National Sports Awards 2025 : ચેસથી લઈને કબડ્ડી સુધી... દેશનું ગૌરવ વધારનાર આ દિગ્ગજોનું થશે મહાસન્માન!
National Sports Awards 2025 : ભારત સરકારે નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ 2025ની જાહેરાત કરી છે. આ વર્ષે 17 ખેલાડીઓને પ્રતિષ્ઠિત અર્જુન અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. એથ્લેટિક્સ, બેડમિન્ટન, ચેસ, હોકી, શૂટિંગ અને કબડ્ડી સહિત વિવિધ રમતોના ખેલાડીઓનો સમાવેશ થાય છે. સાથે જ લાઇફટાઇમ અર્જુન અવોર્ડ અને દ્રોણાચાર્ય અવોર્ડ માટે પણ નામ જાહેર કરવામાં આવ્યા છે.
Advertisement
National Sports Awards 2025 : ભારત સરકારે નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ 2025 (National Sports Awards 2025)ની જાહેરાત કરી છે. રમતગમત ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને આ પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. આ વર્ષે કુલ 17 ખેલાડીઓની પસંદગી અર્જુન અવોર્ડ (Arjuna Award) માટે કરવામાં આવી છે. એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, ચેસ, શૂટિંગ, હોકી, કબડ્ડી સહિત વિવિધ રમતોના ખેલાડીઓનો તેમાં સમાવેશ થાય છે. યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય (Ministry of Youth Affairs and Sports) દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, પુરસ્કારો માટેની પસંદગી સમિતિએ ભલામણો કરી હતી. આ સમિતિની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ (નિવૃત્ત) અરુણ કુમાર મિશ્રાએ કરી હતી.

