આખરે કેમ મંત્રીઓ આ બંગલાને શાપિત અને મનહૂસ ગણાવે છે?
- બંગલો શાપિત અથવા મનહૂસ બંગોલ તરીકે માનવામાં આવે છે
- કૌભાંડમાં નામ સામે આવતાં તેમણે રાજીનામું આપવું પડ્યું
- રૂમ નંબર 601 અને 602 પણ અશુભ માનવામાં આવે છે
Mumbai unlucky Ramtek bungalow : Ramtek bungalow અને રૂમ અંગે નિષ્ણાતોના અલગ-અલગ મંતવ્યો છે. કેટલાક તેને વાસ્તુ દોષ માને છે, જ્યારે કેટલાક તેને માત્ર સંયોગ માને છે. પરંતુ ડર એટલો ઊંડો છે કે મંત્રીઓ તેમાં જવાનું ટાળી રહ્યા છે. હવે સવાલ એ છે કે આ માત્ર એક સંયોગ છે કે અન્ય કોઈ કારણ છે. મહારાષ્ટ્ર સરકારમાં ફડણવીસ કેબિનેટના મંત્રીઓને બંગલા ફાળવવામાં આવ્યા છે, પરંતુ આ દિવસોમાં એક ખાસ બંગલો ચર્ચામાં છે.
બંગલો શાપિત અથવા મનહૂસ બંગોલ તરીકે માનવામાં આવે છે
આ બંગલાનું નામ Ramtek bungalow છે, જે મંત્રીઓમાં શાપિત અથવા મનહૂસ બંગોલ તરીકે માનવામાં આવે છે. આ બંગલાને લઈને એવો ડર છે કે મંત્રીઓ તેમાં રહેવા માટે ખચકાય છે.Ramtek bungalow વિશે ઘણી અફવાઓ અને વાર્તાઓ પ્રચલિત છે. આ બંગલામાં રહેતા અનેક મંત્રીઓ ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા છે. તો કહેવાય છે કે અહીં રહેતા નાયબ મુખ્યમંત્રી ક્યારેય મુખ્યમંત્રી બની શક્યા નથી. તો આ બંગલામાં રહેતા અનેક મંત્રીઓની રાજકીય કારકિર્દી જોખમમાં મુકાય છે.
આ પણ વાંચો: India ની કોર્ટમાં પેન્ટિંગ ચેક બાઉન્સના કેસ જાણીને સ્તબ્ધ થઈ જશો
કૌભાંડમાં નામ સામે આવતાં તેમણે રાજીનામું આપવું પડ્યું
જોકે તાજેતરમાં ફડણવીસ સરકારમાં મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેને Ramtek bungalow ફાળવવામાં આવ્યો છે, પરંતુ તેઓ હજુ સુધી તેમાં શિફ્ટ થયા નથી. તો સમાચાર એ છે કે, તેઓ પંકજા મુંડે સાથે આ બંગલાની અદલાબદલી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બંગલામાં રહેતા છગન ભુજબળને સ્ટેમ્પ પેપર કૌભાંડમાં નામ સામે આવતાં તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
રૂમ નંબર 601 અને 602 પણ અશુભ માનવામાં આવે છે
તે પછી એકનાથ ખડસે 2014 માં કૃષિ મંત્રી તરીકે આ બંગલામાં રહેતા હતા, પરંતુ ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમણે પદ છોડવું પડ્યું હતું. આવા અનેક મંત્રીઓના કિસ્સા સામે આવેલા છે. આ Ramtek bungalow નહીં, પણ મંત્રાલયમાં રૂમ નંબર 601 અને 602 પણ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ રૂમમાં જે પણ બેસે તેને નુકસાન થાય છે. ઘણા નેતાઓને તેમના મંત્રી પદ પણ ગુમાવવા પડ્યા હતા.
આ પણ વાંચો: India બન્યું છાણ માટે સોનાની ખાણ, વિદેશમાં કરોડમાં ઉઠી માગ