ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jetpur: થાણાગાલોલમાં ખેલાયો ખૂની ખેલ! હિસાબનો વિવાદ હત્યા સુધી પહોંચી ગયો

Jetpur: જેતપુરના થાણાગાલોલમાં મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો. 32 વર્ષીય યુવાનની હત્યા થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક વર્ષ પહેલાં ગામમાં આવેલ વેલનાથ મંદિરે થયેલ માંડવાના આયોજનનો હિસાબ રાખનાર રણજિત મકવાણાને તેના પિતરાઈ ભાઈ અશોક મકવાણાએ મોડી રાત્રે...
10:08 PM Jul 13, 2024 IST | VIMAL PRAJAPATI
Jetpur: જેતપુરના થાણાગાલોલમાં મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો. 32 વર્ષીય યુવાનની હત્યા થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક વર્ષ પહેલાં ગામમાં આવેલ વેલનાથ મંદિરે થયેલ માંડવાના આયોજનનો હિસાબ રાખનાર રણજિત મકવાણાને તેના પિતરાઈ ભાઈ અશોક મકવાણાએ મોડી રાત્રે...
Jetpur News

Jetpur: જેતપુરના થાણાગાલોલમાં મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો. 32 વર્ષીય યુવાનની હત્યા થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક વર્ષ પહેલાં ગામમાં આવેલ વેલનાથ મંદિરે થયેલ માંડવાના આયોજનનો હિસાબ રાખનાર રણજિત મકવાણાને તેના પિતરાઈ ભાઈ અશોક મકવાણાએ મોડી રાત્રે હિસાબ મામલે ચર્ચા કરવા બોલાવી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો. નોંધનીય છે કે, જેતપુર તાલુકા પોલીસે આરોપીને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી છે.

હિસાબનો વિવાદ હત્યા સુધી

બનાવની વિગતો મુજબ જેતપુરના થાણાગાલોલ ગામે રહેતાં મિલનભાઈ મગનભાઈ મકવાણા ઉ.29 એ ભાઈ રણજીતની હત્યા અંગે અશોક વજુ મકવાણા સામે જેતપુર તાલુકા પોલીસમાં હત્યાની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મજુરી કામ કરે છે. ત્રણ ભાઇઓમાં સૌથી મોટો રૂપસીંગભાઈ તેનાથી નાનો રણજીતભાઈ હતો. પિતાનું ત્રણેક વર્ષ પહેલા અવસાન થયેલ છે. ગત રાત્રે ઘરે જમીને બેઠા હતાં, ત્યારે તેનો મોટો ભાઈ રણજીત ઘરે આવેલ અને તરત જ બહાર જતો રહેલ અને થોડીવાર બાદ તેના મિત્ર વિજય ઉર્ફે જગો કિડીયાનો ફોન આવ્યો અને કહ્યું કે તારો ભાઈ રણજીત અને અશોક મકવાણા બંને મેલડીમાના મંદિરે જવાના રસ્તે ઝગડો કરે છે અને રણજીત ત્યાં જ જમીન પર પડી ગયો છે. તેને લોહી નીકળી રહ્યું છે, જેથી તું જલદી અહીં આવી જા.

ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો

નોંધનીય છે કે, તેવી વાત કરતા તે બાઈક લઈ મંદિરે જવાના કાચા રસ્તે ગયો અને જઈને જોયુ તો ત્યાં અશોક હાજર હતો. તેનો ભાઈ રણજીત જમીન પર પડેલ હતો. ફરિયાદીને જોઈ અશોક તેનુ બાઈક લઈ થાણાગાલોલ બાજુ ગામમાં ભાગી ગયો અને તે ભાઈ રણજીત પાસે જઈને જોયુ તો તેના પડખાના ભાગેથી લોહી નીકળતુ હતું. રણજીત કંઈ બોલતો ન હોય બેભાન જેવો થઈ જતાં અન્ય મિત્રોને બોલાવી રણજિતને લોહીલુહાણ હાલતમાં પ્રથમ જેતપુર ખાનગી હોસ્પિટલ ખાતે અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.

અવાન નવાર મૃતક સાથે થયો હતો ઝઘડો

બનાવની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવનું કારણ એવું છે કે, સવા વર્ષ પહેલા ગામમા સમસ્ત કોળી સમાજ વેલનાથ મંદિરે માંડવો કરવાનુ આયોજન કર્યું હતુ. જેમા માંડવાના ખર્ચ માટે એક કમિટી બનેલ હતી. ખર્ચનો વહિવટ તેનો ભાઈ રણજીત પાસે હોય અને અશોક આ માંડવામા થયેલ ખર્ચ બાબતે અવાર નવાર હિસાબ માંગતો હોય અને કહેતો હોય કે તુ માતાજીના માંડવામા થયેલ ફાળાના પૈસા ખાઇ ગયો છે. આ બાબતે અવાર નવાર મૃતક રણજીત સાથે ઝગડો કરતો હતો.

રણજીતને તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરી હતી

ઉલ્લેખનીય છે કે, હિસાબની બાબતે ચર્ચા કરવા માટે બોલાવી તેની સાથે ઝગડો કરી રણજીતને તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. ભોગ બનનાર યુવાન અને હત્યારો બંને પિતરાઈ ભાઈ થતાં હોવાનું સામે આવ્યું છે. જેતપુર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ઘટના સ્થળેથી છરી કબ્જે કરી હતી. તેમજ આરોપી અશોક મકવાણાને સકંજામાં લઈ સઘન પૂછતાછ હાથ ધરી છે.

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર

આ પણ વાંચો: Kheda: વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ખાઈ રહી છે ધૂળ! આને ભ્રષ્ટાચાર ગણવો કે બેદરકારી?

આ પણ વાંચો: Bharuch: એક ખોટી પોસ્ટે હજારો ગ્રામજનોને ભયમાં મૂક્યા, જાણો શું હતો મેસેજ…

આ પણ વાંચો: Gujarat: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી કાર્યકર્તાને ધમકી!

Tags :
Gujarati NewsJetpur Latest NewsJetpur NewsLatest Gujarati Newslocal newsMurdermurder caseMurderous gameRAJKOTVimal Prajapati
Next Article