ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Madhya Pradesh : મૂર્તિ વિસર્જન દરમિયાન ભયંકર દૂર્ઘટના, તળાવમાં ડૂબવાથી 9 લોકોના મોત

Madhya Pradesh : મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના અર્દલા ગામમાં દશેરાના દિવસે એક ભયંકર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.
08:37 PM Oct 02, 2025 IST | Mujahid Tunvar
Madhya Pradesh : મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના અર્દલા ગામમાં દશેરાના દિવસે એક ભયંકર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.

ખંડવા : મધ્ય પ્રદેશના ( Madhya Pradesh ) ખંડવા જિલ્લાના અર્દલા ગામમાં દશેરાના દિવસે એક ભયંકર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. દેવી દૂર્ગાની મૂર્તિઓનું વિસર્જન માટે ટ્રેક્ટર અને ટ્રોલી દ્વારા લઈ જવામાં આવી રહ્યાં હતા. આ દરમિયાન અકસ્માતથી ટ્રોલી સહિત ટ્રેક્ટર તળાવમાં ખાબક્યું હતું. આ દૂર્ઘટનામાં ડૂબવાથી 9 લોકોના મોત થઈ ગયા છે. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ અને સ્થાનિક રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

Madhya Pradesh સરકારે પીડિત પરિવાર માટે જાહેરાત

કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટર-ટ્રોલીને તળાવ પાસે બનેલા પૂલ પર ઉભા રાખવામાં આવ્યા છે, પરંતુ અચાનક ટ્રેક્ટર-ટ્રોલ પલટી ગઈ અને તેમાં સવાર લોકો તળાવમાં પડ્યા હતા. આ દૂર્ઘટનામાં મોટા ભાગના બાળકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. મળી રહેલી જાણકારી અનુસાર, તળાવમાં ડૂબતા બાળકો અને લોકોમાંથી તળાવ પાસે રહેલા અન્ય કેટલાક સ્થાનિકોએ જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકો અને પરિવાર ઘટનાની ભયાનકતા જોઈને આઘાતમાં છે. પોલીસે ઘટનાની સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ અધિકારીઓને સૂચિત કર્યું છે. ઘટનામાં મૃતકોના પરિજનોને સરકારી સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સીએમે દુ:ખ વ્યક્ત કર્યું

આ દુ:ખદ ઘટના પર મુખ્યમંત્રી મોહન યાદવે ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ ઘટના અત્યંત દુ:ખદ છે અને તેમણે મૃતક પરિજનો માટે પ્રતિ શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે મૃતકો માટે 4 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. આ સાથે જ તેમણે ઘાયલોને નજીકના હસ્પિટલમાં યોગ્ય સારવાર કરાવવા માટે નિર્દેશ પણ આપ્યા છે.

આ પણ વાંચો- India-China વચ્ચે શરૂ થશે ડાયરેક્ટ ફ્લાઈટ્સ : 5 વર્ષ પછી હવાઈ સેવા કરાશે પુન:સ્થાપિત

Tags :
#9peopledied#idolimmersionKhandwaMadhyaPradeshMP
Next Article