ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maharashtra : Mumbai પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી, આ માર્ગોનો ઉપયોગ કરશો નહીં...

Maharashtra માં કાલે શપથ ગ્રહણ સમારોહ અને મહાપરિનિર્વાણ દિવસ આવતી કાલે Mumbai પોલીસ માટે બે મોટી ઘટનાઓ ટ્રાફિક પોલીસે 5 થી 7 ડિસેમ્બર સુધી એડવાઈઝરી જારી કરી હતી મહારાષ્ટ્ર (Maharashtra)ના નવા CM નું (Maharashtra New CM) સસ્પેન્સ ખતમ થઇ...
12:40 PM Dec 04, 2024 IST | Dhruv Parmar
Maharashtra માં કાલે શપથ ગ્રહણ સમારોહ અને મહાપરિનિર્વાણ દિવસ આવતી કાલે Mumbai પોલીસ માટે બે મોટી ઘટનાઓ ટ્રાફિક પોલીસે 5 થી 7 ડિસેમ્બર સુધી એડવાઈઝરી જારી કરી હતી મહારાષ્ટ્ર (Maharashtra)ના નવા CM નું (Maharashtra New CM) સસ્પેન્સ ખતમ થઇ...
  1. Maharashtra માં કાલે શપથ ગ્રહણ સમારોહ અને મહાપરિનિર્વાણ દિવસ
  2. આવતી કાલે Mumbai પોલીસ માટે બે મોટી ઘટનાઓ
  3. ટ્રાફિક પોલીસે 5 થી 7 ડિસેમ્બર સુધી એડવાઈઝરી જારી કરી હતી

મહારાષ્ટ્ર (Maharashtra)ના નવા CM નું (Maharashtra New CM) સસ્પેન્સ ખતમ થઇ ગયું છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની કોર કમિટીની ટીમે આજે મહારાષ્ટ્ર (Maharashtra)ના આગામી CM માટે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે. મુંબઈમાં BJP ની કોર ગ્રુપની બેઠક પૂરી થઈ ગઈ છે અને વિધાયક દળની બેઠક શરૂ થઈ ગઈ છે અને ભાજપના ધારાસભ્યોની સાથે સરકારને ટેકો આપતા અપક્ષ ધારાસભ્યો પણ મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભા પહોંચ્યા છે.

આઝાદ મેદાન ખાતે દાદરના શિવાજી પાર્ક સ્થિત ચૈત્ય ભૂમિ અને મહાપરિનિર્વાણ દિવસના શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને મુંબઈ (Mumbai) પોલીસે વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. મુંબઈ (Mumbai)માં PM સહિત અનેક VVIP ના આગમનને કારણે આઝાદ મેદાનને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. સ્થળની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. જોઈન્ટ સીપી સત્ય નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે, વ્યવસ્થા અંગેની સત્તાવાર માહિતી બુધવારે જાહેર કરવામાં આવશે. તે જ સમયે, દાદરમાં મહાપરિનિર્વાણ દિવસને લઈને પોલીસ પણ વધારાની તકેદારી લઈ રહી છે.

 

મુંબઈ (Mumbai) ટ્રાફિક પોલીસે 5 થી 7 ડિસેમ્બર માટે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. દર વર્ષની જેમ આ વખતે પણ હજારો અનુયાયીઓ ચૈત્યભૂમિ પર આવીને બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપશે તેવી અપેક્ષા છે. આ સમયગાળા દરમિયાન દાદર અને તેની આસપાસના વાહનોની અવરજવરને અસર થશે.

આ પણ વાંચો : Maharashtraના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી

મુંબઈમાં ટ્રાફિકને લઈને શું એડવાઈઝરી છે?

વાહનોની સરળ અવરજવર અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વતંત્ર વીર સાવરકર રોડ અને એસકે બોલે રોડ બંધ અથવા ડાયવર્ટ કરવામાં આવશે. જ્યારે એસવી રોડ, એલજે રોડ, ગોખલે રોડ અને સેનાપતિ બાપટ રોડ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. તિલક બ્રિજ અને એનસી કેલકર રોડ સુધી જવાના રસ્તાઓ બંધ રહેશે. સ્વતંત્ર વીર સાવરકર રોડ, જ્ઞાનેશ્વર મંદિર રોડ, રાનડે રોડ અને આસપાસના રસ્તાઓ સહિત અનેક રસ્તાઓ પર નો-પાર્કિંગ ઝોન લાગુ કરવામાં આવશે. સેનાપતિ બાપટ માર્ગ અને કામદાર સ્ટેડિયમમાં પાર્કિંગ ઉપલબ્ધ રહેશે.

અહીં ટ્રાફિક પર પ્રતિબંધો...

આ પણ વાંચો : Fadnavis: નેતૃત્વ કૌશલ્ય અને વ્યવહારિક અભિગમ માટે જાણીતા..!

ભારે વાહનો માટે પ્રતિબંધો...

નો પાર્કિંગ ઝોન...

આ પણ વાંચો : Narain Chaura કોણ? જેણે સુવર્ણ મંદિરમાં સુખબીર બાદલ પર ગોળી ચલાવી...

Tags :
MaharashtraMaharashtra CMmaharashtra cm oathMUMBAIMumbai NewsMumbai Policemumbai traffic advisorymumbai traffic alertmumbai traffic update
Next Article