Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Narmada જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખનો ભાઈ દારૂ વેચતા ઝડપાયો

રાજપીપલા (Narmada): ગુજરાતમાં ગેરકાયદે દારૂની હેરાફેરી સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ જ છે. આ વખતે ઝડપાયેલો વ્યક્તિ કોઈ સામાન્ય નહીં – નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ નિરંજન વસાવાનો સગ્ગો ભાઈ વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ વસાવા છે. નર્મદા LCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાત્રે રેડ પાડવામાં આવી હતી. ભદ્રેશ વસાવા પોતાના ઘરે જ ગેરકાયદે વિદેશી દારૂની 11 બોટલ વેચવાની તૈયારીમાં હતો,
narmada જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખનો ભાઈ દારૂ વેચતા ઝડપાયો
Advertisement
  • Narmada : AAP જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ પાસેથી વિદેશી દારૂ જપ્ત – રાજકારણમાં ખળભળાટ

રાજપીપલા (Narmada): ગુજરાતમાં ગેરકાયદે દારૂની હેરાફેરી સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ જ છે. આ વખતે ઝડપાયેલો વ્યક્તિ કોઈ સામાન્ય નહીં પરંતુ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ નિરંજન વસાવાનો સગ્ગો ભાઈ વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ વસાવા છે.

નર્મદા LCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાત્રે રેડ પાડવામાં આવી હતી. ભદ્રેશ વસાવા પોતાના ઘરે જ ગેરકાયદે વિદેશી દારૂની 11 બોટલ વેચવાની તૈયારીમાં હતો, ત્યાં જ LCBની ટીમે દબોચી લીધો હતો. મુદ્દામાલમાંથી કુલ રૂ. 25000થી વધુ કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભદ્રેશ વસાવા અગાઉ પણ બે વખત દારૂની હેરાફેરીના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. 2021 અને 2023માં પણ તેની ધરપકડ થઈ હતી, છતાં તે સુધર્યો નથી.

Advertisement

Advertisement

આ ઘટનાએ નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ આ મામલે AAP પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના જિલ્લા ઉપપ્રમુખે કહ્યું, “જે પાર્ટી પોતે ‘ઈમાનદારી’નો ડંકો પીટે છે, તેના જિલ્લા પ્રમુખનો ભાઈ જ દારૂ વેચતો ઝડપાય તો લોકો શું વિચારશે?” બીજી તરફ AAPના નિરંજન વસાવાએ આ મામલે સ્પષ્ટતા કરી છે કે, “મારો ભાઈ છે એટલે એને છોડી દેવાય? કાયદો બધા માટે સરખો છે. જો ગુનો કર્યો હોય તો સજા થવી જોઈએ. પાર્ટી આ મામલે પોલીસની કાર્યવાહીનું સ્વાગત કરે છે.”

હાલ ભદ્રેશ વસાવા સામે ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો- Mehsana : ઊંઝામાં ફૂડ સેફ્ટીના કેસમાં 3 આરોપીઓ દોષિત, કોર્ટ ઉઠે ત્યાં સુધીની સજા અને દંડ

Tags :
Advertisement

.

×