Narmada : SOU ની સામે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો મામલો, પીડિત પરિવારોની સાથે ચૈતર વસાવાએ કર્યો વાર્તાલાપ
- ગેરકાયદેસર બાંધકામ પર ફર્યું દાદાનું બુલડોઝર
- નર્મદા SOUની સામે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
- ધારાસભ્ય ચૈતર વસાવાએ 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું
- લોકોના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી
નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ડીમોલેશનની સામે 34 દુકાનો અને 10 મકાનોનું બે દિવસ પહેલા ડીમોલેશન કરવામાં આવ્યું હતું. ડીમોલેશન બાદ આજે ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava MLA)એ મુલાકાત કરી છે. ચૈતર વસાવાએ જ્યાં ડીમોલેશન થયું તે સ્થળની મુલાકાત કરી હતી. ચૈતર વસાવાએ જ્યાં ડીમોલેશન થયું હતું. તે સ્થળની પણ મુલાકાત કરી છે. ચૈતર વસાવા (Chaitar Vasava MLA) એ 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો 15 દિવસમાં આ લોકોના પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સાથે મળીને ન્યાય અપાવવા માટે અમે લડીશું : ચૈતર વસાવા (ધારાસભ્ય, ડેડીયાપાડા)
ડેડીયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava MLA)એ જણાવ્યું હતું કે, જેટલી જમીનો સરદાર સરોવર નિગમમાં ગઈ છે. આ વિસ્તારના રોડ રસ્તામાં ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) માં ગઈ છે. તેમજ સરકારી આવાસો અને ભવનોમાં ગઈ છે. અને જે તે વખતે સરકાર દ્વારા તેમને વચનો આપ્યા હતા કે, તમને અમે રોજગારી આપશું. સ્થાનિકોને રોજગારી આપીશું. છતાં પણ સ્થાનિકોને રોજગારી આપવાની વાત તો દૂર રહી પણ જે લોકોની પોતાની રોજગારી હતી. એના પર પણ બુલડોઝર ફેરવીને ઘરો તોડીને ખાલી કરાવવામાં આવે છે. ત્યારે અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે આ કોના માટે ખાલી કરવામાં આવે છે. ભૂતકાળમાં 73AA ની જમીનો જે રીતે સરકાર છીનવી લીધી. અને ભવનો બનાવ્યા.મને લાગે છે હોટલો બનાવી, રિસોર્ટ બનાવ્યા એવા લોકો માટે આ બધુ તોડીને ખાલી કરાવવામાં આવતી હોય તેવું લાગે છે. આજે અમે આ લોકોની મુલાકાત લીધી છે. તેમજ આગામી સમયમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનના લોકો સાથે મળીને આ લોકોને ન્યાય અપાવવા માટે અમે લડીશું.
આ પણ વાંચોઃ Bhavnagar : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, લીંબુના ભાવનાં ઘડાટો થતા ખેડૂતોની સ્થિતિ કફોડી
ગેરકાયદે 34 જેટલી નાની મોટી દુકાનો હટાવવામાં આવી
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે છેલ્લા ઘણા સમયથી 34 જેટલી દુકાનો અને 10 મકાનોનું બે દિવસ પહેલા ડીમોલેશન કરવામાં આવ્યું હતું. ગેરકાયદે 34 જેટલી નાની મોટી દુકાનો હટાવવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 5 થી 6 jcb અને સામાન ભરવા માટે ટ્રેક્ટર લવાયા હતા. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશનની કામગીરીને લઈને ગામના લોકોનો હોબાળો થયો હતો. હોબાળાના પગલે 8 થી 10 લોકો ડિટેઈન કર્યા હતા.
આ પણ વાંચોઃ Bhavnagar : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, લીંબુના ભાવનાં ઘડાટો થતા ખેડૂતોની સ્થિતિ કફોડી