Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MP Election : ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જાણો ઉમા ભારતીનું નામ શા માટે નથી...

ભાજપ પાર્ટીએ મધ્યપ્રદેશની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં 40 નામ સામેલ છે. પરંતુ, પૂર્વ સાંસદ CM અને પાર્ટીના વરિષ્ઠ નેતા ઉમા ભારતીનું નામ આ યાદીમાં નથી. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, યુપીના CM...
mp election   ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી  જાણો ઉમા ભારતીનું નામ શા માટે નથી
Advertisement

ભાજપ પાર્ટીએ મધ્યપ્રદેશની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં 40 નામ સામેલ છે. પરંતુ, પૂર્વ સાંસદ CM અને પાર્ટીના વરિષ્ઠ નેતા ઉમા ભારતીનું નામ આ યાદીમાં નથી. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, યુપીના CM યોગી આદિત્યનાથ, આસામના CM હિમંતા બિસ્વા સરમા, CM શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે.

ઉમાએ ભાજપના અધૂરા કામો ગણ્યા હતા

તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા ઉમા ભારતીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ આગામી કેટલાક દિવસો સુધી હિમાલય વિસ્તારમાં રહેશે. આ સાથે ઉમા ભારતીએ ભાજપ સરકારના અધૂરા કામો પણ ગણાવ્યા હતા. ટ્વીટ કરીને ઉમા ભારતીએ ભાજપ સરકારના અધૂરા કામોની યાદી પણ આપી છે, પાર્ટીને અરીસો પણ બતાવ્યો છે અને કહ્યું છે કે ભાજપ સરકારમાં ગાય સંવર્ધન અને ગૌરક્ષાનું કામ સંતોષકારક સ્થિતિમાં નથી પહોંચી શક્યું. તેમણે ભોજશાળાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કેન્દ્ર રાજ્યમાં અમારી સરકાર હોવા છતાં સરસ્વતી માતા અહીંના મંદિરમાં નિવાસ કરી શકતા નથી.

Advertisement

स्टार प्रचारकों की लिस्ट.

Advertisement

ઉમા ભારતીએ પાર્ટીનો દુકાળ ખતમ કર્યો હતો

તમને જણાવી દઈએ કે 2003 ની ચૂંટણીમાં ઉમા ભારતી CM પદ માટે BJP નો ચહેરો હતા. આ ચૂંટણીઓમાં, તેમણે 10 વર્ષના લાંબા દિગ્વિજય શાસન (કોંગ્રેસ સરકાર)નો અંત લાવ્યો અને રાજ્યમાં ભાજપની સરકાર બનાવી, પરંતુ સ્ટાર પ્રચારકોની યાદીમાં ઉમા ભારતીનું નામ ન હોવાને કારણે કોઈને પણ આશ્ચર્ય થાય છે. હવે વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

રાજ્યમાં 17 નવેમ્બરે મતદાન છે

તમને જણાવી દઈએ કે 17 નવેમ્બરે MP માં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે. આગામી પાંચ વર્ષ રાજ્યમાં કોણ શાસન કરશે? 17 મી નવેમ્બરે 5 કરોડ 60 લાખ 60 હજાર 925 મતદારો EVM માં પોતાનો નિર્ણય કેદ કરશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાજ્યના કુલ 5.6 કરોડ મતદારોમાંથી 2.88 કરોડ પુરુષ અને 2.72 કરોડ મહિલા મતદારો છે. જેમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર મતદારોની સંખ્યા 22.36 લાખ છે.

આ પણ વાંચો : Delhi : પોલીસ કોન્સ્ટેબલ કરી રહ્યો હતો ચેકિંગ, પુરપાટ આવતી SUV એ ઉલાળ્યો, Video Viral

Tags :
Advertisement

.

×