Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખ્યાતિ કાંડમાં Shaktisinhની CBI તપાસની માગ

દેશની સંસદમાં ગૂંજ્યો ખ્યાતિ હોસ્પિટલના કાંડનો મુદ્દો સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં CBI તપાસ કરવાની માગણી 'ગામડામાં કેમ્પ યોજીને PMJAYમાં કરોડો રૂપિયા એંઠ્યા' 2022માં કાર્યવાહી કરી હોત તો આવું ન બન્યું હોતઃ શક્તિસિંહ ખ્યાતિકાંડનો મુખ્ય...
ખ્યાતિ કાંડમાં shaktisinhની cbi તપાસની માગ
Advertisement
  • દેશની સંસદમાં ગૂંજ્યો ખ્યાતિ હોસ્પિટલના કાંડનો મુદ્દો
  • સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો
  • ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં CBI તપાસ કરવાની માગણી
  • 'ગામડામાં કેમ્પ યોજીને PMJAYમાં કરોડો રૂપિયા એંઠ્યા'
  • 2022માં કાર્યવાહી કરી હોત તો આવું ન બન્યું હોતઃ શક્તિસિંહ
  • ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી વિદેશ ફરાર થયોઃ શક્તિસિંહ
  • શક્તિસિંહે કહ્યું પોલીસ અને તંત્રની મિલીભગત સ્પષ્ટ છે

Shaktisinh Gohil : અમદાવાદના ચકચારી ખ્યાતિ હોસ્પિટલના કાંડનો મુદ્દો દેશની સંસદમાં ગૂંજ્યો છે. ખ્યાતિ હોસ્પિટલના કેસમાં CBI તપાસની માગણી કરવામાં આવી છે. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) મુદ્દો ઉઠાવતાં કહ્યું કે તંત્રની મિલીભગતથી સરકારી યોજનાના કરોડો રૂપિયા હોસ્પિટલ સંચાલકોએ પડાવ્યા છે. તેમણે ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં CBI તપાસ કરવાની માગણી કરી છે.

Advertisement

ગામડામાં કેમ્પ યોજીને PMJAYમાં કરોડો રૂપિયા એંઠવામાં આવ્યા

શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં અમદાવાદના ચકચારી ખ્યાતિ હોસ્પિટલના કાંડનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં CBI તપાસ કરવાની માગણી કરીને કહ્યું કે હોસ્પિટલ દ્વારા ગામડામાં કેમ્પ યોજીને PMJAYમાં કરોડો રૂપિયા એંઠવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો---Shaktisinh : 'ખ્યાતિકાંડ'ની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપાય

સમગ્ર કાંડમાં પોલીસ અને તંત્રની મિલીભગત સ્પષ્ટ

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે જો સરકારે 2022માં કાર્યવાહી કરી હોત તો આવું ન બન્યું હોત અને અત્યારે ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી વિદેશ ફરાર થઇ ગયો છે. શક્તિસિંહે કહ્યું કે સમગ્ર કાંડમાં પોલીસ અને તંત્રની મિલીભગત સ્પષ્ટ છે.

માનવ જીવન સાથે રમત

શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરતાં કહ્યું કે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં માનવ જીવન સાથે રમત કરીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનું સુઆયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે. અમદાવાદની ખ્યાતી હોસ્પિટલના લોકો ગામડે જઈને ગરીબોને ફ્રી મેડિકલ કેમ્પના નામે બોલાવતા હતા.

બિનજરૂરી રીતે ગરીબ લોકોની એન્જીયોગ્રાફી કરાવતા

હૃદયમાં બ્લોકેજનો ડર બતાવીને તેઓ બિનજરૂરી રીતે ગરીબ લોકોની એન્જીયોગ્રાફી કરાવતા અને સ્ટેન્ટ મુકતા. આ રીતે તેમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા કરોડો રૂપિયા એકઠા કર્યા. આ કાંડમાં બે લોકોના મોત થયા છે, તો ઘણા લોકોને ICUમાં દાખલ કરાયા હતા. હવે હોસ્પિટલનો સંચાલક વિદેશ ભાગી ગયો છે.

આની તપાસ થવી જોઈએ

શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને આરોપ લગાવ્યો કે સ્થાનિક સરકારની મિલીભગત વિના હોસ્પિટલ વહીવટીતંત્ર આ કરી શક્યું ન હોત. આની તપાસ થવી જોઈએ.

આ પણ વાંચો---Khyati Hospital સરકારી યોજનાનાં નામે કૌભાંડ કરવામાં કુખ્યાત છે : શક્તિસિંહ ગોહિલ

Tags :
Advertisement

.

×