પત્નીની હત્યા કરી મૃતદેહની વિડીયોગ્રાફી કરનારા પતિની Police એ કરી ધરપકડ
અમદાવાદના નારોલ શાહવાડી વિસ્તારમાં 30 વર્ષીય પરિણીતાની હત્યા કરવાના કેસમાં નારોલ પોલીસે (Narol Police) એ તેના પતિની મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે. પતિ-પત્ની વચ્ચે ઘણાં લાંબા સમયથી તકરાર ચાલી આવતી હતી અને તેની પાછળનું કારણ ચારિત્ર્યની શંકા હતી. Narol Police એ અનિલ જંગમ ઉર્ફે બોબીની અટકાયત કર્યા બાદ તેનો મોબાઈલ ફોન તપાસતા ખુદ પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
નારોલ પોલીસે FIR માં શું નોંધ્યું હતું ?
નારોલ શાહવાડી ગુડ્ડીબેન મારવાડીના મકાનમાં રહેતા મુકેશભાઈ મકવાણાએ Narol Police Station માં ગત મંગળવારે હત્યા અંગે FIR નોંધાવી હતી. મુકેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત સોમવારે બપોરે તેમનો મિત્ર અનિલ ઉર્ફે બોબી અને અનિલની પત્ની રીના મારી ઓરડી ખાતે આવ્યા હતા. મકાન માલિકે ઘર ખાલી કરાવી દીધું હોવાથી એક રાત રોકાવવા વિનંતી કરી હતી. સોમવારે સાંજે રીનાએ જમવાનું બનાવતા તે જમ્યા બાદ મુકેશભાઈ રાતે પોણા આઠેક વાગે નોકરી ચાલ્યા ગયા હતા. મંગળવારે સવારે નોકરી પરથી છૂટતી વખતે મુકેશભાઈએ અનિલ ઉર્ફે બોબીને કોલ કરતા તેના ફોન પર રીંગ વાગ્યા કરતી હતી. મુકેશભાઈ ઘરે પહોંચ્યા ત્યારે તેમની ઓરડીને બહારથી સ્ટોપર મારેલી હતી અને તાળું-ચાવી નીચે પડ્યું હતું. ઓરડીનો દરવાજો ખોલતા જ મુકેશભાઈને રીનાનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. આથી તેમણે 100 નંબર પર ફોન કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી. રીનાના હત્યા કેસ (Murder Case) માં અનિલ ઉર્ફે બોબી અથવા અન્ય કોઈ અજાણ્યા શખ્સે કરી હોવાની આશંકા Narol Police Station ખાતે નોંધાયેલી ફરિયાદમાં દર્શાવાઈ હતી.
મોબાઈલ ફોન નંબરના આધારે તપાસ શરૂ
મુકેશભાઈ મકવાણાએ Narol Police ને આપેલી ફરિયાદમાં અનિલ ઉર્ફે બોબીના મોબાઈલ ફોન નંબરનો ઉલ્લેખ કર્યો હતો. ફરિયાદીની પ્રાથમિક પૂછપરછમાં અનિલ ઉર્ફે બોબી અને તેની પત્ની વચ્ચે ઝઘડા છતાં હોવાની માહિતી સામે આવતા પોલીસનો શક વધુ મજબૂત થયો હતો. આથી Narol Police એ અનિલ ઉર્ફે બોબીના મોબાઈલ ફોન નંબર આધારે તપાસ શરૂ કરી હતી અને એક ટીમ મુંબઈ ખાતે રવાના કરી હતી.
આ પણ વાંચોઃ Mahesana Collector : કલેકટરને છેતરવા નીકળેલા માથાભારે શખ્સનો દાવ ઊંધો પડ્યો, પ્રાંત અધિકારીએ FIR કરાવી
ફોનમાંથી હત્યા બાદના વિડીયો-ફોટો મળ્યા
નારોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. સી. રાણા (PSI K C Rana) અને તેમની ટીમને મુંબઈ ખાતેથી અનિલ ઉર્ફે બોબી મળી આવ્યો હતો. અનિલને અટકમાં લઈને તેની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી. અનિલનો મોબાઈલ ફોન તપાસતા પોલીસને તેની ગેલેરીમાંથી પત્નીના મૃતદેહના વિડીયો અને ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા.
આ પણ વાંચોઃ S G Highway પર ફૂટબોલ ખેલાડીને ટક્કર મારી કોમામાં ધકેલનારો પોલીસ પુત્ર કેવી રીતે ઓળખાયો ?
હત્યારા વિરૂદ્ધ વિડીયો-ફોટોઝ મજબૂત પૂરાવા : ACP ગોહિલ
ગણતરીના કલાકોમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ બાદ એસીપી વાય. એ. ગોહિલે (Y A Gohil ACP) પત્રકારોને જણાવ્યું હતું કે, આરોપી સામે મજબૂત પૂરાવા હાથ લાગ્યા છે. અનિલ ઉર્ફે બોબીએ ખુદના મોબાઈલ ફોનમાં હત્યા બાદ મૃતદેહના ઉતારેલા વિડીયો અને ફોટો તેની વિરૂદ્ધ પૂરાવા તરીકે ઉપયોગમાં લેવાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મૂળ મુંબઈ ઘાટકોપર ખાતે રહેતા અનિલ ઉર્ફે બોબીએ વર્ષ 2017માં રીના રાજેન્દ્રભાઈ વર્મા (રહે. મુંબઈ) સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. અનિલ અને રીનાનો 7 વર્ષીય પુત્ર અને 3 વર્ષીય પુત્રી મુંબઈ ખાતે પરિવાર સાથે રહે છે. લગભગ પાંચેક વર્ષ અગાઉ અનિલ અને રીના અમદાવાદ આવ્યા હતા અને શરૂઆતમાં શાહઆલમ વિસ્તારમાં અને એકાદ વર્ષથી નારોલમાં ભાડે રહેતા હતા. લાંબા સમયથી દંપતી વચ્ચે સમયાંતરે તકરાર થતી જેથી રીના ઘર છોડીને ચાલી જતી અને પાછી પણ આવી જતી. અનિલ ઉર્ફે બોબી પોતાની પત્નીના ચારિત્ર્ય અંગે શંકા રાખતો હતો.
આ પણ વાંચોઃ 12મું નાપાસ યુવકે કેન્દ્ર /રાજ્ય સરકારની 50 વેબસાઈટ પર DDoS એટેક કર્યા, Gujarat ATS એ કરી ધરપકડ