Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Mumbai Don Daughter: 'મને ન્યાય આપો, મારી સાથે...' અંડરવર્લ્ડ ડોનની પુત્રી હસીન મસ્તાને PM મોદી અને અમિતભાઈ શાહ પાસે માંગી મદદ

મુંબઈના (Mumbai) અંડરવર્લ્ડના સૌથી કુખ્યાત અને પહેલા ગેંગસ્ટરની પુત્રી ભારત સરકાર પાસે મદદની "ભીખ" માંગી રહી છે. મુંબઈના સૌથી કુખ્યાત દાણચોરોમાંના એક હાજી મસ્તાન મિર્ઝાની (Haji Mastan) પુત્રી હસીન મસ્તાન મિર્ઝાએ (Haseen Mastan Mirza) વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને ગૃહમંત્રી અમિત શાહને (Amit shah) ન્યાય માટે અપીલ કરી છે. હસીનએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે જુઓ તેને શું કહ્યું....
mumbai don daughter   મને ન્યાય આપો  મારી સાથે     અંડરવર્લ્ડ ડોનની પુત્રી હસીન મસ્તાને pm મોદી અને અમિતભાઈ શાહ પાસે માંગી મદદ
Advertisement
  • અંડરવર્લ્ડ ડોનની પુત્રી સરકાર પાસે માંગી રહી છે મદદ
  • અંડરવર્લ્ડ ડોનની પુત્રી હસીન મસ્તાને PM મોદી અને અમિતભાઈ શાહને કરી અપીલ
  • કથિત જાતીય શોષણ, બળજબરીથી લગ્ન અને મિલકત હડપ કરવાનો કેસ
  • ત્રણ વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો

મુંબઈના કુખ્યાત અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાનની (Haji Mastan) પુત્રી હસીન મસ્તાન મિર્ઝાએ (Haseen Mastan Mirza) કથિત દુષ્કર્મ, બળજબરીથી લગ્ન, હત્યાનો પ્રયાસ અને મિલકત હડપ કરવાના કેસમાં ન્યાય મેળવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit shah)પાસે મદદ માંગી છે.

અંડરવર્લ્ડ ડોનની પુત્રીએ લગાવી મદદની ગુહાર

હસીનનો આરોપ છે કે 1996 માં, જ્યારે તે સગીર હતી, ત્યારે તેના મામાના દીકરા સાથે બળજબરીથી લગ્ન કરવામાં આવ્યા હતા. તેણીએ દાવો કર્યો હતો કે તે જ વ્યક્તિએ તેના પર દુષ્કર્મ કર્યો હતો, તેને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો અને તેની ઓળખનો દુરુપયોગ કરીને તેની મિલકત હડપ કરી હતી. હસીનના જણાવ્યા મુજબ, આરોપી વ્યક્તિએ તેના પહેલા આઠ વખત લગ્ન કર્યા હતા.

Advertisement

Advertisement

દુષ્કર્મ, હત્યાનો પ્રયાસ, બાળ લગ્ન, મિલકત છીનવી લીધી

સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા , હસીન મસ્તાન મિર્ઝાએ કહ્યું કે જ્યારે આ બધું તેની સાથે બન્યું ત્યારે તે બાળકી હતી અને તેને કોઈ સમર્થન મળ્યું ન હતું. "મારા પર દુષ્કર્મ કરવામાં આવ્યો, મારી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, બાળ લગ્ન માટે બળજબરી કરવામાં આવી, મારી મિલકત છીનવી લેવામાં આવી અને મારી ઓળખ છુપાવવામાં આવી. જો કાયદા કડક હશે, તો લોકો ગુના કરતા ડરશે," તેણીએ કહ્યું. હસીનએ એ પણ ખુલાસો કર્યો કે ત્રાસથી ભાંગી પડીને તેણે ત્રણ વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો.હસીનની અપીલ તેણીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વિડિઓ પછી આવી છે, જેમાં તેણીએ કહ્યું હતું કે તે વર્ષોથી ન્યાય માંગી રહી છે પરંતુ હજુ સુધી તેને ન્યાય મળ્યો નથી.

ટ્રિપલ તલાક કાયદાની પ્રશંસા કરી

હસીનએ વડા પ્રધાન મોદી દ્વારા રજૂ કરાયેલા ટ્રિપલ તલાક કાયદાની પ્રશંસા કરી, તેને મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ અને યોગ્ય પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે ઇસ્લામમાં ટ્રિપલ તલાકનો દુરુપયોગ થઈ રહ્યો છે, અને મોદી સરકારે કાયદો બનાવીને મહિલાઓને રાહત આપી છે. તેમણે જાતીય ગુનાઓ અને બળજબરીથી લગ્નના કેસોમાં તાત્કાલિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે કડક કાયદાઓ બનાવવાનું પણ આહ્વાન કર્યું.

પિતાનું નામ કેસમાં ન લાવવા કહ્યું

હસીનએ મીડિયા અને જનતાને અપીલ કરી કે તેઓ વારંવાર તેના પિતા હાજી મસ્તાનનું નામ તેના કેસમાં ન ઘસે. તેણીએ કહ્યું, "આ મારા પિતાની કહાની નથી. આ બધું તેમના મૃત્યુના બે વર્ષ પછી બન્યું. હું તેમની પુત્રી છું, પણ આ મારો વ્યક્તિગત સંઘર્ષ છે."

આ પણ વાંચો: S Jaishankar Symbiosis speech: ભારતના વિદેશ મંત્રીએ એસ.જયશંકરે આપ્યું મોટું નિવેદન,જાણો શું કહ્યું...

Tags :
Advertisement

.

×