ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતની ક્રિકેટ ટીમના વર્લ્ડ કપ જીતવાની તકો પર MS ધોનીની પ્રતિક્રિયા આવી સામે, કહ્યું - "સમજદાર કો ઇશારા કાફી હે"

ભારતીય ક્રિકેટ ટીમ ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં હાલ દમદાર પર્ફોમન્સ દેખાડી રહી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એકમાત્ર એવી ટીમ છે જેણે ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં એક પણ મેચ હારી નથી. ભારતીય ક્રિકેટ ટીમ...
11:59 AM Oct 27, 2023 IST | Harsh Bhatt
ભારતીય ક્રિકેટ ટીમ ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં હાલ દમદાર પર્ફોમન્સ દેખાડી રહી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એકમાત્ર એવી ટીમ છે જેણે ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં એક પણ મેચ હારી નથી. ભારતીય ક્રિકેટ ટીમ...

ભારતીય ક્રિકેટ ટીમ ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં હાલ દમદાર પર્ફોમન્સ દેખાડી રહી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એકમાત્ર એવી ટીમ છે જેણે ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં એક પણ મેચ હારી નથી. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

ICC ટાઇટલના લાંબા ઇંતેજારને ખતમ કરવા માટે તમામની નજર રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ પર છે. છેલ્લી વખત ભારતે ICC ટાઇટલ જીત્યું હતું ત્યારે એમએસ ધોની 2013 ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન કેપ્ટન હતો. તેથી સ્વાભાવિક રીતે, ભારતીય ટીમના ઉપર તેમનો અભિપ્રાય ખરેખર મહત્વનો છે. એમએસ ધોનીએ પ્રથમ વખત ભારતની વર્લ્ડ કપ જીતવાની તકો વિશે વાત કરી છે.

એમએસ ધોનીએ ગુરુવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે "તે એક ખૂબ જ સારી ટીમ છે, બોહોત અચ્છા બેલેન્સ હૈ ટીમ કા હરલોગ અચ્છા ખેલ રહે હૈં" (ટીમનું સંતુલન ખૂબ જ સારું છે. બધા ખેલાડીઓ સારું રમી રહ્યા છે). "ઇસસે ઝ્યાદા મેં કુછ નહીં બોલુંગા, બાકી સમજદાર કો ઈશારા કાફી હૈ" (હું આનાથી વધુ કંઈ કહીશ નહીં, સમજદાર માટે ઈશારો જ કાફી છે)

આ પણ વાંચો -- WORLD CUP : વર્લ્ડકપ 2023માં 9 પ્રકારના લોગોનો કરાયો ઉપયોગ, જાણો આ લોગોનો મતલબ શું છે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CricketICC World CupMS Dhonirohit sharmaTeam IndiaVirat Kohli
Next Article