Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Navasari: કેન્દ્રીય જળશક્તિ મંત્રી C R Paatil ના હસ્તે વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ (C.R. Paatil) અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે (Nareshbhai Patel) નવસારીમાં ₹26 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. જેમાં જલાલપોરની આધુનિક મામલતદાર કચેરી અને જળ સંગ્રહ માટે ચેકડેમના કામોનો સમાવેશ થાય છે. મંત્રીએ ચીખલી અને ગણદેવીમાં પૂર નિયંત્રણ માટે 'ફ્લડ વોટર ડ્રેઇન' વ્યવસ્થાનું નિરીક્ષણ કરી માળખાકીય સુવિધાઓની સમીક્ષા પણ હાથ ધરી હતી.
navasari  કેન્દ્રીય જળશક્તિ મંત્રી c r paatil ના હસ્તે વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત
Advertisement
  • Navasari જિલ્લામાં 26 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
  • કેન્દ્રીય જળશક્તિ મંત્રી  C R Paatil ના હસ્તે ખાતમુહૂર્ત
  • આ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ જોડાયા હતા

Navasari: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં માળખાકીય સુવિધાઓ અને જળ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવાના હેતુથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ (C.R. Paatil) દ્વારા મહત્વપૂર્ણ વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી છે. નવસારી અને જલાલપોર (Jalalpore) તાલુકામાં અંદાજે 26 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સાકાર થનારા વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ (Nareshbhai Patel) પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Navasari: જલાલપોરને મળશે આધુનિક મામલતદાર કચેરી

આ કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીય મંત્રી દ્વારા જલાલપોર (Jalalpore) ખાતે નવી મામલતદાર કચેરી (Mamlatdar Office)નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કચેરી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જેનાથી સ્થાનિક નાગરિકોને વહીવટી કામગીરીમાં સરળતા રહેશે અને પ્રશાસનિક પ્રક્રિયા વધુ ઝડપી બનશે. સરકારી સેવાઓ એક જ સ્થળેથી ડિજિટલ માધ્યમો સાથે ઉપલબ્ધ થાય તે દિશામાં આ એક મહત્વનું કદમ માનવામાં આવે છે.

Advertisement

PAATIL_NAVASARAI_GUJARATFIRST

Advertisement

Navasari: જળ સંગ્રહ અને ચેકડેમના નિર્માણ પર ભાર

જળશક્તિ મંત્રાલયના નેતૃત્વ હેઠળ, નવસારી જિલ્લામાં જળ સંગ્રહની ક્ષમતા વધારવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત DMF (District Mineral Foundation) ફંડ અને અન્ય યોજનાઓ દ્વારા નવા ચેકડેમ (Check Dams)ના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પોથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઈ માટે વધુ સુવિધા પ્રાપ્ત થશે. જળ સંચયના આ કામો આગામી સમયમાં જિલ્લાની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાયારૂપ સાબિત થશે.

પૂર નિયંત્રણ અને ફ્લડ વોટર ડ્રેઇનનું નિરીક્ષણ

ખાતમુહૂર્ત વિધિ પૂર્ણ કર્યા બાદ મંત્રી સી.આર. પાટીલ ચીખલી (Chikhli) અને ગણદેવી (Gandevi) તાલુકાની મુલાકાતે રવાના થયા હતા. આ મુલાકાત દરમિયાન તેઓ ખાસ કરીને 'ફ્લડ વોટર ડ્રેઇન' (Flood Water Drain) વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું.

ચોમાસા દરમિયાન નદીઓના વધારાના પાણી અને પૂરની સ્થિતિને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવેલી આ ડ્રેનેજ સિસ્ટમની કાર્યક્ષમતાની તેઓ સમીક્ષા કરી.  જેથી ભવિષ્યમાં પૂરના જોખમને ઘટાડી શકાય. આમ, 26 કરોડના ખર્ચે શરૂ થયેલા આ વિકાસકાર્યો નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસમાં નવી ગતિ પ્રદાન કરશે.

આ પણ વાંચોઃ Surat: 'જો કોઈ દહેજ માંગે મને ફોન કરી દેજો', હલ્દી કુમકુમ કાર્યક્રમમાં મંત્રી CR Patil નું નિવેદન

આ પણ વાંચોઃ US-Israel Iran War: ભારતનો 4.33 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય ખતરામાં! સુરતના ઉદ્યોગોને શું અસર?

Tags :
Advertisement

.

×