કેમેરા છે.
Motorola Edge 50 Neo 5G સ્માર્ટફોન (5G smartphone)ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. મોટોરોલા(Motorola)નો આ સ્માર્ટફોન IP68 રેટિંગ, વાયરલેસ ચાર્જિંગ જેવા મજબૂત ફીચર્સ સાથે આવે છે. કંપની ભારતમાં આ સીરીઝમાં એજ 50 અને એજ 50 અલ્ટ્રાને લોન્ચ કરી ચૂકી છે. મોટોરોલા છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય બજારમાં ઘણા મિડ અને બજેટ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. આવો, ચાલો જાણીએ Motorolaના આ નવા મિડ-બજેટ ફોન વિશે...
Motorola Edge 50 Neo 5G ની કિંમત
આ મોટોરોલા સ્માર્ટફોન માત્ર એક સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે - 8GB RAM + 256GB.આ ફોનની કિંમત 23,999 રૂપિયા છે. તે ચાર રંગ વિકલ્પોમાં ખરીદી શકાય છે - નોટિકલ બ્લુ, પોઇન્સિયાના, લાટ્ટે અને ગ્રિસેલ. આ સ્માર્ટફોનનું પ્રથમ વેચાણ 24મી સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે કંપનીની સત્તાવાર વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર આયોજિત કરવામાં આવશે. કંપની ફોનની ખરીદી પર 1,000 રૂપિયાનું ફ્લેટ બેંક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
#MotorolaEdge50Neo is built tough with MIL-810H certification, performing even in freezing temperatures. Stay connected & capture every adventure.🏔️
Launched with 8+256GB at ₹22,999*/-, sale starts 24 Sep @Flipkart, https://t.co/YA8qpSXba4 & leading stores.#ReadyForAnything
— Motorola India (@motorolaindia) September 17, 2024
આ પણ વાંચો -JIO ની સેવાઓ અચાનક થઇ ઠપ્પ, સોશિયલ મીડિયામાં JioDown ટ્રેન્ડિંગમાં
Motorola Edge 50 Neo 5G ના ફીચર્સ વિશે
- મોટોરોલાનો આ સ્માર્ટફોન 1.5K પોલેડ LTPO ડિસ્પ્લે સાથે આવે છે.
- ફોનનું ડિસ્પ્લે 3000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ અને HDR10+ સપોર્ટ સાથે આવે છે.
- Edge 50 Neoમાં MediaTek Dimensity 7300 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
- ફોન 8GB LPDDR4X રેમ અને 256GB UFS 2.2 સ્ટોરેજને સપોર્ટ કરે છે, જેને વધારી શકાય છે.
- આ ફોન એન્ડ્રોઇડ 14 પર આધારિત કસ્ટમાઇઝ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
- સુરક્ષા માટે, તેમાં ઓન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક જેવી સુવિધાઓ છે.
- Motorola Edge 50 Neoમાં 4310mAh બેટરી છે, જેની સાથે તે 65W ફાસ્ટ વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે.
- આ ફોન IP68 રેટેડ છે, એટલે કે ફોનને પાણીમાં ડુબાડવામાં આવે તો પણ તેને નુકસાન થશે નહીં.
- Motorola Edge 50 Neoના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. તેમાં 50MPનો મુખ્ય OIS કેમેરા છે.
- આ સિવાય ફોનના પાછળના ભાગમાં 13MP અલ્ટ્રા વાઇડ અને 10MP ટેલિફોટો કેમેરા ઉપલબ્ધ હશે.
- આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MP કેમેરા છે
આ પણ વાંચો -Redmi: ઓછી કિંમતમાં લોન્ચ થયું રેડમીનું નવું સ્માર્ટ ટીવી, જાણો તમામ ફીચર્સ
ડાયમેન્શનની વાત કરીએ તો આ ફોનની લંબાઈ 154.1 mm, પહોળાઈ 71.2 mm, જાડાઈ 8.1 mm અને વજન 171 ગ્રામ છે. આ ફોન IP68 રેટિંગ સાથે આવે છે, જે ધૂળ અને પાણીથી રક્ષણની ખાતરી આપે છે. આ ફોન MIL-STD 810H પ્રમાણપત્ર સાથે આવે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં ડ્યુઅલ સિમ, 5G SA/NSA, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.3, GPS અને USB ટાઇપ સી પોર્ટનો સમાવેશ થાય છે.