BZ કૌભાંડમાં CID ક્રાઇમે તપાસ કરતા સામે આવ્યા રહસ્યમય કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન
- આશરે 100 કરોડથી વધુની મિલકતો સીઝ કરવામાં આવી
- છેતરાયેલા લોકોને તેમનું પૈસા પરત મળે તે માટે પણ પ્રયાસો કરાશે
- અત્યાર સુધીમાં આ કૌભાંડમાં સંડોવાયેલા 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
Gujaratમાં BZ કૌભાંડમાં CID તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં અત્યાર સુધી ત્રણ ફરિયાદ દાખલ થઈ છે. તેમજ મયુર દરજીની પણ કાર જપ્ત કરવામાં આવી છે. તથા 100થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. રોકડ રકમનો કઈ રીતે ઉપયોગ થતો હતો તેની તપાસ ચાલુ છે. તેમજ ચાર કંપનીના 16 એકાઉન્ટ મળી આવ્યા છે તથા ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે પ્રયાસ ચાલુ છે અને એક ચોપડા ઉપર રૂપિયા 50 કરોડના વ્યવહારનો ઉલ્લેખ છે. જેમાં 27 નવેમ્બરના રોજ ફરિયાદ નોંધાઈ હતી તેમાં આંગડીયાથી નાણાંની હેરફેર થતી હતી. પોલીસ તપાસમાં 18 પ્રોપટી ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામ પર છે. તેમજ 4 કંપનીના 16 એકાઉન્ટમાં 360 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે.
અત્યાર સુધીમાં BZ scamમાં સંડોવાયેલા 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
BZ Scam મામલે CID ક્રાઇમની પ્રેસ કોંફરન્સમાં તમામ માહિતી સામે આવી છે. જેમાં કૌભાંડની તપાસમાં નવા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આ કૌભાંડમાં સંડોવાયેલા 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના બેંક ખાતાઓની તપાસમાં 360 કરોડ રૂપિયાના ટ્રાન્જેકશનના ખુલાસાઓ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ કૌભાંડ કેટલા મોટાપાયે ચાલતું હતું.આરોપીઓ ગેરકાયદેસર રીતે પૈસાની લેવડદેવડ કરવા માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરતા હતા. આ સિવાય, સીઆઇડી (CID) ક્રાઇમે હાલમાં આ કૌભાંડમાં મેળવેલી રકમને બેનામી સંપત્તિમાં રોકવામાં આવી હતી કે કેમ તેની તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં છેતરાયેલા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
BZ Scam રાજ્યભરમાં ફેલાયેલુ છે તેવુ તપાસમાં સામે આવ્યું
અત્યાર સુધીમાં 100થી વધુ અરજદારોએ BZ Scam મામલે સીઆઇડી ક્રાઇમ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. આ અરજદારોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના લોકોનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે આ કૌભાંડ રાજ્યભરમાં ફેલાયેલું છે. CID ક્રાઈમ દ્વારા BZ FINANCIAL SERVICE તથા BZ INTERNATIONAL BROKING PRIVET LTD અને BZ PROFIT PLUS, BZ MULTI TRADE આમ કુલ ચાર કંપનીઓના 2020થી 2024 દરમ્યાન વ્યવહારો તપાસતા આ ચારેય કંપનીઓના 16 બેંક ખાતાઓમા રોકાણકારોએ કુલ રૂ. 360, 72, 65, 524નું રોકાણ થયેલ હોવાની વિગત મળી આવેલ છે. આ ચારેય બેન્ક ખાતાઓમાંથી નાણા અરસ-પરસ સરક્યુલર ટ્રાન્જેકશન થયેલ હોવાની પણ વિગતો મળી આવેલ છે.
આ પણ વાંચો: Banaskantha: પાલનપુરના 2 ઓપરેટરોએ કર્યું Aadhaar cardમાં સેટિંગ, મોટું કૌભાંડ સામે આવવાની સંભાવના
આશરે 100 કરોડથી વધુની મિલકતો સીઝ કરવામાં આવી
આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોનો વિશ્વાસ કરાવવા રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ ઉંચુ વળતર આપી રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરીને કરોડો રૂપિયાનું રોકાણ કરાવેલ હોવાના પુરાવા સીઆઇડી (CID)ને મળી આવેલ છે. સીઆઇડી (CID)ની તપાસ દરમ્યાન આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ફકત એક જ બ્રાંચમાંથી રોકડ વ્યવહાર ટ્રાન્જેક્શનની તપાસમા કુલ રૂપિયા 52 કરોડ રોકડા રોકાણકારોએ આપેલ હોવાનુ સામે આવ્યુ છે.આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોના નાણાંમાથી વિવિધ જગ્યાએ 17 જેટલી મિલકતો વસાવી છે, જે મિલકતોની બજાર કિંમત આશરે 100 કરોડથી વધુની થાય છે. તે તમામ મિલકતો સીઝ કરવામાં આવી છે.
છેતરાયેલા લોકોને તેમનું પૈસા પરત મળે તે માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
તપાસ એજન્સીઓ હાલમાં આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને શોધી રહી છે. આ ઉપરાંત, BZ scamમાં સંડોવાયેલા એજન્ટોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સીઆઇડી(CID) ક્રાઇમ આ તમામ એજન્ટોની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે આ કૌભાંડના કારણે રાજ્યના ઓછામાં ઓછા 8 જિલ્લાઓના લોકોને નુકસાન થયું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા અને છેતરાયેલા લોકોને ન્યાય અપાવવા માટે સરકાર કડક કાર્યવાહી કરશે તેવી આશા છે. સીઆઇડી ક્રાઇમ આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોને ઝડપી પાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત, છેતરાયેલા લોકોને તેમનું પૈસા પરત મળે તે માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


