Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath : મ્યુલ એકાઉન્ટ સાયબર ક્રાઇમનો પર્દાફાશ, પૈસા દૂબઈ પહોંચાડ્યા- 5ની ધરપકડ

Gir Somnath : જિલ્લામાં મ્યુઅલ એકાઉન્ટ (મ્યુલ એકાઉન્ટ) મારફતે થતા સાયબર ક્રાઇમનો મોટો પર્દાફાશ થયો છે. ગુજરાત સાયબર ક્રાઇમ સેલ અને સ્થાનિક પોલીસે આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી છે. આ ગેંગે ફોરેક્સ પ્રી-પેઇડ કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 4.26 કરોડની રકમ વિદેશમાં (મુખ્યત્વે દુબઈમાં) મોકલીને ઉપાડી લીધી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગે ભારતભરમાં ઓછામાં ઓછા 1534 લોકો સાથે સાયબર ફ્રોડ કર્યો હતો.
gir somnath   મ્યુલ એકાઉન્ટ સાયબર ક્રાઇમનો પર્દાફાશ  પૈસા દૂબઈ પહોંચાડ્યા  5ની ધરપકડ
Advertisement
  • Gir Somnath :  ફોરેક્સ પ્રી-પેઇડ કાર્ડથી રૂ. 4.26 કરોડની સાયબર ચોરી : ગીર સોમનાથમાં 5 આરોપી ઝડપાયા
  • 1534 લોકોને ઠગીને 4.26 કરોડની રકમ દુબઈમાં ઉપાડી: ગીર સોમનાથ સાયબર ગેંગનો ભંગાર
  • અબ્દુલ હફીઝ 50 વખત, મુસ્તાક ખાનાની 30 વખત દુબઈ ગયા: મ્યુલ એકાઉન્ટ ફ્રોડમાં 5 ધરપકડ
  • ઇન્ડસઇન્ડ બેંકમાં મ્યુલ એકાઉન્ટ ખોલી સાયબર ફ્રોડ: ગીર સોમનાથમાં મોટી કાર્યવાહી

Gir Somnath : જિલ્લામાં મ્યુઅલ એકાઉન્ટ (Mule account) મારફતે થતા સાયબર ક્રાઇમનો (cyber crime) મોટો પર્દાફાશ થયો છે. ગુજરાત સાયબર ક્રાઇમ સેલ અને સ્થાનિક પોલીસે આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી છે. આ ગેંગે ફોરેક્સ પ્રી-પેઇડ કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 4.26 કરોડની રકમ વિદેશમાં (મુખ્યત્વે દુબઈમાં) મોકલીને ઉપાડી લીધી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગે ભારતભરમાં ઓછામાં ઓછા 1534 લોકો સાથે સાયબર ફ્રોડ કર્યો હતો.

ટ્રેકિંગ મુશ્કેલ બને તેવી ટેકનિક

આરોપીઓએ ઇન્ડસઇન્ડ બેંકની વેરાવળ શાખામાં અલગ-અલગ મ્યુલ એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. આ ખાતાઓમાં સાયબર ફ્રોડ દ્વારા ઠગાયેલા લોકોની રકમ જમા કરાવવામાં આવતી અને પછી તેને લેયરિંગ (છુપાવવા માટે અનેક ટ્રાન્ઝેક્શન) કરીને ફોરેક્સ પ્રી-પેઇડ કાર્ડમાં કન્વર્ટ કરી દુબઈમાં રોકડમાં ઉપાડી લેવામાં આવતી હતી. આ પદ્ધતિ સાયબર ગુનેગારોમાં નવીનતમ અને મુશ્કેલીભરી રીત તરીકે ઉભરી આવી છે, જેનાથી ટ્રેકિંગ કરવું મુશ્કેલ બને છે.

Advertisement

Gir Somnath થી સીધી પૈસા દુબઈ પહોંચતા

આ કેસમાં મુખ્ય આરોપીઓમાં અબ્દુલ હફીઝ (અબ્દુલ પનવાલા) અને મુસ્તાક ખાનાનીના નામ સામે આવ્યા છે. અબ્દુલ હફીઝ 50થી વધુ વખત દુબઈ રકમ ઉપાડવા ગયો હતો, જ્યારે મુસ્તાક ખાનાનીએ આશરે 30 વખત આવી મુસાફરી કરીને રૂપિયા ઉપાડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ બંને વેરાવળ (ગીર સોમનાથ જિલ્લો)ના રહેવાસી છે. તપાસમાં FIU (ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ) દ્વારા 26 સંદિગ્ધ બેંક ખાતાઓ ફ્લેગ કરાયા બાદ આ કાર્યવાહી શરૂ થઈ હતી. આ ખાતાઓમાં રોકડમાં રૂ. 1.29 કરોડ અને NEFT/RTGS/IMPS દ્વારા રૂ. 2.97 કરોડની રકમ જમા થઈ હતી.

Advertisement

પોલીસ પણ બે પગલાં આગળ રહી

આ ગેંગની મોબાઇલ નંબર, IP એડ્રેસ અને Gmail IDના આધારે તપાસ કરવામાં આવી અને આરોપીઓની ઓળખ કરાઈ હતી. CID ક્રાઇમ સાયબર સેલે આ નેટવર્કને તોડી પાડ્યું છે, જેમાં ઓછામાં ઓછા 289 ઓનલાઇન છેતરપિંડીના કેસો સાથે જોડાણ જોવા મળ્યું છે. આ પ્રકારના મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ગુનેગારો ફ્રોડની રકમને ઝડપથી બહારના દેશમાં ટ્રાન્સફર કરી દે છે, જેથી રિકવરી ખૂબ જ મુશ્કેલ બને છે.

મ્યુલ એકાઉન્ટ ધારકો સામે કાર્યવાહી

ગુજરાત પોલીસ દ્વારા 'ઓપરેશન મ્યુલ હન્ટ' જેવી કાર્યવાહીઓ હેઠળ આવા મ્યુલ એકાઉન્ટ ધારકો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં રાજકોટ રેન્જ અને અન્ય વિસ્તારોમાં પણ આવા અનેક કેસોમાં ધરપકડ થઈ છે, જેમાં કરોડો રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે. આ કેસ દર્શાવે છે કે સાયબર ગુનેગારો હવે બેંક ખાતા, પ્રી-પેઇડ કાર્ડ અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરીને વધુ સુસંગઠિત રીતે કામ કરી રહ્યા છે.

વધારે સજાગ રહેવાની જરૂરત

સાયબર ક્રાઇમ વધતા જતા હોવાથી લોકોએ અજાણ્યા લિંક પર ક્લિક ન કરવા, OTP શેર ન કરવા અને સંદિગ્ધ કોલ આવે તો તરત પોલીસને જાણ કરવાની જરૂર છે. આ કેસમાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ ચાલુ રાખી છે અને બાકીના સંડોવાયેલા લોકોને પણ પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો-Bharuch NH-48 પર ટેન્કરની ભયાનક ટક્કર : મોપેડ સવાર બે યુવકના ઘટનાસ્થળે મોત, નશામાં ટેન્કર ચાલક

Tags :
Advertisement

.

×