ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મુંબઈ અને દિલ્હીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટોના કોલથી હડકંપ

મુંબઈ (Mumbai) અને દિલ્હીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (airport)પર બોમ્બ વિસ્ફોટો (bomb blasts)ના સમાચારે બંને રાજધાનીઓમાં ખળભળાટ મચાવી દીધો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ કંટ્રોલને હરિયાણાના ઉદ્યોગ વિહાર, ગુરુગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીનો ફોન આવ્યો હતો, જેમાં તેમને જાણ...
12:31 PM Aug 05, 2023 IST | Vipul Pandya
મુંબઈ (Mumbai) અને દિલ્હીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (airport)પર બોમ્બ વિસ્ફોટો (bomb blasts)ના સમાચારે બંને રાજધાનીઓમાં ખળભળાટ મચાવી દીધો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ કંટ્રોલને હરિયાણાના ઉદ્યોગ વિહાર, ગુરુગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીનો ફોન આવ્યો હતો, જેમાં તેમને જાણ...
મુંબઈ (Mumbai) અને દિલ્હીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (airport)પર બોમ્બ વિસ્ફોટો (bomb blasts)ના સમાચારે બંને રાજધાનીઓમાં ખળભળાટ મચાવી દીધો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ કંટ્રોલને હરિયાણાના ઉદ્યોગ વિહાર, ગુરુગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીનો ફોન આવ્યો હતો, જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે તેઓને ગઈકાલે બપોરે 3.30 વાગ્યાની આસપાસ એક ફોન આવ્યો હતો, જેમાં કોલ કરનારે દાવો કર્યો હતો કે "ડોમેસ્ટિક એરપોર્ટ અને ઈન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ અને  દિલ્હીમાં આજે (4.08.23) બોમ્બ વિસ્ફોટ થશે અથવા કોઈ મોટી ઘટના બની શકે છે.
એરપોર્ટ પર કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી
આ ધમકીભર્યા કોલ મળ્યા બાદ બંને રાજધાનીઓમાં પોલીસ વિભાગ અને અન્ય એજન્સીઓ વ્યસ્ત થઈ ગઈ હતી અને સમગ્ર એરપોર્ટની તપાસ કરવામાં આવી હતી. પરંતુ ઝીણવટભરી તપાસ બાદ પોલીસને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ માહિતી કોણે અને શા માટે આપી તે અંગે પોલીસ અજાણ્યા ફોન કરનારની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે મુંબઈ પોલીસ ઝોન 8 ના ડીસીપી દીક્ષિત ગેડમે જણાવ્યું હતું કે સહાર પોલીસે આઈપીસીની કલમ 506(2) અને 505(1) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આ બાબતની તપાસ કરી રહી છે.
પુણે એરપોર્ટ પર મહિલાએ બોમ્બની ધમકી આપી
બીજી તરફ ગઈકાલે મહારાષ્ટ્રના પુણે એરપોર્ટ પર જ એક મહિલાએ બોમ્બની ધમકી આપી હતી. જે બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. બોમ્બની ધમકી આપ્યા બાદ પોલીસે 72 વર્ષીય મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી નીતા ક્રિપલાની ગુરુવારે બપોરે પુણે એરપોર્ટ પર પહોંચી હતી. દરમિયાન ચેકિંગ દરમિયાન તેણે બૂથ પર ફરજ પરના પોલીસકર્મીઓને કહ્યું હતું કે, મારી ચારે બાજુ બોમ્બ છે.  જ્યારે મહિલા પોલીસકર્મીઓએ શંકાસ્પદ મહિલાની કાળજીપૂર્વક તપાસ કરી તો જાણવા મળ્યું કે તે ખોટું બોલી હતી.
આ પણ વાંચો----SHOCKING NEWS : રાજસ્થાનના કોટામાં અત્યાર સુધી 18 વિદ્યાર્થીઓની આત્મહત્યા..!
Tags :
bomb blastsDelhidomestic and international airportsMUMBAI
Next Article