ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Navsari: 'ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં કુપોષણની ગંભીર સમસ્યા', કેબિનેટ મંત્રી Nareshbhai Patel એ શું કહ્યું?

Navsari: કેબિનેટ મંત્રી Nareshbhai Patel એ નવસારીમાં આદિવાસી પટ્ટામાં વ્યાપેલા કુપોષણની સમસ્યાને ગંભીર ગણાવી છે. તેમણે જણાવ્યું કે ઉમરગામથી અંબાજી સુધી 20-30% બાળકો કુપોષિત છે અને વલસાડમાં 18,000 બાળકો આનાથી પીડાય છે. ચિંતન શિબિરમાં આ મુદ્દો ચિંતાનો વિષય બન્યો હતો. કેબિનેટ મંત્રીએ કુપોષણ નાથવા માટે દીકરીઓના લગ્ન 21 વર્ષે કરવા પર ભાર મૂક્યો અને સહિયારા પ્રયાસોની હાકલ કરી.
04:11 PM Dec 06, 2025 IST | Mahesh OD
Navsari: કેબિનેટ મંત્રી Nareshbhai Patel એ નવસારીમાં આદિવાસી પટ્ટામાં વ્યાપેલા કુપોષણની સમસ્યાને ગંભીર ગણાવી છે. તેમણે જણાવ્યું કે ઉમરગામથી અંબાજી સુધી 20-30% બાળકો કુપોષિત છે અને વલસાડમાં 18,000 બાળકો આનાથી પીડાય છે. ચિંતન શિબિરમાં આ મુદ્દો ચિંતાનો વિષય બન્યો હતો. કેબિનેટ મંત્રીએ કુપોષણ નાથવા માટે દીકરીઓના લગ્ન 21 વર્ષે કરવા પર ભાર મૂક્યો અને સહિયારા પ્રયાસોની હાકલ કરી.
navasari_nareshbhai_patel_gujarat_first

Navsari:ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વ્યાપેલા કુપોષણની ગંભીર સમસ્યાને લઈને કેબિનેટ મંત્રી અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલે(Nareshbhai Patel) નવસારી ખાતે એક મોટું અને ચિંતાજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં કુપોષણ એક મુખ્ય પડકાર બની ગયો છે.

'કુપોષણ સામે પગલાં લેવા જરુરી'

કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં કુપોષિત બાળકો(Malnourished children) ની સંખ્યા 20 થી 30 ટકા જેટલી ઊંચી છે, જે રાજ્ય સરકાર માટે ગહન ચિંતાનો વિષય છે. તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં પણ કુપોષણના મુદ્દા પર ગહન ચર્ચા કરવામાં આવી હતી અને આ સમસ્યાની ગંભીરતા સામે આવી હતી. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે ખુલાસો કર્યો કે આ મુદ્દો ચિંતન શિબિરમાં ગહન ચિંતાનો વિષય બન્યો હતો, જેના નિરાકરણ માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા જરૂરી છે.

'Valsad માં 18,000 કુપોષિત બાળકો'

કેબિનેટ મંત્રી Nareshbhai Patel એ વલસાડ જિલ્લાના ચોંકાવનારા આંકડા રજૂ કરતાં જણાવ્યું હતું કે, એકલા વલસાડ જિલ્લામાં 18,000 બાળકો કુપોષિત છે. આ આંકડો માત્ર વલસાડ પૂરતો સીમિત ન રહેતા, સમગ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાતના આદિવાસી પટ્ટામાં કુપોષણની સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

કુપોષણ(Malnutrition) નાથવા દીકરીઓના લગ્ન 21 વર્ષે થવા જોઈએ: મંત્રીની ટકોર

કુપોષણની સમસ્યા(Problem of Malnutrition)ને દૂર કરવા માટે સરકારી યોજનાઓ ઉપરાંત સામાજિક પ્રયાસો પર ભાર મૂકતા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે એક મહત્વની ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, કુપોષણ દૂર કરવા માટે દીકરીઓના લગ્ન વહેલા ન થવા જોઈએ અને તેમની ઉંમર 21 વર્ષની થાય ત્યારે જ લગ્ન થવા જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નાની ઉંમરે માતા બનવાથી માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે, જે કુપોષણનું એક મુખ્ય કારણ છે. આ સમસ્યાને દૂર કરવા માટે સામૂહિક પ્રયાસોની હાકલ કરી હતી. ચિંતન શિબિરમાં થયેલી ચર્ચા બાદ રાજ્ય સરકાર હવે આદિવાસી વિસ્તારોમાં કુપોષણ સામે લડવા માટે વિશેષ કાર્યક્રમો અને જાગૃતિ અભિયાનો શરૂ કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Surat: MLA કુમાર કાનાણીને કેમ લખવો પડ્યો મેયરને પત્ર?, જાણો શું કરી રજૂઆત!

Tags :
AmbajiGujaratGujarat Firstmalnutrition problemMinister Nareshbhai PatelNavsariTribal AreaUmargam
Next Article