Navratri 2024 : ગૃહ રાજ્યમંત્રીના નિર્ણયને ખેલૈયાઓએ બિરદાવ્યો, શક્તિસિંહ ગોહિલનો કટાક્ષ!
- ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોડી રાત સુધી ગરબા રમવાની જાહેરાત
- સમય મર્યાદામાં ગરબા રમવાની ખરી મજા નહોતી આવતી: ખેલૈયા
- ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આ નિર્ણય આવકારદાયક: ખેલૈયા
- કોંગ્રેસના રાજ્યમાં યુવતી ગરબા રમી સાઇકલ પર એકલી ઘરે જતી હતી: શક્તિસિંહ
Navratri 2024 : ગુજરાતમાં ગરબા રસિકો માટે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) મોટી જાહેરાત કરી હતી. તેમણે નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે તેવું નિવેદન આપતા માઈભક્તો અને ગરબા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ખેલૈયાઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં આ નિર્ણયને આવકાર્યો છે અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
Navratri : ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે | Gujarat First#harshsanghavi #bhupendrapatel #navratri #Gfcard #Gujaratfirst@sanghaviharsh pic.twitter.com/8MGfDWDJi4
— Gujarat First (@GujaratFirst) September 28, 2024
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિર્ણયને ખેલૈયાઓએ બિરદાવ્યો
નવરાત્રિમાં (Navratri 2024) મોડી રાત સુધી ગરબાની (Garba) પરવાનગી આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi) નિવેદન બાદ ખેલૈયાઓએ આ નિર્ણય માટે ભારપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સુરતમાં ખેલૈયાઓએ કહ્યું કે, અમે આવી જ પરવાનગીની રાહ જોઈ રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હંમેશાં તહેવારોને લઈને સારા કામો કર્યા છે. તહેવારોને લઈ સારા નિર્ણયો પણ તેમના દ્વારા લેવામાં આવ્યા છે. સુરત (Surat) પોલીસે અગાઉથી જ અમને સુરક્ષાની બાહેધરી આપી દીધી હતી. હવે તો ખુદ ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રીએ અમને છૂટ આપી દીધી છે.
આ પણ વાંચો - Dwarka : દ્વારકા- જામનગર હાઇવે પર ગોઝારો અકસ્માત, 6 થી 7 લોકોનાં મોતનાં અહેવાલ
Navratri : ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે | Gujarat First#harshsanghavi #bhupendrapatel #navratri #Gfcard #Gujaratfirst@sanghaviharsh pic.twitter.com/eugC16rRaM
— Gujarat First (@GujaratFirst) September 28, 2024
સુરક્ષાને લઇ સરકારે જે વ્યવસ્થા કરી તે સરાહનીય છે : ખેલૈયાઓ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોડી રાત સુધી ગરબા રમવાની પરવાનગીની જાહેરાતને જામનગરવાસીઓએ (Jamnagar) પણ વધાવી છે. ખેલૈયાઓએ કહ્યું કે, રાજ્ય સરકારનાં નિર્ણયથી ઉત્સાહમાં વધારો થયો છે. બસ હવે પ્રાર્થના કરીએ કે મેઘરાજા દર્શન ન આપે. સુરક્ષાને લઇ સરકારે જે વ્યવસ્થા કરી તે સરાહનીય છે. સરકારનાં આ નિર્ણયને લઈ અમદાવાદમાં પણ આયોજકો, આર્ટિસ્ટો અને ખેલૈયાઓમાં ભારોભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબા રસિકોએ કહ્યું કે, સમય મર્યાદામાં ગરબા રમવાની ખરી મજા નહોતી આવતી. પરંતુ, હવે મન મૂકીને ગરબા રમીશું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આ નિર્ણય આવકારદાયક છે.
આ પણ વાંચો - Gujarat માં હવે આખી રાત ગરબા રમી શકાશે, હર્ષ સંઘવીએ જાણો શું કહ્યું
કોંગ્રેસની સરકારમાં પ્રભાતિયા સુધી યુવતીઓ ગરબા રમતી હતી : શક્તિસિંહ ગોહિલ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં (Harsh Sanghvi) આ નિર્ણય પર ભાજપ (BJP) અને કોંગ્રેસનાં (Congress) નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભાજપ નેતા યજ્ઞેશ દવે (Yagnesh Dave) એ નિવેદન આપતા કહ્યું કે, મોડી રાત સુધી ગરબાની પરવાનગી બદલ સરકારનો આભાર છે. ગરબાનાં આયોજકો પણ નવરાત્રિ (Navratri 2024) દરમિયાન પૂરતી કાળજી રાખે તેવી વિનંતી છે. જ્યારે બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં પ્રભાતિયા સુધી યુવતીઓ ગરબા રમતી હતી. યુવતી ગરબા રમીને સાઇકલ પર એકલી ઘરે જતી હતી. પરંતુ, ભાજપનાં રાજ્યમાં ગુંડાઓ વધ્યાં છે અને ભાજપે જ ગુંડાઓને આશ્રય આપ્યો છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ગુંડાઓનું ભાજપ સાથે કનેક્શન છે. સદસ્યતા અભિયાનમાં (Sadasyata Abhiyan) કાર્યકર્તા બનાવવા ભાજપે ગુંડાઓને જવાબદારી આપી છે.
આ પણ વાંચો - VADODARA : મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે શહેરની મુલાકાતે