Mumbai Airport ને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, સુરક્ષામાં વધારો
- Mumbai Airport પર બોમ્બ હોવાની ધમકી
- CISF કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ મળ્યો
- ધમકી મળતા સુરક્ષામાં વધારો કરાયો
મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર બોમ્બ હોવાની ધમકી મળી છે. મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ (T1) ખાતે CISF કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોહમ્મદ નામનો વ્યક્તિ મુંબઈથી અઝરબૈજાન વિસ્ફોટક સામગ્રી લઈ જઈ રહ્યો હતો. આ કોલથી એરપોર્ટ પર હલચલ મચી ગઈ હતી.
CISF ની ટીમે તરત જ મામલાને ગંભીરતાથી લીધો અને સહાર પોલીસ સ્ટેશનને એલર્ટ કર્યું, જેના પગલે પોલીસ કર્મચારીઓની એક ટીમ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલ કરનારે કોઈ ચોક્કસ ફ્લાઇટનો ઉલ્લેખ કર્યો ન હતો અને અચાનક બપોરે 3:00 વાગ્યાની આસપાસ કોલ બંધ કરી દીધો હતો. આ પછી અધિકારીઓએ આ કોલની તપાસ શરૂ કરી અને શંકાસ્પદ વિશે માહિતી એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વિસ્ફોટક સામગ્રી મળી નથી...
સાવચેતીના પગલા તરીકે, એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ મુસાફરોની વિગતો ચકાસી રહી છે. અધિકારીઓએ કહ્યું કે, હજુ સુધી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નથી, પરંતુ સમગ્ર પરિસ્થિતિની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Asaduddin Owaisi ને ચાલુ સભામાં મળી નોટિસ, પછી કરતા રહ્યા કંઇક આવું... Video
મુસાફરોની સુરક્ષા અંગે ચેતવણી...
મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર સુરક્ષા વ્યવસ્થા અંગે અધિકારીઓનું કહેવું છે કે, આવી બાબતોમાં કોઈ બેદરકારી દાખવવામાં આવી રહી નથી અને મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોલીસ આ કોલના સ્ત્રોતને શોધવા માટે તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓને શોધી કાઢવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો : SDM થપ્પડ કાંડ : દેવલી-ઉનિયારામાં હંગામો, નરેશ મીણા ફરાર, 100 સમર્થકો કસ્ટડીમાં
નાગપુરથી કોલકાતા જતી ફ્લાઈટને પણ મળી ધમકી...
नागपुर से कोलकाता जा रहे विमान को बम की धमकी के बाद रायपुर एयरपोर्ट पर आपातकालीन लैंडिंग करानी पड़ी। विमान की एयरपोर्ट पर जांच की जा रही है: कीर्तन राठौर, अतिरिक्त पुलिस अधीक्षक, रायपुर (ग्रामीण)
— ANI_HindiNews (@AHindinews) November 14, 2024
આ સાથે નાગપુરથી કોલકાતા જઈ રહેલા પ્લેનને બોમ્બની ધમકી મળી હતી જેના પછી તેનું રાયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બની ધમકી બાદ નાગપુરથી કોલકાતા જઈ રહેલા આ વિમાનને રાયપુર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) કિર્તન રાઠોડે જણાવ્યું કે એરપોર્ટ પર વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Maharashtra માં Ambulance માં ભયાનક આગ બાદ થયો જોરદાર વિસ્ફોટ, Video Viral