Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: વડોદરાની MS યુનિવર્સિટીએ નવી પહેલ શરૂ કરી, કોર્સને વિદ્યાર્થીઓએ આવકાર્યો

Gujarat: વડોદરાની MS યુનિવર્સિટીએ નવી પહેલ શરૂ કરી છે. જેમાં અભ્યાસક્રમમાં PM મોદી લિખિત પુસ્તક સામેલ કર્યા છે. PM મોદી દ્વારા લખાયેલ ‘જ્યોતિપુંજ’ પુસ્તક સામેલ કર્યા છે. પુસ્તકનો અભ્યાસક્રમમાં સમાવેશ કરી કોર્સ શરૂ કર્યો છે. નવો માઇનર કોર્સ વર્ષ 2025-26થી અમલમાં મૂક્યો છે. તથા રાષ્ટ્રીય વિચારકો પર આધારિત અભિગમ અપનાવ્યો છે. બીજા યુનિટમાં વીર સાવરકરની આત્મકથાનો સમાવેશ કરાયો છે.
gujarat  વડોદરાની ms યુનિવર્સિટીએ નવી પહેલ શરૂ કરી  કોર્સને વિદ્યાર્થીઓએ આવકાર્યો
Advertisement
  • Gujarat: વડોદરાની MS યુનિવર્સિટીએ નવી પહેલ શરૂ કરી
  • અભ્યાસક્રમમાં PM મોદી લિખિત પુસ્તક સામેલ કર્યા
  • PM મોદી દ્વારા લખાયેલ ‘જ્યોતિપુંજ’ પુસ્તક સામેલ કર્યા

Gujarat: વડોદરાની MS યુનિવર્સિટીએ નવી પહેલ શરૂ કરી છે. જેમાં અભ્યાસક્રમમાં PM મોદી લિખિત પુસ્તક સામેલ કર્યા છે. PM મોદી દ્વારા લખાયેલ ‘જ્યોતિપુંજ’ પુસ્તક સામેલ કર્યા છે. પુસ્તકનો અભ્યાસક્રમમાં સમાવેશ કરી કોર્સ શરૂ કર્યો છે. નવો માઇનર કોર્સ વર્ષ 2025-26થી અમલમાં મૂક્યો છે. તથા રાષ્ટ્રીય વિચારકો પર આધારિત અભિગમ અપનાવ્યો છે. બીજા યુનિટમાં વીર સાવરકરની આત્મકથાનો સમાવેશ કરાયો છે.

આર્ટ્સ ફેકલ્ટીના અંગ્રેજી વિભાગમાં અભ્યાસક્રમ સામેલ કરાયો

વીર સાવરકર લિખિત “ઇનસાઇડ ધ એનેમી કેમ્પ” પુસ્તક સામેલ છે. આર્ટ્સ ફેકલ્ટીના અંગ્રેજી વિભાગમાં અભ્યાસક્રમ સામેલ કરાયો છે. તેમજ ‘જ્યોતિપુંજ’ના આધારે ચરિત્રાત્મક લેખનનો અભ્યાસ કરાવાશે. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં દેશમાં પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત, વીર સાવરકર લિખિત પુસ્તકનો અભ્યાસક્રમમાં સમાવેશ કરી કોર્સ શરૂ કર્યો છે. એમ.એસ. યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના અંગ્રેજી વિભાગમાં એનઇપી-2020 અંતર્ગત ભારત પરના કાલ્પનિક લખાણોનું વિશ્લેષણ અને સમજણ’ નામનો નવો માઇનર કોર્સ શૈક્ષણિક વર્ષ 2025-26થી અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ભારતના રાષ્ટ્રીય વિચારકો પર આધારિત અભિગમ અપનાવ્યો છે.

Advertisement

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ ‘જ્યોતિપુંજ’ પુસ્તક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ ‘જ્યોતિપુંજ’ પુસ્તક, મન કી બાત તેમજ વીર સાવરકર લિખિત “ઇનસાઇડ ધ એનેમી કેમ્પ” પુસ્તકના આધારે અભ્યાસક્રમ તૈયાર કરી કોર્સ શરૂ કર્યો છે. બેચલર ઓફ આર્ટ્સના ત્રીજા વર્ષના બીજા સેમેસ્ટરમાં કુલ 63 વિદ્યાર્થીઓએ આ કોર્સ પસંદ કરી અભ્યાસ કરી રહ્યા છે.

  • "પ્રથમ યુનિટમાં નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ ‘જ્યોતિપુંજ’ના આધારે જીવન ચરિત્રાત્મક લેખનનો અભ્યાસ કરાવવામાં આવશે.
  • "બીજા યુનિટમાં વીર સાવરકરની આત્મકથા ‘ઇનસાઇડ ધ એનેમી કેમ્પ’નો સમાવેશ કરાયો છે. આ યુનિટમાં વ્યક્તિગત અનુભવ, કેદ, પ્રતિકાર અને વિચારધારાત્મક પ્રતિબદ્ધતા આત્મકથાત્મક અવાજને કેવી રીતે આકાર આપે છે તેનું વિશ્લેષણ કરાશે.
  • "ત્રીજા યુનિટમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની ઇન્ટેગ્રલ હ્યુમેનીઝમમાંથી પસંદગી કરાયેલ નિબંધો અને વ્યાખ્યાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • "ચોથા યુનિટમાં સ્વામી વિવેકાનંદની ધ ઇસ્ટ એન્ડ ધ વેસ્ટ તથા પીએમ મોદીની મન કી બાતમાંથી પસંદ કરાયેલ ભાષણોનો સમાવેશ કરાયો છે. આ ભાગમાં ભારતનો વૈશ્વિક સંવાદ, આધુનિક રાષ્ટ્રીય સંચાર અને સામાજિક જાગૃતિના મુદ્દાઓનું વિશ્લેષણ કરવામાં આવશે.

મહાનુભાવોને લઈ શરૂ કરવામાં આવેલા કોર્સને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવકારી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વીર સાવરકર સહિત અનેક મહાનુભાવોને લઈ શરૂ કરવામાં આવેલા કોર્સને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવકારી રહ્યા છે. સાથે જ કહી રહ્યા છે કે વિદેશી આક્રાંતાઓ વિશે અત્યારસુધી અભ્યાસક્રમમાં અભ્યાસ કરાવતો હતો પરંતુ હવે યુવાનો સ્વાતંત્ર્યસેનાનીઓ વિશે સમજશે. આ અભ્યાસક્રમ અંગ્રેજી અભ્યાસને ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત બનાવવાની સચેત શૈક્ષણિક પહેલ છે. આ અભ્યાસક્રમ દ્વારા અંગ્રેજી અભ્યાસમાં રાષ્ટ્રવાદ, સંસ્કૃતિ સંબંધિત વિચારધારા અને ભારતીય બૌદ્ધિક પરંપરાનો સચેત સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Shukra Mangal Yuti 2026: શુક્ર-મંગળની અશુભ યુતિ આ 4 રાશિઓ માટે મુશ્કેલીકારક રહેશે, સાવધાની રાખવી જરૂરી

Tags :
Advertisement

.

×