ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mumbai Ganesh Visarjan: 400 કિલો RDXથી ઉડાવી દઈશું મુંબઈ, શહેરમાં 14 PAK આતંકીઓ ઘૂસ્યા

Mumbai Ganesh Visarjan: મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે જેમાં ગણેશ વિસર્જન સમયે 1 કરોડ લોકો મરશે તેવું જણાવ્યું
02:05 PM Sep 05, 2025 IST | SANJAY
Mumbai Ganesh Visarjan: મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે જેમાં ગણેશ વિસર્જન સમયે 1 કરોડ લોકો મરશે તેવું જણાવ્યું
Mumbai Ganesh Visarjan, Mumbai, Police, Threatening, Ganesh Visarjan, GujaratFirst

Mumbai Ganesh Visarjan: મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ગણેશ વિસર્જન સમયે 1 કરોડ લોકો મરશે તેવો મુંબઈ પોલીસને ધમકીભર્યો મેસેજ આવ્યો છે. આ ધમકીભર્યો મેસેજ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ નંબર પર મોકલવામાં આવ્યો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે શહેરમાં 34 વાહનોમાં હ્યૂમન બોમ્બ મૂકવામાં આવ્યા છે અને વિસ્ફોટ પછી આખું મુંબઈ હચમચી જશે.

14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે

આ ઉપરાંત પોતાને "લશ્કર-એ-જેહાદી" નામનું સંગઠન ગણાવતા વ્યક્તિએ લખ્યું છે કે 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે. ન્યૂઝ એજન્સી PTIએ પણ આ ન્યૂઝની પુષ્ટી કરી છે.

Mumbai Ganesh Visarjan: મુંબઈમાં વિસ્ફોટ કરવા માટે 400 કિલો RDXનો ઉપયોગ કરવામાં આવશે

આ ધમકીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં વિસ્ફોટ કરવા માટે 400 કિલો RDXનો ઉપયોગ કરવામાં આવશે, જે 1 કરોડ લોકોના જીવ લઈ શકે છે. આ ધમકી બાદ મુંબઈ પોલીસ સંપૂર્ણપણે સતર્ક થઈ ગઈ છે અને શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ ભારતના સૌથી ગીચ વસ્તીવાળા શહેરોમાંનું એક છે. પોલીસ આ ધમકીની દરેક રીતે તપાસ કરી રહી છે.

મુંબઈમાં મોટા બોમ્બ વિસ્ફોટ અને આતંકવાદી હુમલા વિશે જાણો....

આ પણ વાંચો: PM Modi એ Teachers Day ની શુભેચ્છાઓ પાઠવી, શિક્ષકોની પ્રતિબદ્ધતા અને કરુણાની પ્રશંસા કરી

Tags :
ganesh visarjanGujaratFirstMUMBAIMumbai Ganesh Visarjanpolicethreatening
Next Article