ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Narmada : 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે Chaitar Vasava નો વિરોધ, ઊગ્ર ધરણા પ્રદર્શનની ઉચ્ચારી ચીમકી!

મોટી સંખ્યામાં લોકો સાથે ચૈતર વસાવા (Chaitar Vasava) ધરણા પર ઉતર્યા હતા.
06:28 PM Nov 22, 2024 IST | Vipul Sen
મોટી સંખ્યામાં લોકો સાથે ચૈતર વસાવા (Chaitar Vasava) ધરણા પર ઉતર્યા હતા.
  1. SOU ખાતે ધારાસભ્ય Chaitar Vasava નું વિરોધ પ્રદર્શન (Narmada)
  2. મોટી સંખ્યામાં લોકો સાથે ચૈતર વસાવા ધરણા પર ઉતર્યા
  3. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રિક્ષા ચલાવવાની પરમિશન નહી: ચૈતર વસાવા
  4. જે લોકોએ જમીન ગુમાવી તેમની સાથે અન્યાય : ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીનાં (AAP) નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (Statue of Unity) ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો સાથે ચૈતર વસાવા (Chaitar Vasava) ધરણા પર ઉતર્યા હતા. ચૈતર વસાવાએ કહ્યું કે, જે લોકોએ જમીન ગુમાવી તેમની સાથે અન્યાય થયો છે. નર્મદાનાં (Narmada) અસરગ્રસ્તો ગુજરાન ચલાવવા રિક્ષા ચલાવે છે પરંતુ, પોતાના વિસ્તારમાં જ રિક્ષા ચલાવે તો ડિટેઇન કરવામાં આવે છે. ન્યાય નહી મળે તો મોટી સંખ્યામાં અમે ધરણા પ્રદર્શન કરીશું.

આ પણ વાંચો - ​​Surat : સચિન વિસ્તારમાં UPSC નાં વિધાર્થીએ એપાર્ટમેન્ટથી કૂદકો મારીને જીવન ટુંકાવ્યું

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રિક્ષા ચલાવવાની પરમિશન નહી : ચૈતર વસાવા

AAP નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar Vasava) મોટી સંખ્યામાં સમર્થકો સાથે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે વિરોધ દાખવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળનાં વહીવટી સંકૂલમાં ચૈતર વસાવા ધરણા પર ઉતર્યા હતા. દરમિયાન, ચૈતર વસાવાએ કહ્યું કે, જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે તે લોકો પરિવારનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવે છે. પરંતુ, આ લોકોને પોતાના ગામમાં જ હવે રિક્ષા ચલાવવા માટેની પણ પરમિશન આપવામાં આવતી નથી.

આ પણ વાંચો - Rajkot : નાગરિક બેંકનું સુકાન કોણ સંભાળશે ? પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે નામોની પસંદગી!

ન્યાય નહીં મળે તો મોટી સંખ્યામાં અમે ધરણા પ્રદર્શન કરીશું : ચૈતર વસાવા

ચૈતર વસાવાએ આગળ કહ્યું કે, નર્મદાનાં (Narmada) અસરગ્રસ્તો ગુજરાન ચલાવવા માટે પોતાનાં વિસ્તારમાં રિક્ષા ચલાવે તો પણ તેમને ડિટેઇન કરવામાં આવે છે. ચીમકી ઉચ્ચારતા ચૈતર વસાવાએ કહ્યું કે, આવનારા 10 દિવસમાં રિક્ષાચાલકોને તેમના વિસ્તારમાં રિક્ષા ચલાવવાની પરવાનગી આપવામાં નહીં આવે તો આવનારા સમયમાં વધુ મોટી સંખ્યામાં લોકો સાથે આવીને અમે ધરણા પ્રદર્શન કરીશું.

આ પણ વાંચો - Ahmedabad : High Court માં ગૂંજ્યો Khyati hospital 'કાંડ'! કોર્ટ મિત્રની રજૂઆત, HC ની ટકોર

Tags :
Aam Aadmi PartyAAPBJPBreaking News In GujaratiChaitar VasavaGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNarmadaNews In GujaratiSoUStatue of UnityStatue of Unity Authority
Next Article