મુંબઈમાં ઓડિશન માટે બોલાવાયેલા 20 બાળકોને બંધક બનાવાયા, પોલીસે આરોપીને ઝડપ્યો
- Andheri Hostage: મુંબઈમાં એકસાથે 10 થી 15 બાળકોના અપહરણની ખબર!
- બંધક બનાવાયેલા તમામ બાળકોને સુરક્ષિત છોડાવાયા
- મુંબઈ પોલીસે બાળકોને કરાવ્યા મુક્ત
- મુંબઈના પવઈ સ્થિત RA સ્ટુડિયોમાં બનાવ્યા બંધક
- બંધક બનાવનારો આરોપી માનસિક અસ્થિર હોવાનું ખૂલ્યું
- પોલીસે બંધક બનાવનારા આરોપીને ઝડપી લીધો
- પોલીસ કરી રહી છે આરોપી સાથે સઘન પૂછપરછ
- આરોપીનું નામ રોહિત હોવાની પ્રાથમિક જાણકારી
- બંધક બનાવાયેલા બાળકો હજુ પણ સ્ટુડિયોની અંદર
મુંબઈના પોશ વિસ્તાર અંધેરીમાં ( Andheri Hostage) ગુરુવારે દિવસેદહાડે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક એક્ટિંગ આરએ સ્ટુડિયોમાં એક વ્યક્તિએ 10 થી15 જેટલા માસૂમ બાળકોને બંધક બનાવ્યા હતા. આ ઘટના બપોરના સમયે બની જ્યારે બાળકો ઓડિશન માટે રૂમમાં હાજર હતા.પોલીસે તમામને બાળકોને હેમખેમ બચાવ્યા અને આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ રોહિત છે,હાલ પોલીસ સઘન પુછપરછ કરી રહી છે.
Andheri Hostage: ઓડિશન માટે બોલાવાયેલા બાળકોને બંધક બનાવાયા
પ્રાથમિક અહેવાલો અનુસાર, આરોપીએ સ્ટુડિયોના માલિક સાથેના અંગત કે વ્યવસાયિક વિવાદને કારણે આ પગલું ભર્યું હતું. ઘટના દરમિયાન, આરોપી બાળકોને ધમકી આપી રહ્યો હોવાનું કહેવાય છે, જેના કારણે બહાર જબરો હોબાળો મચી ગયો હતો અને પોલીસ તથા મીડિયાના ટોળા એકઠા થઈ ગયા હતા.મીડિયા રિપોર્ટ્સ મુજબ, આશરે 100 જેટલા બાળકો ઓડિશન માટે સ્ટુડિયોમાં પહોંચ્યા હતા. ઓડિશન પ્રક્રિયા પૂરી થયા પછી, સ્ટુડિયોમાં કામ કરતા અને યુટ્યુબ ચેનલ ચલાવતા આરોપીએ લગભગ 80 બાળકોને પાછા મોકલી દીધા.ત્યારબાદ, તેણે બાકીના 15-20 બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા. આ ઘટનાથી બાળકો ભયભીત થઈ ગયા હતા અને તેઓ બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા.
Andheri Hostage:પોલીસે તમામ બાળકોને હેમખેમ બચાવ્યા
આ ઘટનાને લઇને સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઇ છે. આની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી હતી.પોલીસે ઝડપથી સ્થિતિ સંભાળીને આરોપીને પકડી પાડ્યો અને બંધક બનાવેલા તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.આરોપી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ આ કૃત્ય પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તેની સઘન પૂછપરછ કરી રહી છે. સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Digital Self-Reliance Revolution : વિશ્વનું સૌથી વિશ્વસનીય સ્વદેશી VPN