એક્ટ્રેસ RUCHI GUJJAR એ દિગ્દર્શકને જૂતા વડે ધોયો, ફિલ્મના સ્ક્રિનીંગમાં 'સીન' થઇ ગયો
- મુંબઇમાં ફિલ્મના સ્પેશિયલ સ્ક્રિનીંગમાં મોટો હોબાળો
- નાણાંકિય ગોટાળાથી એક્ટ્રેસ આગબબુલા થઇ
- અનેક લોકોની હાજરીમાં દિગ્દર્શકની જૂતા વડે ધૂલાઇ
CHAOS AT MUMBAI FILM PREMIERE : મુંબઈના એક થિયેટરમાં 'સો લોંગ વેલી'ના (SO LONG VALLEY) સ્ક્રીનિંગ દરમિયાન એક ખતરનાક ઘટના બની જ્યારે પ્રખ્યાત અભિનેત્રી રૂચી ગુર્જરે (ACTRESS RUCHI GURJAR) ફિલ્મના નિર્માતા અને અભિનેતા કરણ સિંહ ચૌહાણ પર ચંપલથી હુમલો કર્યો હતો, જેને પગલે સિનેમાઘરમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં અભિનેત્રી નિર્માતા સાથે બૂમો પાડતી અને દલીલ કરતી જોવા મળી રહી છે. ત્યારબાદ તેને ગુસ્સો આવતા તેણે નિર્માતા પર ચંપલથી હુમલો કર્યો હતો. તે થિયેટરમાં વિરોધ પ્રદર્શન કરતી પણ જોવા મળી હતી. ખાસ સ્ક્રીનીંગ દરમિયાન જ્યાં દિગ્દર્શક હાજર હતા તે જ સમયે, રુચિ કેટલીક મહિલાઓ સાથે ખૂબ જ હોબાળો કરતી જોવા મળી હતી.
View this post on Instagram
અભિનેત્રીએ દિગ્દર્શકને ચંપલથી માર્યો
રુચિ ગુર્જરના સમર્થનમાં આવેલા બધા લોકો ચહેરા પર રેડ ક્રોસના નિશાન ધરાવતા નિર્માતાઓના ચિત્રોવાળા પ્લેકાર્ડ પકડીને જોવા મળ્યા હતા. કેટલાક પોસ્ટરોમાં વિડિઓમાં પણ જોઈ શકાય છે. તેમાં નિર્માતાને ગધેડા પર બેઠેલા દર્શાવવામાં આવ્યા હતા. ગુરુવારે મુંબઈના એક થિયેટરમાં "સો લોંગ વેલી" ફિલ્મનું સ્ક્રીનિંગ હતું અને તે દરમિયાન રુચિ ગુસ્સે થઈ ગઈ અને ડિરેક્ટર પર સનસનીખેજ આરોપો મુક્યા હતા. ઉગ્ર દલીલ દરમિયાન રુચીએ દિગ્દર્શક કરણ સિંહ ચૌહાણને ચંપલથી માર્યો હતો. જે બાદ તે પણ અભિનેત્રી સાથે દલીલ કરતો પણ જોવા મળ્યો હતો.
શું મામલો છે ?
રુચિના જણાવ્યા મુજબ, કરણ સિંહ ચૌહાણે ગયા વર્ષે તેનો સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે, તે એક હિન્દી ટેલિવિઝન સિરિયલનું નિર્માણ કરી રહ્યા છે, જે ટૂંક સમયમાં સોની ટીવી પર પ્રસારિત થશે. રુચિએ કહ્યું, 'તેમણે મને સહ-નિર્માતા તરીકે જોડાવાની ઓફર કરી અને પ્રોજેક્ટ સંબંધિત દસ્તાવેજો પણ મોકલ્યા હતા.' આ પ્રસ્તાવ પર વિશ્વાસ કરતા જુલાઈ 2023 થી જાન્યુઆરી 2024 ની વચ્ચે, તેણીએ કંપની SR ઇવેન્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટમાંથી કેકે સ્ટુડિયો સાથે જોડાયેલા ખાતાઓમાં પૈસા મોકલ્યા હતા. જો કે, તે પ્રોજેક્ટ ક્યારેય આગળ વધ્યો નહીં. તેણીએ વધુમાં જણાવ્યું છે કે, 'વારંવાર સંપર્ક કરવા છતાં, તે તે ટાળતો રહ્યો અને ખોટું બોલતો રહ્યો હતો.'
તેણે ધમકી આપવાનું શરૂ કર્યું
રૂચિનો દાવો છે કે, તેને જાણવા મળ્યું છે કે, આ પૈસા સિરિયલ માટે નહીં પરંતુ 'સો લોંગ વેલી'ના નિર્માણ માટે ઉપયોગમાં લેવાયા હતા. તેણે તે અંગે જણાવ્યું કે, 'જ્યારે મને ખબર પડી કે ફિલ્મ 27 જુલાઈએ રિલીઝ થઈ રહી છે, ત્યારે મેં તેમને તાત્કાલિક મારા પૈસા પરત કરવા કહ્યું, જેના પર તેણે ધમકી આપવાનું શરૂ કર્યું હતું.' મુંબઈ પોલીસે 36 વર્ષીય કરણ સિંહ ચૌહાણ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૩૧૮(૪), ૩૫૨ અને ૩૫૧(૨) હેઠળ અભિનેત્રી રૂચી સાથે રૂ. 25 લાખની છેતરપિંડી કરવાના આરોપમાં એફઆઈઆર નોંધી છે. ઉપરાંત, રુચિએ તેના દાવાઓના સમર્થનમાં બેંકિંગ રેકોર્ડ અને દસ્તાવેજો રજૂ કર્યા છે. આ મામલે તપાસ હજુ પણ ચાલુ છે.
કોણ છે રૂચી ગુર્જર ?
રાજસ્થાનના ગુર્જર પરિવારમાં જન્મેલી રુચિ ગુર્જર એક મોડલ છે. આ વર્ષે રુચીએ મેટ ગાલામાં તેના પરંપરાગત દેખાવથી ધ્યાન ખેંચ્યું, તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબી ધરાવતો ગળાનો હાર પહેર્યો હતો. તેણે વર્ષ 2023 માં મિસ હરિયાણાનો ખિતાબ પણ જીત્યો હતો.
આ પણ વાંચો ---- અપ્સરાથી ઓછી નથી લાગી રહી Urfi Javed! શું તમે જોયો તેનો નવો વીડિયો


