ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Navratri 2025 : અમદાવાદમાં 29 ગરબા આયોજકોને મંજૂરી, 5000 પોલીસ સાથે કડક બંદોબસ્ત

Navratri 2025 : અમદાવાદમાં નવરાત્રી માટે પોલીસ સજ્જ : 84 અરજીઓમાંથી 29ને પરવાનગી, રોમિયો પર નજર
08:31 PM Sep 21, 2025 IST | Mujahid Tunvar
Navratri 2025 : અમદાવાદમાં નવરાત્રી માટે પોલીસ સજ્જ : 84 અરજીઓમાંથી 29ને પરવાનગી, રોમિયો પર નજર

Navratri 2025 Ahmedabad Police Press Conference :  અમદાવાદમાં નવરાત્રી 2025 (22 સપ્ટેમ્બરથી શરૂ) ને લઈને શહેર પોલીસે વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોલીસે ગરબા આયોજન માટે કડક ગાઇડલાઇન્સ જાહેર કરી છે અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ શહેર પોલીસ પાસે 84 ગરબા આયોજકોની અરજીઓ આવી છે, જેમાંથી 29 આયોજકોને મંજૂરી આપવામાં આવી છે. તો આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી વધુ મંજૂરીઓ આપવામાં આવશે.

અમદાવાદ પોલીસે પ્રેસ કોન્ફ્રન્સ કરીને શું આપી માહિતી ?

અમદાવાદ પોલીસે નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક બંદોબસ્ત ગોઠવ્યો છે, જેમાં નીચેના પગલાંનો સમાવેશ થાય છે.

માનવબળની તૈનાતી : 15 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP), 30 આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP), 160 પોલીસ ઇન્સ્પેક્ટર (PI), 4000 હોમગાર્ડ, 5000 પોલીસ કર્મચારીઓ, 3 SRP કંપનીઓ અને 1 સ્પેશિયલ એન્ટી ફોર્સ લો એન્ડ ઓર્ડર ટીમ તૈનાત રહેશે.

SHE ટીમ : 49 SHE ટીમો ખાસ કરીને SG હાઇવે, સિંધુભવન રોડ અને અન્ય ગરબા સ્થળોએ પેટ્રોલિંગ કરશે. આ ટીમો ખાનગી કપડાંમાં હાજર રહીને રોમિયોગીરી અને છેડતી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે.

આ પણ વાંચો- Limbdi-Rajkot હાઇવે પર ભયંકર અકસ્માત : ડમ્પર અને છોટા હાથીની ટક્કરમાં એકનું મોત, 7થી વધુ ઘાયલ

મહિલા સુરક્ષા : 28 ગરબા ક્લાસમાં 3000 જેટલી મહિલાઓને સુરક્ષા અને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી છે, જેથી તેઓ નવરાત્રી દરમિયાન સુરક્ષિત રહી શકે.

ડાર્ક સ્પોટ પર નજર : જે વિસ્તારોમાં CCTV નથી, એવા ડાર્ક સ્પોટ પર પોલીસની ખાસ ટીમો હાજર રહેશે, જેથી ગુનાખોરીને રોકી શકાય.

ટ્રાફિક વ્યવસ્થા : ટ્રાફિક જામ ન થાય તે માટે SG હાઇવે, સિંધુભવન રોડ અને SP રિંગ રોડ પર ખાસ ટ્રાફિક બંદોબસ્ત ગોઠવાશે. બ્લેક ફિલ્મવાળી ગાડીઓને લોક કરવામાં આવશે અને બાઇક રેસર્સ સામે કડક કાર્યવાહી થશે.

CCTV નિરીક્ષણ : શહેરમાં 23,917 જનભાગીદારી અને 4,000 સરકારી CCTV કેમેરા દ્વારા ગરબા સ્થળો અને આસપાસના વિસ્તારો પર નજર રાખવામાં આવશે.

ગરબા આયોજનની મંજૂરી અને નિયમો

સલામતી અને ગુનાખોરી નિવારણ

રોમિયોગીરી અને છેડતી સામે કાર્યવાહી : ખાનગી કપડાંમાં SHE ટીમ અને મહિલા પોલીસ ગરબા સ્થળો પર રોમિયોગીરી અને છેડતી કરનારાઓને પકડીને કાયદેસર કાર્યવાહી કરશે.

આ પણ વાંચો- Gadhada : બોટાદમાં ખેડૂતોનો હુંકાર, કપાસ આયાત ડ્યુટી રદ થવા સામે ભારતીય કિસાન સંઘનો વિરોધ

ટ્રાફિક નિયંત્રણ : 400 જેટલા ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ, અને TRB જવાનો ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરશે. ખાસ કરીને SG હાઇવે અને SP રિંગ રોડ પર મોટા ગરબા આયોજનોને કારણે ટ્રાફિક જામ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

ગુનાખોરી પર નજર : CCTV કેમેરાની મદદથી લૂંટ, ચોરી અને ઘરફોડ જેવા ગુનાઓ પર નજર રાખવામાં આવશે, જેમાં અત્યાર સુધી પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે.

પોલીસ કમિશનરનું નિવેદન

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે 16 સપ્ટેમ્બરે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "નવરાત્રી ગુજરાતનો મહત્વનો પર્વ છે. લાખો ખેલૈયાઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. SHE ટીમ અને 112 ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે."

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન 50થી વધુ પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને ક્લબોમાં ગરબાનું આયોજન થવાની શક્યતા છે. આયોજકોએ ફાયર સેફ્ટી, પાર્કિંગ અને ખેલૈયાઓની સંખ્યાનો રેકોર્ડ રાખવો ફરજિયાત છે. ગરબા મંડપોમાં ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એક્સ્ટિંગ્યુશર અને ખુલ્લા રસ્તાઓની વ્યવસ્થા હોવી જોઈએ. જેથી કોઈ અકસ્માતની સ્થિતિમાં ઝડપી કાર્યવાહી થઈ શકે.

આ પણ વાંચો- Amit Khunt આત્મહત્યા કેસ : ગોંડલ પોલીસે અતાઉલ્લાહ ખાનની ધરપકડ

Tags :
#AhmedabadGarba#CCTVSecurity#DarkSpot#NavratriSecurity#RomiYogiri
Next Article