Baba Siddique ની હત્યાનો માસ્ટરમાઈન્ડ ઝીશાન અખ્તર પોલીસના સકંજામાં
- તાજેતરમાં એક અજાણ્યા શખ્સે તેના જામીન કરાવ્યા
- તેની મુલાકાત પટિયાલા જેલમાં લોરેન્સ ગેંગ સાથે થઈ
- Mohammad Zeeshan Akhtar માત્ર 21 વર્ષનો છે
Baba Siddique Murder case : Mumbai Crime Branch એ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા Baba Siddique ની હત્યા કેસમાં 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે તેમાંથી બે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ રાજેશ કશ્યપ, શિવકુમાર અને ગુરમેલ બલજીત સિંહ છે. જોકે આ બંને આરોપીઓ આ પહેલા પણ જેલની હવા ખાઈને આવેલા છે. બીજી તરફ મુંબઈ પોલીસે Baba Siddique ની હત્યામાં સામેલ ચોથા આરોપીને પણ પકડી પાડ્યો છે.
તાજેતરમાં એક અજાણ્યા શખ્સે તેના જામીન કરાવ્યા
Baba Siddique ની હત્યા કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. Baba Siddique ની હત્યા સાથે જોડાયેલા ચોથા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. Baba Siddique ની હત્યામાં ચોથા આરોપી Mohammad Zeeshan Akhtar ની પંજાબના જલંધરથી ધરપકડ કરવામાં આવી છે. આ ઝીશાન જલંધરનો રહેવાસી હોવાનું કહેવાય છે. વર્ષ 2022 માં Mohammad Zeeshan Akhtar ની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને પટયાલાની જેલમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં એક અજાણ્યા શખ્સે તેના જામીન કરાવ્યા છે.
આ પણ વાંચો: Baba Siddique ની હત્યામાં ચોથા આરોપીની થઈ ઓળખ, પટિયાલા જેલમાંથી....
#UPDATE | Mumbai: Baba Siddique Murder case | The fourth accused has been identified. The name of the fourth accused is Mohammad Zeeshan Akhtar: Mumbai Police
— ANI (@ANI) October 13, 2024
તેની મુલાકાત પટિયાલા જેલમાં લોરેન્સ ગેંગ સાથે થઈ
Mohammad Zeeshan Akhtar એ પટિયાલા જેલમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગેના સાથીદારોને મળ્યો હતો. ત્યારબાદ જ્યારે તે પટિયાલા જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે સૌ પ્રથમ તે મુંબઈ આવ્યો હતો. મુંબઈ આવ્યા બાદ તેણે Baba Siddique ની હત્યાનું કાવતરું રચ્યું હતું. Mohammad Zeeshan Akhtar એ અન્ય 3 આરોપીઓને શૂટિંગ માટે તમામ માહિતી આપી હતી. તેની સાથે તેમને બંદૂક પણ અપાવી હતી. જોકે જલંધર પોલીસે વર્ષ 2022 માં Mohammad Zeeshan Akhtar ની હત્યા અને લૂંટના કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન તેની મુલાકાત પટિયાલા જેલમાં લોરેન્સ ગેંગ સાથે થઈ હતી.
Mohammad Zeeshan Akhtar માત્ર 21 વર્ષનો છે
7 જૂને જેલમાંથી છૂટ્યા બાદ Mohammad Zeeshan Akhtar સૌથી પહેલા હરિયાણાના કૈથલમાં ગુરમેલના ઘરે ગયો હતો. Mohammad Zeeshan Akhtar સાથે તમામ આરોપીઓ મુંબઈમાં સાથે રહેતા હતાં. Mohammad Zeeshan Akhtar એ જ Baba Siddique ની હત્યા કેસને અંજામ આપવા માટે ભાડાના રૂમ અને અન્ય લોજિસ્ટિકલ સપોર્ટની વ્યવસ્થા કરી હતી. આરોપી Mohammad Zeeshan Akhtar માત્ર 21 વર્ષનો છે. આરોપી એટલો હોશિયાર હતો કે તે 2022 માં વિદેશી નંબર પર વોટ્સએપનો ઉપયોગ કરતો પકડાયો હતો.
આ પણ વાંચો: Baba Siddique ની હત્યા બાદ ફેરબુક પોસ્ટ કરનારના ઘરે દરોડા પાડતા...