Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવકાર મહામંત્ર દિવસ : PM મોદીએ કહ્યું- નવી સંસદમાં જૈન ધર્મનો પ્રભાવ

પીએમએ કહ્યું, “મને હજુ પણ મારી અંદર નવકાર મહામંત્રની આધ્યાત્મિક શક્તિનો અનુભવ થાય છે
નવકાર મહામંત્ર દિવસ   pm મોદીએ કહ્યું  નવી સંસદમાં જૈન ધર્મનો પ્રભાવ
Advertisement
  • નવકાર મહામંત્ર દિવસ પર આયોજિત કાર્યક્રમમાં PM Modi એ સંબોધન કર્યું
  • દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી
  • કાર્યક્રમમાં હાજર લોકો સાથે 'નવકાર મહામંત્ર'નો જાપ કર્યો

નવકાર મહામંત્ર દિવસ : PM મોદીએ નવકાર મહામંત્ર દિવસ પર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં હાજર લોકો સાથે 'નવકાર મહામંત્ર'નો જાપ કર્યો હતો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે મંત્રોનો જાપ કરવાથી મનમાં શાંતિ આવી છે. મંત્રોનો જાપ કરવાથી આત્મા શુદ્ધ થાય છે.

Advertisement

થોડા વર્ષો પહેલા મેં બેંગ્લોરમાં આવા જ સામૂહિક જાપનો અનુભવ કર્યો

પીએમએ કહ્યું, “મને હજુ પણ મારી અંદર નવકાર મહામંત્રની આધ્યાત્મિક શક્તિનો અનુભવ થાય છે. થોડા વર્ષો પહેલા મેં બેંગ્લોરમાં આવા જ સામૂહિક જાપનો અનુભવ કર્યો હતો, આજે મને પણ એવી જ અનુભુતિ થઇ છે. નવકાર મહામંત્ર ફક્ત એક મંત્ર નથી. તે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે.

Advertisement

દરેક અક્ષર પોતાનામાં એક મંત્ર છે - પીએમ

આપણા જીવનનો મૂળ સ્વર અને તેનું મહત્વ ફક્ત આધ્યાત્મિક નથી. તે દરેકને પોતાનાથી સમાજ સુધીનો માર્ગ બતાવે છે, તે લોકોથી દુનિયા સુધીની યાત્રા છે. આ મંત્રનો દરેક શબ્દ જ નહીં, પરંતુ દરેક અક્ષર પોતે જ એક મંત્ર છે.

દુશ્મન બહાર નથી, દુશ્મન અંદર છે - પીએમ

નવકાર મહામંત્ર કહે છે કે તમારામાં વિશ્વાસ રાખો, તમારી પોતાની યાત્રા શરૂ કરો, દુશ્મન બહાર નથી, દુશ્મન અંદર છે. નકારાત્મક વિચારસરણી, અવિશ્વાસ, દ્વેષ, સ્વાર્થ એ દુશ્મનો છે, તેમને હરાવવા એ જ ખરો વિજય છે. આ જ કારણ છે કે જૈન ધર્મ આપણને બહારની દુનિયાને નહીં, પણ પોતાને જીતવા માટે પ્રેરણા આપે છે. નવકાર મહામંત્ર એક માર્ગ છે. એક એવો માર્ગ જે વ્યક્તિને અંદરથી શુદ્ધ કરે છે, જે વ્યક્તિને સુમેળનો માર્ગ બતાવે છે. નવકાર મહામંત્ર એ ખરેખર માનવતા, ધ્યાન, સાધના અને આત્મશુદ્ધિનો મંત્ર છે. આપણે જાણીએ છીએ કે જીવનના 9 તત્વો છે. આ 9 તત્વો જીવનને પૂર્ણતા તરફ દોરી જાય છે. એટલા માટે આપણી સંસ્કૃતિમાં નવનું વિશેષ મહત્વ છે.

જૈન ધર્મમાં નવકાર મહામંત્ર, નવ તત્વ જયારે અન્યમાં નવ દ્વારા નવ ગ્રહ, નવ દુર્ગા

જૈન ધર્મમાં નવકાર મહામંત્ર, નવ તત્વ જયારે અન્યમાં નવ દ્વારા નવ ગ્રહ, નવ દુર્ગા જોવા મળે છે. અલગ અલગ પ્રકારની સાધના છે. 9 એ પૂર્ણતાનું પ્રતીક છે. 9 પછી પણ બઘુ ફરી શરૂ થાય છે. આજ વિદેશમાંથી પ્રાચીન મૂર્તિ ભારતમાં આવી રહી છે. નવું સંસદ ભવનએ લોકતંત્ર મંદિર છે જ્યાં જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. લોકસભા પ્રવેશ પર તીર્થકર મૂર્તિ છે જે મૂર્તિ ઓસ્ટ્રેલિયાથી લાવવામાં આવી છે. લોકસભાની દીવાલ 24 તીર્થકર એક સાથે છે. આ દર્શન આપણા લોકતંત્રને દિશા બતાવે છે. જૈન ધર્મની પરિભાષા પ્રાચીન ગ્રંથ જોવા મળી રહી છે. જૈન સાહિત્ય પર વધુ રિસર્ચ કરવું આસાન બન્યું છે ભાષા બચશે તો જ્ઞાન વધશે. જ્ઞાનનો ખોટો ઉપયોગ કરે તે નષ્ટ થઈ જાય છે.

પ્રાચીન ધરોહરને ડિઝીટલ કરવામાં આવશે

પ્રાચીન ધરોહરને ડિઝીટલ કરવામાં આવશે. બજેટ પણ પૌરાણિક ધરોહર માટે ફાળવવામાં આવ્યું હતું. બજેટમાં 12 ટકા ટેક્સમાંથી મુક્તિ પર ધ્યાન ગયું હતું. સમજનાર લોકોને માત્ર ઈશારો કાફી છે. આજ દુનિયાનો ભારત પર વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આજ ભારત આગળ વધી રહ્યું છે જ્યારે આગળ વધે છે ત્યારે બીજા માટે નવા રસ્તા ખુલે છે. આના કારણે દુનિયાના દેશોને ભારત પાસે અપેક્ષા વધુ છે. આજ ક્લાઈમેન્ટ ચેન્જ સૌથી મોટો પડકાર છે. આજની લાઇફ સ્ટાઇલ કારણે આ મોટો પડકાર છે. જૈન સમાજમાં પહેલાથી સાદગી જોવા મળી રહી છે. હવે સમય છે આ સાદગી દરેક માણસ સુધી પહોંચાડવામાં આવે તથા જૈન ધર્મ નોલેજથી આગળ વધી શકાય છે તેવું શીખવે છે.

આ પણ વાંચો: નવકાર મહામંત્ર દિવસ: અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ, PM Modi કાર્યકમમાં દિલ્હીથી વર્ચુઅલ જોડાયા

Tags :
Advertisement

.

×