Narmada: આઝાદીનાં વર્ષો બાદ પણ વિકાસ માટે વલખા મારતુ ગામ, ચોંકાવારા દ્રશ્યો આવ્યા સામે, જુઓ વીડિયો
- નર્મદાના ચાપટ ગામે વિકાસનો પનો પડ્યો ટૂંકો
- એક વ્યક્તિને સાપ કરડતા ઝોળીમાં નાખી દવાખાને લઈ ગયા
- 10 કિલોમીટર સુધી ચાલીને મુખ્ય માર્ગે ઉપર લાવ્યા હતા
- આઝાદીના આટલા વર્ષો બાદમાં ચાપટ ગામમાં નથી કોઈ સુવિધા
નર્મદાને જીલ્લો બન્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં આજે પણ જીલ્લાનાં અનેક વિસ્તારો વિકાસથી વંચિત છે. અવાર નવરા સગર્ભા મહિલાઓ કે ગંભીર રીતે બીમાર વ્યક્તિને તાત્કાલીક સારવાર મળે તે માટે દવાખાને લઈ જવા માટેની પણ સુવિધા ન હોઈ આદિવાસી વિસ્તારનાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. આજે નર્મદાનાં ચાપટ ગામે એક વ્યક્તિને તાત્કાલીક મેડીકલ સારવારની જરૂર પડતા ગ્રામજનો દ્વારા તેને ઝોળીમાં નાંખીને ભારે જહેમત બાદ દવાખાને લઈ જવામાં આવ્યો હતો.
મુખ્ય માર્ગ 10 કિલોમીટર દૂર
મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાનાં ચાટપ ગામનાં પેટા ફળિયામાં રહેતા ઈદ્રિસ વસાવાને સાપ કરડ્યો હતો. સાપ કરડ્યાની જાણ ઈદ્રિશ વસાવા દ્વારા ગ્રામજનોને કરતા ગ્રામજનો દ્વારા તાત્કાલીક શખ્સને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતું ચાપટ ગામથી મુખ્ય માર્ગ 10 કિલોમીટર દૂર હોઈ ગ્રામજનો દ્વારા દસ કિલોમીટર જેટલુ ચાલીને મુખ્ય માર્ગ ઉપર યુવકને લાવ્યા હતા. જ્યાથી યુવકને ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ National Dolphin Day 2025 : રાજ્યના 4087 ચો. કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિનની હાજરી
ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી
થોડા સમય પહેલા ચાપટ ફળિયાની મહિલાની જંગલમાં પ્રસૃતિ થઈ હતી. મહિલાને ઝોલીમાં નાંખીને લઈ જતા હતા. તે દરમ્યાન પ્રસૃતિની ઘટના બનવા પામી હતી. ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી છે. તેમજ નર્મદા જીલ્લાનાં ગરુડેશ્વર તાલુકાનું ગામ છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 કિલોમીટરનાં અંતરે આવેલ છે. આઝાદીનાં આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની સુવિધા મળી નથી. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ BZ Group Scam : ખરેખર..! કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં આવ્યા રોકાણકારો! કરી આ માગ