Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Navsari: 'અમારા ઘરની વાત છે ઘરમાં સમાઈ જશે' પ્રમુખ સહિત ત્રણના રાજીનામા બાદ ઉપાધ્યક્ષનું નિવેદન

નવસારી જિલ્લાના જલાલપોર (Jalalpore) તાલુકા ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. તાલુકા પ્રમુખ હિતેશ પટેલ સહિત ત્રણ હોદ્દેદારોએ રાજીનામા આપતા સંગઠન વિખેરાયું છે. પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ પટેલે (Arvind Patel) આ મામલે મધ્યસ્થી કરતા જણાવ્યું છે કે, આંતરિક નારાજગીને ચર્ચા દ્વારા ઉકેલી દેવામાં આવશે અને પક્ષમાં બધું થાળે પડી જશે.
navsari   અમારા ઘરની વાત છે ઘરમાં સમાઈ જશે  પ્રમુખ સહિત ત્રણના રાજીનામા બાદ ઉપાધ્યક્ષનું નિવેદન
Advertisement
  • Navsari BJP: જિલ્લા ભાજપમાં અસંતોષ ચરમસીમાએ
  • જલાલપોર તાલુકા ભાજપ સંગઠનનું માળખું વિખેરાયું
  • સંગઠનના વધુ ત્રણ હોદ્દેદારોએ આપ્યા રાજીનામા

Navsari BJP: નવસારી જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે સપાટી પર આવ્યો છે. શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટી (BJP) માટે દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ સ્ફોટક બની છે. ખાસ કરીને જલાલપોર (Jalalpore) તાલુકામાં ભાજપ સંગઠનનું માળખું સંપૂર્ણપણે વિખેરાઈ ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

Navsari BJP: એક સાથે ત્રણ રાજીનામા

જલાલપોર તાલુકા ભાજપમાં ભડકો થતા એકસાથે ત્રણ મુખ્ય હોદ્દેદારોએ પોતાના પદ પરથી રાજીનામા ધરી દીધા છે. જેમાં જલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ પટેલ (Hitesh Patel) એ રાજીનામું આપી દેતા પક્ષમાં સોપો પડી ગયો છે. તેમની સાથે જ જલાલપોર ભાજપ SC મોરચાના મહામંત્રી રાજેશ રાઠોડ (Rajesh Rathod) અને કોષાધ્યક્ષ રણજીત વાંસિયા (Ranjit Vansiya) એ પણ સંગઠનમાંથી છેડો ફાડ્યો છે. એકસાથે આટલા મોટા પાયે રાજીનામા પડતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Advertisement

Advertisement

સંગઠનનું માળખું જોખમમાં

સ્થાનિક સ્તરે કાર્યકરોમાં લાંબા સમયથી ઉકળતો ચરુ જોવા મળી રહ્યો હતો. જલાલપોર (Jalalpore) તાલુકા સંગઠનના પાયાના ગણાતા આ નેતાઓના રાજીનામાથી ભાજપનું માળખું જોખમમાં મુકાયું છે. કાર્યકરોમાં વ્યાપેલી નારાજગી જો સમયસર દૂર કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં આ રાજીનામાનો દોર વધુ લંબાઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: નડિયાદની સ્કૂલના આચાર્ય અમદાવાદની હોટલમાંથી પકડાયા! મહિલાના ગંભીર આરોપ

 "અમારા ઘરની વાત છે"

નવસારી (Navsari) જિલ્લામાં સર્જાયેલા આ રાજકીય ઘમસાણ વચ્ચે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ પટેલ (Arvind Patel) મેદાને આવ્યા છે. તેમણે આ રાજીનામા મામલે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો નિષ્ઠાવાન છે. તેમણે આ પરિસ્થિતિને હળવી બનાવતા કહ્યું કે, "આ અમારા ઘરની વાત છે અને ઘરમાં જ સમાઈ જશે." જો કાર્યકરોની કોઈ પણ બાબતે નારાજગી હશે, તો તેમની સાથે રૂબરૂ ચર્ચા કરી તે ઉકેલી દેવામાં આવશે. જોકે, આ નિવેદન છતાં સંગઠન સ્તરે ચાલી રહેલી ખેંચતાણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ Surat: 'તમે મને આરોપી સાબિત કરવાવાળા કોણ?' જમીન કૌભાંડમાં બિલ્ડર Vinu Malviya ની ધરપકડ

Tags :
Advertisement

.

×