Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai Police: નશીલી દવા, બ્લેકમેઈલ અને MMS! પતિ સાથે મળી બ્યુટિશિયન પત્નીએ કર્યો આવો કાંડ

Mumbai Police: દેશમાં અત્યારે અનેક પ્રકારના ક્રાઇમ થઈ રહ્યા છે. જેમાંથી અનેક બનાવો તો એવા હોય છે કે, જેની તપાસ કરતા પોલીસ પણ હેરાનીમાં પડી જાય છે. શું કોઈ વિચારી શકે કે એક મહિલા પોતાના પતિ સાથે પૈસા માટે કોઈ...
mumbai police  નશીલી દવા  બ્લેકમેઈલ અને mms  પતિ સાથે મળી બ્યુટિશિયન પત્નીએ કર્યો આવો કાંડ
Advertisement

Mumbai Police: દેશમાં અત્યારે અનેક પ્રકારના ક્રાઇમ થઈ રહ્યા છે. જેમાંથી અનેક બનાવો તો એવા હોય છે કે, જેની તપાસ કરતા પોલીસ પણ હેરાનીમાં પડી જાય છે. શું કોઈ વિચારી શકે કે એક મહિલા પોતાના પતિ સાથે પૈસા માટે કોઈ અપરાધિક કાર્ય કરાવી શકે? મુંબઈમાં એક મહિલાએ પોતાના પતિનો ઉપયોગ કરીને ક્રાઈમ કર્યું છે. મુંબઈમાં એક બ્યૂટી પાર્લર ચલાવતી મહિલાએ પોતાની આંખોની સામે જ એક યુવતીને રેપ કરાવ્યો હતો, અને એ પણ બીજા કોઈથી નહીં પરંતુ પોતાના જ પતિથી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ મહિલાએ પોતાની 22 વર્ષની એક ગ્રાહકને નશીલી દવાઓ આપીને તેના પતિ દ્વારા દુષ્કર્મ કરાવ્યું હતું.

મુંબઈ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી

મળતી વિગતો પ્રમાણે આરોપી મહિલાએ રેપ કરાવીને તેનો વીડિયો પણ બનાવી લીધો હતો. આ વીડિયોમાં તે મહિલાનો પતિ જોવા મળ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ મહિલાએ પીડિત યુવતીને ધમકી આપી હતી અને જો કોઈને આ બાબતે જણાવીશ તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકીઓ પણ આપી હતી. નોંધનીય છે કે, આ વીડિયોના આધારે પીડિત યુવતીને બ્લેકમેલ કરીને પૈસા પણ માંગ્યા હતા.

Advertisement

પીડિત યુવતી ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી

મળતી વિગતો પ્રમાણે મહિલા બ્યુટિશિયન પહેલેથી પીડિતાને જણાતી હતી. પીડિત મહિલા ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી. પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, રવિવારે બ્યુટિશિયન મહિલાએ પીડિયાને ફોન કર્યા અને પોતાના ઘરે બોલાવી હતી. આ દરમિયાન વાતો કરતી વખતે તેને સોફ્ટ ડ્રિન્ક પીવા માટે આપી હતી. નોંધનીય છે કે, તે પીણામાં નશીલી દવા હોવાથી પીડિયા બેહોશ થઈ ગઈ હતી. ત્યાર બાદ આરોપી મહિલાએ પોતાના પતિને બોલાવીને પીડિયાને સાથે દુષ્કર્મ કરાવ્યું હતું

Advertisement

આરોપી મહિલાએ પીડિયા પાસે માંગ્યા 10 હજાર રૂપિયા

નોંધનીય છે કે, જ્યારે પીડિયાને હોશ આવ્યો ત્યારે તેનો રેપ થઈ ગયો હતો. આરોપી મહિલાએ તેનો વીડિયો પણ બનાવી દીધો હતો. પહેલા આરોપી મહિલાએ પીડિતા પાસે 10 હજાર રૂપિયા માંગ્યા હતા. પરંતુ પીડિતાએ પૈસા આપવાની જગ્યા માલવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી. પોલીસે અત્યારે આરોપી મહિલા અને તેના પતિની ધરપકડ કરી લીધી છે. આ સાથે Mumbai Police એ વીડિયો મામલે તપાસ પણ હાથ ધરી છે. નોંધનીય છે કે, કાર્યવાહીના ભાગરૂપે પીડિયાને મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો છે.

આ પણ વાંચો: Tricks : શખ્સે પાણીના માટલાને બનાવી દીધું ઓટોમેટિક મશીન, જુઓ Video

આ પણ વાંચો: AI દ્વારા બનાવવામાં આવ્યો CM યોગીનો ડીપ Fake Video, પોલીસે આરોપીની કરી ધરપકડ…

આ પણ વાંચો: Jammu Kashmir: આતંકીઓનો થશે અંત ! ભારતીય જવાનોએ બનાવ્યો આ ખાસ પ્લાન

Tags :
Advertisement

.

×