ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

MUMBAI : MNS નેતાના પુત્રએ અર્ધનગ્ન થઇ તોફાન મચાવ્યું, રાખી સાવંતની મિત્રનો આરોપ

MUMBAI : ટિપ્પણીઓ અને મરાઠી ભાષા લાદવાના વિવાદને કારણે મનસેના કાર્યકરો અને સમર્થકો તેમને નિશાન બનાવી રહ્યા - રાજશ્રી
02:25 PM Jul 07, 2025 IST | PARTH PANDYA
MUMBAI : ટિપ્પણીઓ અને મરાઠી ભાષા લાદવાના વિવાદને કારણે મનસેના કાર્યકરો અને સમર્થકો તેમને નિશાન બનાવી રહ્યા - રાજશ્રી

MUMBAI : રાખી સાવંત (RAKHI SAVANT) ની ખાસ મિત્ર રાજશ્રી મોરે (RAJSHREE MORE) એ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક મોટો દાવો કરતા જણાવ્યું કે, 6 જુલાઈ, રવિવારની રાત્રે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા જાવેદ શેખના (MNS LEADER JAVED SHAIKH) પુત્રએ નશાની હાલતમાં તેમની કારને ટક્કર મારી હતી. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો (INSTAGRAM VIDEO) પણ શેર કર્યો છે, જેમાં આરોપી અર્ધ નગ્ન અવસ્થામાં રાજશ્રીને ગાળો આપતો અને ધમકી આપતો જોઈ શકાય છે. આ ઘટના મુંબઈના અંધેરી ઉપનગરમાં બની હતી. વીડિયોમાં, આરોપી રાહિલ જાવેદ શેખને અપશબ્દો બોલતા, અને પિતા મનસેના રાજ્ય ઉપાધ્યક્ષ છે, તેવું કહેતા સાંભળી શકાય છે.

રાજકારણીના દીકરાએ રાખી સાવંતના મિત્ર સાથે દુર્વ્યવહાર કર્યો

એટલું જ નહીં વીડિયોમાં તો આરોપી પોલીસ સાથે દલીલ કરતો અને રાજશ્રી પર હુમલો કરતો પણ જોઈ શકાય છે. આ પછી, મનસેના રાજ્ય ઉપાધ્યક્ષ જાવેદ શેખના પુત્રએ ગુસ્સામાં રાજશ્રીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું કહ્યું હતું. તેણે મરાઠીમાં કહ્યું, 'જાઓ અને પોલીસને કહો કે હું જાવેદ શેખનો દીકરો છું, પછી તમે જોશો કે શું થાય છે.' રાજશ્રીએ બાદમાં આરોપીઓ સામે દાખલ કરાયેલી FIRનો ફોટો પણ શેર કર્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, સ્થાનિક મરાઠી તેમની ટિપ્પણીઓ અને મરાઠી ભાષા લાદવાના વિવાદને કારણે મનસેના કાર્યકરો અને સમર્થકો તેમને નિશાન બનાવી રહ્યા છે.

રાજશ્રી મોરેનું વિવાદાસ્પદ નિવેદન

રાજશ્રી તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ચર્ચામાં આવી હતી. જેમાં તેણે સ્થાનિક મહારાષ્ટ્રીયનો વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે વીડિયોમાં કહ્યું હતું કે, રાજ્યમાં રહેતા લોકો પર મરાઠી લાદવાને બદલે, સ્થાનિક મરાઠી લોકોને સખત મહેનત કરવાનું શીખવવું જોઈએ. જો સ્થળાંતર કરનારાઓ શહેર છોડીને જશે તો મુંબઈમાં સ્થાનિક મરાઠી વસ્તીની સ્થિતિ વધુ ખરાબ થશે. તેના નિવેદન પછી વર્સોવાના મનસે કાર્યકરોએ તેની વિરુદ્ધ ઓશીવાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, તે બાદ રાજશ્રીએ જાહેરમાં માફી માંગી અને પોતાનો વિવાદાસ્પદ વીડિયો ડિલીટ કરી દીધો હતો.

આ પણ વાંચો ---- Suspicious Pakistani Boat: મહારાષ્ટ્રના કોરલાઈ કિનારે શંકાસ્પદ પાકિસ્તાની બોટ જોવા મળી, પોલીસ એલર્ટ

Tags :
GUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewshalfleadermediamisbehaveMNSMoreMUMBAINakedonrajshreeSocialsonVideoViralwith
Next Article