ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હત્યા : જૂની અદાવતમાં યુવકની ચપ્પુથી હત્યા

Vadodara : વડોદરામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ખુની ખેલ ખેલવામાં આવ્યો હતો. વડોદરાના આજવા રોડ પર નારાયણ સોસાયટી પાસે અક્ષય નામના એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવતા હાંહાકાર મચી ગયો હતો. નવા વર્ષના દિવસે બનેલી હત્યાની ઘટનાએ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરી દીધો છે
05:02 PM Oct 22, 2025 IST | Mujahid Tunvar
Vadodara : વડોદરામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ખુની ખેલ ખેલવામાં આવ્યો હતો. વડોદરાના આજવા રોડ પર નારાયણ સોસાયટી પાસે અક્ષય નામના એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવતા હાંહાકાર મચી ગયો હતો. નવા વર્ષના દિવસે બનેલી હત્યાની ઘટનાએ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરી દીધો છે

Vadodara : વડોદરાના આજવા રોડ પર આવેલી નારાયણ સોસાયટી પાસે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક યુવાનની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે, જે જૂની અદાવતને કારણે થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. મૃતક અક્ષય સોલંકી (ઉં. 28)ના છાતીના ભાગમાં ચપ્પુથી ઘા મારીને તેની ઘાતકી મોત હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ નવા વર્ષના ઉત્સાહ વચ્ચે હાંહાકાર ફેલાવી દીધો છે. સુરતના બાપોદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખસેડ્યો છે. આરોપીઓની ઓળખ કરીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ગત 21 ઓક્ટોબર, 2025ની સાંજે (નૂતન વર્ષની પૂર્વ સંધ્યા) આજવા રોડ પર નારાયણ સોસાયટીની નજીક અક્ષય સોલંકી પર હુમલો થયો. પ્રાથમિક માહિતી અનુસાર, જૂની અદાવતને કારણે અજાણ્યા આરોપીઓએ અચાનક તેના ઉપર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ ચપ્પુથી છાતીમાં ઘા કરીને ઘટનાસ્થળથી ભાગી ગયા હતા. અક્ષયને તાત્કાલિક SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેને ગંભીર ઇજા પહોંચી હોવાથી તેનો જીવ બચાવી શકાયો નહતો. સ્થાનિક વાસીઓએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. બાપોદ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. આરોપીઓની શોધવા માટે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, અને સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરાઈ રહ્યું છે.

આ પણ વાંચો- SURAT : રેલવે વિભાગે કર્યું ‘બુદ્ધિ’નું પ્રદર્શન, મુસાફરો વતન પહોંચ્યા ત્યાર પછી ઉધના સ્ટેશન પર મંડપ અને લાઇટની વ્યવસ્થા

આજવા રોડ વડોદરાનો વ્યસ્ત વિસ્તાર છે, જ્યાં નારાયણ સોસાયટી જેવી રહેણાંકીઓમાં મધ્યમ વર્ગીય પરિવારો રહે છે. અક્ષય સોલંકી, જે સ્થાનિક વેપારી તરીકે જાણીતા હતા, તેમની જૂની અદાવતને કારણે આ હુમલો થયો હોવાનું પોલીસને અનુમાન છે. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે, અક્ષયને અગાઉ પણ ધમકીઓ મળતી હતી, પરંતુ તેમણે તેની ગંભીરતા લીધી નહોતી.

ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક સમયથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક ચિંતાજનક પ્રશ્નો ઉભા થયા છે. ગુજરાતના મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટમાં હત્યાઓના બનાવોમાં પ્રતિદિવસ વધારો થઈ રહ્યો છે. આ હત્યાઓ અને ક્રિમિનલ પ્રવૃત્તિઓને લઈને કાયદો અને વ્યવસ્થા ઉપર પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. પાછલા દિવસોમાં મંત્રીમંડળના વિસ્તરણમાં એક વખત ફરીથી રાજ્યનું ગૃહખાતું હર્ષ સંઘવીને સોંપવામાં આવતા ગુનાહિત પ્રવૃત્તિઓ પર બ્રેક લાગવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- કેન્દ્રીય મંત્રી Mansukh Mandaviya એ પોતાના વતનમાં કરી નવા વર્ષની ઉજવણી,દેશવાસીઓને નવા વર્ષની પાઠવી શુભેચ્છા

Tags :
#AjwaRoad#AkshaySolanki#BapodPolice#NarayanSociety#NewYearMurder#VadodaramurderGujaratCrimeoldenmity
Next Article