ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

NASA એ કરી મહત્વની જાહેરાત! મંગળ પર જશે 4 માનવી, પરંતુ શું જીવતા પાછા આવશે?

NASA Human Mars Mission: નાસા અત્યારે મંગળ પર માનવ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. નાસાના વૈજ્ઞાનિકો 4 લોકોને મંગળ પર મોકલશે અને મંગળની ધરતી પર સંશોધન કરશે અને અનેક રાજ બહાર લાવશે. નોંધનીય છે કે, મંગળ પર જીવન શોધતા નાસા...
09:34 PM May 02, 2024 IST | VIMAL PRAJAPATI
NASA Human Mars Mission: નાસા અત્યારે મંગળ પર માનવ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. નાસાના વૈજ્ઞાનિકો 4 લોકોને મંગળ પર મોકલશે અને મંગળની ધરતી પર સંશોધન કરશે અને અનેક રાજ બહાર લાવશે. નોંધનીય છે કે, મંગળ પર જીવન શોધતા નાસા...
NASA Human Mars Mission

NASA Human Mars Mission: નાસા અત્યારે મંગળ પર માનવ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. નાસાના વૈજ્ઞાનિકો 4 લોકોને મંગળ પર મોકલશે અને મંગળની ધરતી પર સંશોધન કરશે અને અનેક રાજ બહાર લાવશે. નોંધનીય છે કે, મંગળ પર જીવન શોધતા નાસા પર અત્યારે દૂનિયાભરના લોકોને નજર રાખી રહ્યા છે. મંગળ ગ્રહ પર ઘણા રહસ્યો છુપાયેલા છે, જેના વિશે માત્ર અટકળો જ લગાવવામાં આવે છે. વિશ્વભરના લોકો હવે માસાનું અન્વેષણ કરવા માંગે છે.

પ્રથમ વખત મંગળ પર જશે માણસ

મળતી વિગતો પ્રમાણે નાસા માત્ર તે લોકોને જ મંગળ પર મોકલવા માટે પસંદ કરશે, જે પહેલેથી જ અવકાશ વિજ્ઞાનના રહસ્યો પર કામ કરી રહ્યા છે. અથવા તો આ મામલે તેઓ આવા રહસ્યો પર કામ કરી ચૂકેલા છે. ચંદ્ર બાદ પહેલા વાર કોઈ માણસ મંગળ પર જવાનો છે. નોંધનીય છે કે, અમેરિકા બાદ ભારત જેવા દેશોએ મંગળ પર રોવર મોકલ્યું છે. પરંતુ પહેલી વાર કોઈ દેશ મંગળ પર માણસ મોકવાનો છે.

આ રહ્યા મંગળ ગ્રહ પર જવા વાળા 4 યાત્રીઓ

મંગળ પર જનાર ચાર લોકોની પસંગદી પણ કરી લેવામાં આવી છે. નાસા દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે વાત કરી તો આ રહ્યા તે ચાર લોકોના નામ - 01) જસોન લી, જેઓ થર્મલ ફ્યુઇડ્સના પ્રોફેસર છે અને તે મેન્યુફેક્ચરિંગ અને હીટ ટ્રાન્સફરમાં નિષ્ણાત છે. 02) શરીફ અલ રોમિથી, જેઓ અબુ ધાબીના છે અને પાયલટ છે. તેમની પાસે ઉડ્ડયનનો ઘણો અનુભવ છે. તે પોતાના ક્ષેત્રમાં પીએચડી કરનાર સૌથી યુવા વ્યક્તિ છે. 03) સ્ટેફન નાવારો, તેઓ અવકાશ કામગીરીમાં નિષ્ણાત છે અને એન્જિનિયર સાથે સેટેલાઇટ કમ્યુનિકેશન પ્રોગ્રામનું નેતૃત્વ કરે છે. 04) પિયુમી વિજેસ્કરા, જેઓ નાસાના વૈજ્ઞાનિક છે અને બાયોએન્જિનિયરિંગ અને રેસ્પિરેટરી સાયકોલોજીમાં નિષ્ણાત છે. મંગળની માનવ સ્વાસ્થ્ય પર શું અસર પડશે તેનો અમે અભ્યાસ કરી રહ્યા છીએ.

શું મંગળ પર જીવન શક્ય છે?

અત્યારે નાસાની એક ટીમ કામ કરી રહ્યું કે, કે શું મંગળ પર જીવન શક્ય છે કે નહીં. તમને જણાવી દઈએ કે, જોન્સન સ્પેસ સેન્ટર,હ્યુસ્ટનમાં મંગળ પરની સ્થિતિને સમજવા માટે ક્રૂ 3D આવાસનો ઉપયોગ કરી રહ્યું છે. આ અભ્યાસમાં મંગળ ગ્રહની કઠિન પરિસ્થિતિઓ પર ખાસ નજર રાખવામાં આવશે. આ સેન્ટરમાં રસોડુ, મેડિકલ સુવિધા જેવી બાબતો પર પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

મિશન પહેલા યાત્રીઓ કરશે 45 દિવલનું ટ્રાયલ

નાસાએ એ પણ જાહેર કર્યું છે કે, મંગળ પર જતા પહેલા આ લોકો ખાસ તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં 45 દિવસના આ મિશન પર ક્રૂ મેમ્બર્સ વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજી દ્વારા સ્પેસ વોક કરશે. આમાં બોટિક ઓપરેશન, ડ્રોન કંટ્રોલિંગ અને રોવર એક્સટેન્શનનું પરીક્ષણ કરવામાં આવશે. આ સાથે વ્યક્તિગત સાફ સફાઈ, કસરત અને પાક ઉત્પાદન અને ઇકોસિસ્ટમને સમજવાના પ્રયાસો કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ મંગળમાં થતી મુશ્કેલીઓ અને ત્યાની પરિસ્થિતિઓને સમજવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે.

આ પણ વાંચો: America: કળિયુગના પિતાની હેવાનિયત! 6 વર્ષના દીકરા સાથે એવું કર્યું કે થઈ ગયું મોત

આ પણ વાંચો: WHO એ જાહેર કરેલા રિપોર્ટમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો! બાળકોમાં થઈ રહી છે આવી અસરો

આ પણ વાંચો: America Gold Treasure: કબરનું ખોદકામ કરતા મળી આવ્યો સોનાનો ખજાનો, પ્રાચીન ગાથા બની સત્ય

Tags :
Human Mars MissionInternational NewsMars MissionMars Mission NewsNasaNASA Human Mars MissionNASA Human Mars Mission NewsNASA Mars MissionNASA MissionVimal Prajapati
Next Article