ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rivaba Jadeja સાથે રકઝક મામલે MP Poonam Madam ની સ્પષ્ટતા, કહ્યું, આ ગેરસમજથી થયું

જામનગરમાં સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના મેયર વચ્ચે આજે જાહેરમાં રકઝક થઈ હતી. જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા અને મેયર બીનાબેન વચ્ચે જાહેરમાં રકઝક થતાં આ મુદ્દો આજે સમગ્ર રાજ્યમાં...
10:51 PM Aug 17, 2023 IST | Viral Joshi
જામનગરમાં સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના મેયર વચ્ચે આજે જાહેરમાં રકઝક થઈ હતી. જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા અને મેયર બીનાબેન વચ્ચે જાહેરમાં રકઝક થતાં આ મુદ્દો આજે સમગ્ર રાજ્યમાં...

જામનગરમાં સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના મેયર વચ્ચે આજે જાહેરમાં રકઝક થઈ હતી. જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા અને મેયર બીનાબેન વચ્ચે જાહેરમાં રકઝક થતાં આ મુદ્દો આજે સમગ્ર રાજ્યમાં ચર્ચાને એરણે ચડ્યો હતો જે બાદ ગુરૂવારે મોડી સાંજે સાંસદ પુનમબેન માડમે પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરી હતી. તેમણે આ સમગ્ર ઘટનાક્રમને ગેરસમજથી સર્જાઈ હોવાનું જણાવ્યું હતુ.

સાંસદની સ્પષ્ટતા

સાંસદે જણાવ્યું કે, મહાનગરપાલિકાનો શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સારો કાર્યક્રમ છે. ઘટનાની વાત છે ત્યાં સુધી બીનાબેનની વાત છે. મેયર સિનિયર કાર્યકર છે. આ માત્ર નાની ગેરસમજ છે. મેયર ખૂબ કર્મઠ છે અને રિવાબા મારા નાના બેન છે. પાર્ટીએ રિવાબાને ટીકીટ આપી..તમામ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી જીતાડયા. મારું માનવું છે કે, આજની ઘટના ગેરસમજથી થઈ છે. બીનાબેન મારા મોટા બેન છે. મેં રોકવાનો પ્રયાસ કર્યો. જાહેરમાં બન્યું તે ટૂંકી ગેરસમજ છે મોટું કંઈ નથી. મેં સાંસદ તરીકે મેં ફરજ બજાવી છે. મોટી વાત નથી.

ભાજપમાં તંદુરસ્ત વાતાવરણ છે

ભાજપ એક પરિવાર છે. પાર્ટીમાં તંદુરસ્ત વાતાવરણ છે. પાર્ટીની તંદુરસ્તા ને કોઈ રોકી ન શકે. પાર્ટીની અનુમતિ થી જ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છું પાર્ટીની શિષ્ટતાનો મેં ક્યાંય ભંગ નથી કર્યો. આખા દિવસમાં સાચી-ખોટી વાતો થઈ તેથી પાર્ટીની અનુમતીથી પ્રેસ કોન્ફરન્સ કરી રહી છું.

આવતીકાલે અમે પરિવારની જેમ સાથે હોઈશું

તેમણે જણાવ્યું કે, રિવાબાને કાંઈ અલગ સંભળાયું હોય એવું બને, એ ઓવર રિએક્શન થયા હશે એવો મારો મત છે. અડધી મિનિટથી વધુ સંવાદ થયો જ નથી. જે થયું છે તમારી સમક્ષ છે. રિવાબાને મેં સોરી કહી આ વાત અહીં ન કરી શકીએ. આ ચર્ચા પછી કરીશું એવું મેં કહ્યું. યોગ્ય જગ્યા ન હતી એટલે રિવાબાને મેં સોરી કહ્યું. આવતીકાલે અમે પરિવારની જેમ સાથે જ હઈશું.

આ પણ વાંચો : એવું શું થયું કે MLA રિવાબા મેયર બીનાબેન પર થયા ગુસ્સે ? જાહેરમાં જોવા મળી રકઝક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
BJPGujarati NewsJamnagarMLA Rivaba JadejaMP Poonam Madam
Next Article