ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સી આર પાટીલે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે કરેલા કાર્યોનો ઐતિહાસિક રેકોર્ડ, જેનો રાજકીય ઈતિહાસમાં રહેશે કાયમ ઉલ્લેખ

સંવાદથી સંગઠન મજબૂત કર્યું, લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યાં
06:31 AM Jul 20, 2024 IST | Vipul Pandya
સંવાદથી સંગઠન મજબૂત કર્યું, લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યાં
CR Patil

CR Patil : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વિશ્વાસુ સી આર પાટીલે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે ભાજપને શક્તિશાળી બનાવવામાં સિંહફાળો આપ્યો છે, જ્યારે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા તે સમયે ગુજરાતમાં ભાજપ પાસે વિધાનસભાની માત્ર 99 બેઠકો હતી અને અત્યારે ભાજપ પાસે ગુજરાત વિધાનસભાની 182 માંથી 162 બેઠકો છે, જે એક ઐતિહાસિક સિદ્ધિ છે. જ્યારે પણ રાજકીય ઈતિહાસની વાત આવશે ત્યારે સી આર પાટીલની કાર્યશૈલી અને રણનીતિનો અવશ્ય ઉલ્લેખ થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સી આર પાટીલના નેતૃત્વમાં ગુજરાત ભાજપે અનેક નવા કિર્તીમાનો સ્થાપિત કર્યા છે. પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલે ગુજરાતમાં સતત પ્રવાસ કરી સંગઠનને એક નવી દિશા આપી છે. કુશળ રાજનેતાની ઓળખ છબી ધરાવતા સી આર પાટીલ નવસારી બેઠક પર સતત 4 ટર્મથી સાંસદ તરીકે રેકોર્ડ બ્રેક મતોથી જીતતા આવ્યા છે.

ગુજરાતમાં સર્વત્ર ભગવો લહેરાવવામાં સી આર પાટીલ અગ્રેસર

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની પેજ સમિતિની ફોર્મ્યુલાના કારણે ગુજરાતમાં ભાજપની અનેક ચૂંટણીઓમાં જીત થઈ. 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પેજ સમિતિની કમાલથી કોંગ્રેસના સૂપડાં સાફ થયાં હતાં. 31માંથી 31 જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો હતો, 231 તાલુકા પંચાયતમાંથી ભાજપે 196 તાલુકા પંચાયત જીતી હતી. 81 નગરપાલિકામાંથી 75 નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ હતી.

2022 ની વિધાનસભા ચૂંટણીમાં અપાવી ઐતિહાસિક સફળતા

2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 182 વિધાનસભા સીટમાંથી ભાજપે 156 સીટ જીતી ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો. નોંધનીય છે કે, 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. સી આર પાલીટની મહેનત બાદ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 156 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ત્યારબાદ વિધાનસભાની પેટાચૂંટણીઓમાં પણ ભાજપે વિજય મેળવ્યો હતો, જેથી ભાજપ પાસે અત્યારે 162 વિધાનસભાની બેઠકો છે. સી આર પાટીલના કાર્યકાળમાં જ રાજ્યની 360 સહકારી સંસ્થાઓમાંથી 302 સંસ્થાઓમાં ભાજપ કબ્જે કરી છે. આ પહેલા બીજેપીએ ગુજરાતમાં આટલી ભવ્ય જીત ક્યારેય નહોતી મેળવી. એટલા માટે જ સી આર પાટીલને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય કહેવામાં આવે છે.

વાવમાં કોંગ્રેસના ગઢને તોડી BJP ને અપાવી ભવ્ય જીત

મહત્વની વાત એ પણ છે કે, બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક જે કોંગ્રેસનો ગઢ કહેવાતી હતી. ત્યાં પેટાચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસને માત આપીને સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો વિજય થયો છે. વર્ષોથી વાવ બેઠક કોંગ્રેસ પાસે જ રહીં હતી પરંતુ સી આર પાટીલની રણનીતિએ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું અને ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં વધારે મજબૂતી અપાવી.

હવે કેન્દ્રને મળી રહ્યો છે સી આર પાટીલની કામગીરીનો લાભ

ગુજરાતમાં સી આર પાટીલે પોતાની રણનીતિથી ભારતીય જનતા પાર્ટીને વધારે મબૂજત કરી જ છે.જેથી તેમની ઉત્તકૃષ્ઠ કામગીરીથી ખુશ થઈને હાઈકમાન્ડે તેમને કેન્દ્રમાં લઈ જવાનો વિચાર કર્યો જે સફળ પણ રહ્યો. 2024 ની લોકસભા ચૂંટણીમાં નવસારીથી સી આર પાટીલ 7,73,551 લીડની જીત સાથે સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. ફરી એકવાર સી આર પાટીલે સાબિત કરી બતાવ્યું કે, તેમની કામગીરી પર લોકોને અતૂટ વિશ્વાસ છે. એટલું જ નહીં પરંતુ લોકસભામાં ભાજપને બનાસકાંઠાની એક બેઠક પર વિજય ના મળ્યો તેનો વસવસો હતો, પરંતુ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ગઢને તોડી પાડીને ફરી એકવાર ભાજપે કમળ ખીલવ્યું છે.

સી આર પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યાં

નવસારીથી ભવ્ય વિજય થયા બાદ સી આર પાટીલને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યાં. જે મંત્રાલય પર પીએમ મોદીનું ખાસ ધ્યાન હોય છે, જેના પર તેઓ ખાસ કામગીરી માટે ભાર મુકતા હોય છે તે મંત્રાયલ સી આર પાટીલને આપવામાં આવ્યું. સી આર પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરીને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું.  જળ શક્તિ મંત્રાયલનો કાર્યભાર સંભાળતા જ સુરતમાં સી આર પાટીલે ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત 'જળસંચય - જનભાગીદારી - જનઆંદોલન' કાર્યક્રમ યોજ્યો હતો. હવે દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી જળ સંચયને પ્રાધાન્ય આપી રહ્યાં છે.

સી આર પાટીલનો અનુભવ દેશભરમાં લેખે લાગ્યો: PM Modi

સી આર પાટીલ જ્યાં પણ પોતાનો કાર્યભાળ સંભાળે છે, ત્યાં તેમના કાર્યની અસર જોવા મળે છે.  કેન્દ્રમાં જળ શક્તિ મંત્રાલય મળ્યાં બાદ તેમણે કાર્યભાળ સંભાળ્યો અને દેશ હિતની કામગીરી શરી કરી દીધી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યાં ત્યારે અમરેલીમાં સી આર પાટીલના ભરપૂર વખાણ કર્યાં હતાં. અહીં તેમણે કહ્યું કે, ‘સી આર પાટીલ હવે અમારા મંત્રીમંડળમાં છે. એમને ગુજરાતનો પાણીનો અનુભવ છે, અને હવે દેશભરમાં લેખે લાગ્યો છે.’

કાર્યકર્તાઓની કામગીરી મુજબ જવાબદારી સોંપી

સી આર પાટીલ દરેક કાર્યકર્તા સાથે હંમેશા સંપર્કમાં રહે છે. સી આર પાટીલ સારી રીતે જાણે છે કે, કયા કાર્યકર્તાને કઈ જવાબદારી આપવી? સી આર પાટીલે યુવા મોરચો, OBC મોરચો, મહિલા મોરચો, આઈટી સેલ, સાંસ્કૃતિક સેલ અને ડોક્ટર સેલમાં કાર્યકર્તાને તેના કામ પ્રમાણે જવાબદારી આપી છે, તેના કારણે ભાજપનું સંગઠન તમામ મોરચે મજબૂત થયું છે. ભાજપની સૌથી મોટી તાકાત તેમના કાર્યકર્તાઓ છે અને સી આર પાટીલે કાર્યકર્તાને હરપળ સાથ આપી તેમનો ઉત્સાહ વધાર્યો છે.

સંવાદથી સંગઠન મજબૂત કર્યું, લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યાં

સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારથી તેમણે અનેક લોક સંવાદ કર્યાં. સી આર પાટીલે વન-ડે વન-ડિસ્ટ્રિક્ટ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં દરેક જિલ્લાઓમાં રૂબરૂ જઈને કાર્યકર્તા સંમેલન કર્યાં, વિવિધ ક્ષેત્રના સંગઠનો સાથે સંવાદ સાધીને પાર્ટીને મજબૂત કરવાનું કાર્ય કર્યું હતું. આ સંવાદ થકી લોકોની મુશ્કેલીઓ સાંભળી તેમનું નિવારણ માટે કાર્ય કર્યું. સી આર પાટીલે ખેડૂતો સાથે સંવાદ, કૂલીઓ સાથે સંવાદ, રિક્ષા ચાલકો સાથે સંવાદ, ડૉક્ટર અને વકીલ એસોસિએશન સાથે સંવાદો કર્યા. પ્રશ્નોનું નિરાકરણ કરી લોકપ્રિયતા મેળવવી એ સી આર પાટીલની ખૂબી છે.

ભાજપાના કાર્યકર્તા માટે સેવા એ સર્વોપરિ છે: સી આર પાટીલ

કોરોના સમયે ભાજપના કાર્યકરો જરૂરિયાતમંદોની મદદ કરવામાં લાગ્યા હતાં. સી આર પાટીલના માર્ગદર્શનમાં ગુજરાતના કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાનું અભિયાન ચલાવ્યું હતું. સુપોષિત અભિયાનમાં ભાજપાના કાર્યકરો જોડાયા હતાં. કેટલાય કાર્યકરોએ કુપોષિત બાળકોને દત્તક લીધા અને તેના કારણે રાજ્યના અનેક કુપોષિત બાળકો સુપોષિત બન્યાં હતાં. ભાજપ સંગઠનના વિવિધ મોરચાઓ દ્વારા રક્તદાન કેમ્પ, રોગ નિદાન કેમ્પ, દિવ્યાંગોને સાધન સહાય કરાય છે. સી આર પાટીલ તેમના જન્મદિવસની ઉજવણી લોકોની સેવા કરીને કરે છે, તેમના જ કહેવાથી કાર્યકર્તાઓ પણ હવે પોતાના જન્મદિવસની ઉજવણી લોક સેવાથી કરે છે. સી આર પાટીલના કહેવાથી કાર્યકર્તાઓએ જરૂરિયાતમંદોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ અપાવ્યો છે.

અસરકારક ડિજિટલીકરણ— 360 ડિગ્રી એપ કનેક્ટિવિટી, I.S.O. સર્ટિફાઈડ કમલમ

ભાજપ ટેક્નોલોજીનો ખૂબ મોટા પાયે ઉપયોગ કરે છે, સી આર પાટીલના કાર્યકાળમાં જ સૌપ્રથમવાર કેવડિયામાં પેપરલેસ પ્રદેશ કારોબારીનું આયોજન કરાયું હતું. સી આર પાટીલ અવારનવાર ડિજિટલી મિટિંગ કરતા હોય છે. ભાજપમાં એક એપના માધ્યમથી કાર્યકર્તાથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધી બધા કનેક્ટેડ છે. નમો એપ દ્વારા લોકો સરકારની યોજનાઓ વિશે સાચી જાણકારી મેળવી શકે તે માટે વધુમાં વધુ લોકો પાસે નમો એપ ડાઉનલોડ કરાવી હતી. ગુજરાત ભાજપનું કમલમ કાર્યાલય ISO સર્ટિફાઈડ છે. ગુજરાતમાં કેટલાય જિલ્લાઓમાં કમલમ કાર્યલય બની ગયા છે, અને કેટલાય જિલ્લામાં કમલમ કાર્યાલય બની રહ્યાં છે. એવા અનેક જિલ્લા ભાજપ કાર્યાલય છે, જેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સી આર પાટીલે કર્યું. પોતાની અનોખી કાર્યશૈલી માટે જાણીતા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હવે કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી તરીકે પણ કામગીરી માટે એક્શન મોડમાં જોવા મળી રહ્યાં છે.

Tags :
BJP state presidentBJP WorkersCR PatilGujarat BJPHistoric Decisionsjal shakti ministerKamalam OfficeNavsari MPNavsari MP CR patilpage committeePaperless State ExecutiveWater Power Minister
Next Article