ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Navsari: લોકોની પાછળ કૂતરાની માફક દીપડો દોડ્યો, જુઓ video

નવસારી નશીલપોર ગામે દીપડો ગામમાં કૂતરાની માફક દોડ્યો ઘાયલ દીપડો લોકોની પાછળ દોડતા અફરાતફરીનો માહોલ સર્જાયો બે દિવસ અગાઉ રાત્રે દીપડો અજાણ્યા વાહનની અડફેટે ચઢયો હતો Navsari :નવસારી(Navsari)ના નસીલપોરમાં બે દિવસ પૂર્વે એક દીપડો અકસ્માતમાં ઘાયલ થયો હતો. ઘાયલ...
04:37 PM Sep 22, 2024 IST | Hiren Dave
નવસારી નશીલપોર ગામે દીપડો ગામમાં કૂતરાની માફક દોડ્યો ઘાયલ દીપડો લોકોની પાછળ દોડતા અફરાતફરીનો માહોલ સર્જાયો બે દિવસ અગાઉ રાત્રે દીપડો અજાણ્યા વાહનની અડફેટે ચઢયો હતો Navsari :નવસારી(Navsari)ના નસીલપોરમાં બે દિવસ પૂર્વે એક દીપડો અકસ્માતમાં ઘાયલ થયો હતો. ઘાયલ...
Leopard injured in accident

Navsari :નવસારી(Navsari)ના નસીલપોરમાં બે દિવસ પૂર્વે એક દીપડો અકસ્માતમાં ઘાયલ થયો હતો. ઘાયલ દીપડા(Leopard injured)ને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતાજોકે એ સમયે એકાએક દીપડો સ્વસ્થ થઇ ગયો હતો. ઘાતક બનેલો દીપડો હાજર લોકોની પાછળ દોડ્યો હતો અને રહેણાક વિસ્તારમાં ઘૂસી ગયો હતો અને આતંક મચાચ્યો હતો. જે પણ સામે દેખાય તેના પર દીપડો હુમલો કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવના પગલે વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા અને રેસ્ક્યૂ કરવા આખી રાત દોડધામ કરી હતી. જોકે દીપડો ભાગવામાં સફળ રહ્યો હતો.

બે દિવસ પૂર્વે એક દીપડો અકસ્માતમાં ઘાયલ થયો હતો

નવસારી-બારડોલી રોડ પર નસીલપોર ગામ આવેલું છે. આ ગામ નજીક બે દિવસ પૂર્વે એક દીપડો અકસ્માતમાં ઘાયલ થયો હતો. જે અંગેની જાણ સ્થાનિકોને થતાં લોકટોળા બનાવ સ્થળે પહોંચ્યા હતા અને દીપડાનો વીડિયો બનાવવા લાગ્યા હતા. સ્વસ્થ થતાની સાથે જ આસપાસ હાજર લોકોની પાછળ દોડવા લાગ્યો હતો. દીપડો દોડવા લાગતા લોકો જીવ બચાવીને આમ-તેમ ભાગવા લાગ્યા હતા.

https://img.cdn.sortd.mobi/live-gujaratfirst-com-prod-sortd/mediaceb4dec0-78d2-11ef-af07-9bd4c2fede8b.mp4

આ પણ  વાંચો -VADODARA : વચગાળાના જામીન પર મુક્ત થયા બાદથી ફરાર કુખ્યાત અલ્પુ સિંધી ઝબ્બે

CCTV માં લોકોની પાછળ દોડી તો ઘાયલ  દીપડો દેખાયો

જોકે દીપડો વધુ ઘાતક બની ગયો હતો અને લોકોની પાછળ દોડવા લાગ્યો હતો. જેથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લોકો જીવ બચાવીને ઘરોમાં ભાગી ગયા હતા. એ સમયે ત્યાં લાગેલા સીસીટીવીમાં લોકોની પાછળ દોડી રહેલો દીપડો કેદ થઇ ગયો હતો. સ્થાનિકોની પાછળ ભાગી રહેલો દીપડો એક મોપેડ સાથે અથડાઇને ભાગી ગયો હતો. બનાવ અંગે જાણ થતાં વન વિભાગની ટીમ રાત્રે જ ગામમાં પહોંચી હતી. આખી રાત ઘાયલ દીપડાને પકડવા અને રેસ્ક્યૂ કરવા ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે દીપડો શેરડીના ખેતરમાં નાસી છૂટ્યો હતો. દીપડાના આતંકના પગલે લોકોમાં ભયનો માહોલ છે.

Tags :
breaking newsforest departmentGujarat FirstGujarat NewsGujarati breaking newsLeopard attack in NavsariLeopard attacks peopleleopard incidentLeopard injured in accidentleopard rescueNavsariNavsari latest NewsNavsari NewsNavsari News GujaratiNavsari News LiveNavsari News TodayToday Navsari News
Next Article