ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લોરેન્સના ભાઇ Anmol Bishnoi પર 10 લાખનું ઇનામ જાહેર

NIA એ લોરેન્સ બિશ્નોઈના ભાઈ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ પર સકંજો કસ્યો NIAએ અનમોલ બિશ્નોઈનું નામ મોસ્ટ વોન્ટેડ નામોની યાદીમાં મૂક્યું તપાસ એજન્સીએ તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું Anmol Bishnoi : ગોલ્ડી બ્રાર બાદ હવે નેશનલ...
03:02 PM Oct 25, 2024 IST | Vipul Pandya
NIA એ લોરેન્સ બિશ્નોઈના ભાઈ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ પર સકંજો કસ્યો NIAએ અનમોલ બિશ્નોઈનું નામ મોસ્ટ વોન્ટેડ નામોની યાદીમાં મૂક્યું તપાસ એજન્સીએ તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું Anmol Bishnoi : ગોલ્ડી બ્રાર બાદ હવે નેશનલ...
Anmol Bishnoi

Anmol Bishnoi : ગોલ્ડી બ્રાર બાદ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ લોરેન્સ બિશ્નોઈના ભાઈ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ (Anmol Bishnoi) પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. NIAએ અનમોલ બિશ્નોઈનું નામ મોસ્ટ વોન્ટેડ નામોની યાદીમાં મૂક્યું છે. આ સાથે તપાસ એજન્સીએ તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે.

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના મામલે લુકઆઉટ સર્ક્યુલર

તમને જણાવી દઈએ કે આ પહેલા મુંબઈ પોલીસે 14 એપ્રિલે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના મામલે લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર ફાયરિંગની ઘટનાની જવાબદારી લીધી હતી. તપાસમાં સામે આવ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યાનો શૂટર પણ સ્નેપચેટ દ્વારા તેના સંપર્કમાં હતો.

બાબા સિદ્દીકી હત્યા કેસમાં નામ

જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ કેનેડા અને અમેરિકાથી ગેંગને ઓપરેટ કરી રહ્યો છે. તેને 12 ઓક્ટોબરે એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા અને આ વર્ષે 7 એપ્રિલે અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન પર થયેલા હુમલાનો સંયોજક પણ માનવામાં આવે છે, ત્યારબાદ તે રાષ્ટ્રીય તપાસ એજન્સીના નિશાના હેઠળ આવ્યો છે.

આ પણ વાંચો----Lawrence Bishnoi માસૂમ બાળક છે, અસલી ગાંધીવાદી છે, ગેંગસ્ટરને લઈને સાધ્વીએ આપ્યું મોટું નિવેદન

અનમોલ સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસમાં આરોપી

તમને જણાવી દઈએ કે આની સાથે અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ પણ પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસમાં આરોપી છે. તપાસ એજન્સીઓએ આ વર્ષે તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. મળતી માહિતી મુજબ અનમોલ બિશ્નોઈ સતત લોકેશન બદલતા રહે છે. ગયા વર્ષે તે કેન્યામાં જોવા મળ્યો હતો જ્યારે આ વર્ષે તે કેનેડામાં જોવા મળ્યો હતો. અનમોલ બિશ્નોઈ સામે અત્યાર સુધીમાં 18 કેસ નોંધાયા છે. તેણે જોધપુર જેલમાં તેની સજા ભોગવી છે અને તેને 7 ઓક્ટોબરે જ કોર્ટમાંથી જામીન મળ્યા છે.

જાણો કોણ છે અનમોલ બિશ્નોઈ?

અનમોલ બિશ્નોઈ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. જે તેની ગેરહાજરીમાં લોરેન્સની ગેંગ ચલાવી રહ્યો છે. લોરેન્સ બિશ્નોઈ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. અનમોલ બિશ્નોઈ અનેક ગુનાહિત પ્રવૃતિઓમાં સામેલ છે. તેનું નામ છેડતીના કેસમાં પણ સામે આવ્યું છે. તે અવારનવાર સેલિબ્રિટીઓને ધાકધમકી આપીને પૈસા પડાવી લે છે. એવું માનવામાં આવે છે કે તેણે ફિલ્મ અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું.

આ પણ વાંચો----Lawrence Bishnoi દાઉદ ઈબ્રાહિમના રસ્તે, 700 શૂટર્સ, 6 દેશોમાં ફેલાયેલું સામ્રાજ્ય

Tags :
Assassination of Baba Siddiquibaba siddiqui murder caseGangstergangster Anmol BishnoiGoldie BrarInamLawrence Bishnoimost wantedNational Investigation AgencyNIAsalman khanSalman Khan firing caseSidhu Musewala case
Next Article