Mumbai : બાંદ્રા સ્ટેશન પર નાસભાગ, દિવાળી પર ઘરે જાવ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
- મુંબઈમાં મોટી દુર્ઘટના
- બાંદ્રાના રેલ્વે સ્ટેશન પર નાસભાગ
- નાસભાગમાં 9 લોકો ઘાયલ
દેશ છોડીને બહાર કામ કરી રહેલા લોકો હવે દિવાળી પર પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. ત્યારે મોટા મોટા શહેરોના રેલ્વે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળે છે. આવું જ એક દ્રશ્ય મુંબઈ (Mumbai)ના બાંદ્રા સ્ટેશન પર જોવા મળ્યું હતું. દિવાળી પર ઘરે જવાની ભીડ વચ્ચે મુંબઈ (Mumbai)ના બાંદ્રા સ્ટેશન પર રવિવારે નાસભાગ મચી ગઈ હતી. BMC અધિકારીએ જણાવ્યું કે બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 1 પર ભીડને કારણે મચેલી નાસભાગમાં 9 લોકો ઘાયલ થયા છે. ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટના બંદ્રા-ગોરખપુર એક્સપ્રેસન ઉપડતા પહેલા પ્લેટફોર્મ નંબર 1 પર બની હતી. સાત ઘાયલોની હાલત સ્થિર છે જયારે બે ગંભીર રીતે ઘાયલ છે. રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના બંદ્રા ટર્મિનલના પ્લેટફોર્મ નંબર એક પર સવારે 5.56 વાગ્યે બની હતી. જયારે મુંબઈ (Mumbai)થી ગોરખપુર જઈ રહેલી ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી હતી.
દિવાળી પહેલા ઘરે જવા માટે લોકો એકઠા થયા હતા...
મુસાફરો ટ્રેનમાં ચઢવાની ઉતાવળમાં હતા ત્યારે અચાનક નાસભાગ મચી ગઈ હતી, જેમાં નવ લોકો ઘાયલ થયા હતા. એક વીડિયોમાં એક રેલ્વે પોલીસ કર્મચારી ઘાયલ મુસાફરને ખભા પર લઇ જતો દેખાઈ રહ્યો છે. બીજા વીડિયોમાં બે લોકો જમીન પર પડેલા છે અને તેમના કપડા પર લોહીના ડાઘા છે.
આ પણ વાંચો : Petrol Price: લોકોને મળી દિવાળી ગિફ્ટ, પેટ્રોલની કિંમતમાં 6 રૂપિયાનો ઘટાડો
મુસાફરોની ભારે ભીડ...
BMC એ અપડેટમાં કહ્યું, કે રેલ્વે સ્ટેશન પર સ્થિતિ નિયંત્રણમાં છે અને ઘાયલોને ભાભા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે દિવાળી પહેલા 22921 બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા માટે મુસાફરોની ભારે ભીડ હતી.
ઈજાગ્રસ્તોની ઓળખ થઈ...
આ પણ વાંચો : Hyderabad Rave party માં પોલીસના દરોડા, CM ની નજીકના સંબંધીની ધરપકડ
અધિકારીએ જણાવ્યું કે ઘાયલોની ઓળખ શબીર અબ્દુલ રહેમાન (40), પરમેશ્વર સુખદર ગુપ્તા (28), રવિન્દ્ર હરિહર ચુમા (30), રામસેવક રવિન્દ્ર પ્રસાદ પ્રજાપતિ (29), સંજય તિલકરામ કાંગે (27), દિવ્યાંશુ યોગેન્દ્ર યાદવ (18), મોહમ્મદ શરીફ શેખ (25), ઈન્દરજીત સહાની (19) અને નૂર મોહમ્મદ શેખ (18) તરીકે થઈ છે.
વિપક્ષે રેલ્વે મંત્રીને ઘેર્યા...
આ ઘટના પર શિવસેના (UBT)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું, 'આ સરકારમાં રાજ્યના સામાન્ય માણસ અને ગરીબોના જીવની કોઈ કિંમત નથી. જ્યારે 9 થી વધુ લોકો ઘાયલ થયા છે. શું આ માટે રેલવે અને મંત્રીની કોઈ જવાબદારી છે? તેમને મહારાષ્ટ્ર ચૂંટણી માટે BJP ના પ્રભારી બનાવવામાં આવ્યા છે, તેઓ ચૂંટણી જીતવા માટે અહીં રોકાયા છે, પરંતુ તેમની પાસે સામાન્ય માણસના જીવનની કોઈ જવાબદારી નથી.
આ પણ વાંચો : BMW માં આવેલી મહિલાએ દુકાન બહાર એવી હરકત કરી કે VIDEO થયો VIRAL