Narmada : આજે ગરૂડેશ્વર અને કેવડિયા બંધ, બે આદિવાસી યુવકોના મોત બાદ રાજકારણ ગરમાયું
નર્મદામાં (Narmada) બે આદિવાસી યુવાનોનાં મોતને લઈને રાજકારણ ગરમાયું છે. ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ (MLA Chaitar Vasava) ગરૂડેશ્વર અને કેવડિયા બંધનું એલાન કર્યું છે. બીજી તરફ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહનાં અંતિમ સંસ્કારનો પણ પરિવારજનો અને આદિવાસી સમાજનાં લોકોએ ઈનકાર કર્યો છે. આ મામલે પોલીસની કામગીરી સામે પણ આપ નેતા ચૈતર વસાવાએ સવાલ ઊઠાવ્યા છે.
સાઇટનાં કર્મચારીએ માર મારતા બે આદિવાસી યુવકોના મોતનો આરોપ
આરોપ કરાયો છે કે કેવડિયામાં (Kevadia) ટ્રાયબલ મ્યુઝિયમની સાઇટ પર પ્રવેશેલા કેવડિયાનાં બે સ્થાનિક આદિવાસી યુવાનોને સાઇટનાં કર્મચારીએ બંધક બનાવીને ઢોર માર મારતા એક યુવકનું ગઈકાલે મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવકનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બીજા યુવાનનું મોત થતાં બંને મૃતદેહ પીએમ અર્થે રાજપીપળા (Rajpipla) જૂની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. બે આશાસ્પદ યુવાનોનાં મોતથી આદિવાસી સમાજમાં (Tribal Community) ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનો સહિત સમાજનાં લોકોએ ન્યાની માગ કરી વિરોધ નોંધાવ્યો હતો.
Narmda 2 આદિવાસી યુવકના મોતથી વિવાદ સર્જાયો । Gujarat First
@Chaitar_Vasava @GujaratFirst #Narmda #ST #Adivasi #Youth #Gujarat #GujaratFirst #ChaitarVasava pic.twitter.com/BtpG4hfWuV— Gujarat First (@GujaratFirst) August 8, 2024
આ પણ વાંચો - Narmada: ધારાસભ્યની પોલીસ સાથે જપાજપી, બે આદિવાસી યુવાનોને માર મારવાની ઘટના
ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ધર્ષણ
આ મામલે આપ નેતા અને ડોડિયાપાડાના (Dediapada) ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા કર્યા છે. ચૈતર વસાવા ગઈકાલે જૂની સિવિલ હોસ્પિટલ (Old Civil Hospital) પહોંચ્યા હતા અને ત્યાં તેમની પોલીસ સાથે તૂ તૂ મેં મેં જોવા મળી હતી. સાથે ઝપાઝપીની સ્થિતિ પણ સર્જાઈ હતી. ચૈતર વસાવા સહિત આદિવાસી સમાજનો લોકો મોટી સંખ્યામાં જૂની સિવિલ પહોંચ્યા હતા અને યુવકોને માર મારનારા કર્મચારીઓ, એજન્સી અને તેના માલિકોનું નામ આપવા માગ કરી હતી. સાથે તેમણે જ્યાં સુધી પીડિત પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
આ પણ વાંચો - CHHOTA UDAIPUR: 9 મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ! હસ્તકલાને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ
પોલીસની કામગીરી સામે અનેક સવાલ
ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, પોલીસે (Kevadia Police) મૃતક યુવકોને ચોરમાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે. કેસને રફેદફે કરવા માટે ચોરીનો આરોપ લગાવાયો છે. ધારાસભ્યે કહ્યું કે, માર મારવામાં વપરાયેલા કોઈ જ સાધનો રિકવર નથી કર્યા. આ સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ FIR માં કંપનીનાં માલિક અને નોડલ અધિકારીનું નામ ઉમેરવાની માગ પણ કરી છે. સાથે નિષ્પક્ષ અને જલ્દી તપાસ થાય તેવી માગ કરી છે. આ સાથે ચૈતર વસાવાએ (Chaitar Vasava) આવતીકાલે ગરુદેસ્વર (Garudeshwar) અને કેવડિયા બંધનું એલાન પણ કર્યું હતું.
આ પણ વાંચો - Gadhada: માલપરા ગામે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી વીડિયો સામે આવ્યા