Navsari : મોડી રાતે અજંપાભરી સ્થિતિ સર્જાતા પોલીસ દોડતી થઈ, લાઠીચાર્જ કરી કોમ્બિંગ કર્યું
- Navsari માં મોડી રાત્રે પાર્કિંગ બાબતે ઝઘડો થતાં પોલીસ દોડતી થઈ
- દરગાહ રોડ પર થયેલો ઝઘડો ધાર્મિક વિખવાદ સુધી પહોંચ્યો
- ધાર્મિક સ્વરૂપમાં ફેરવાતા હિન્દુ સંગઠનોએ રામધૂન બોલાવી
- લોકોના ટોળા રસ્તા પર ઉતરતા પોલીસે લાઠીચાર્જ કરી કોમ્બિંગ કર્યું
નવસારી શહેરમાં (Navsari) મોડી રાતે પોલીસને રસ્તા પર ઉતરી લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. દરગાહ રોડ પર પાર્કિંગ બાબતે થયેલો ઝઘડો ધાર્મિક વિખવાદ સુધી પહોંચતા લોકોના ટોળા રસ્તા પર ઊતર્યા હતા. ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરી આખરે મામલો કાબૂમાં લીધો હતો.
આ પણ વાંચો - Surat: ઘર બહાર રમતા બાળકોને ઠપકો આપવા ગયેલા યુવકને મોત મળ્યું, વાંચો આ અહેવાલ
પાર્કિંગ જેવી નજીવી બાબતે થયેલો ઝઘડો ધાર્મિક વિખવાદ સુધી પહોંચ્યો
નવસારીમાં (Navsari) આવેલા દરગાહ રોડ વિસ્તારમાં મોડી રાતે અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. વિસ્તારમાં મોડી રાતે પાર્કિંગ જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો, જેણે ઊગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પાર્કિંગ બાબતે શરૂ થયેલી આ બબાલ ધાર્મિક વિખવાદ સુધી પહોંચી હતી. આથી, હિન્દુ સંગઠનોનાં ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રામધૂન બોલાવી હતી. આ અંગે પોલીસને જાણ થતાં ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો - Banaskantha: ડીસા તાલુકાના ખેડૂતોને મળ્યું મા નર્મદાનું પાણી, જગતના તાતને હવે લીલાલહેર
પોલીસે હળવો લાઠીચાર્જ કરી કોમ્બિંગ કર્યું
માહિતી અનુસાર, સ્થિતિની ગંભીરતાને સમજી પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઉકેલ ન આવતા અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસને લોકોનાં ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં કોંબિંગ પણ કર્યું હતું. હાલ, વિસ્તારમાં શાંતિનો માહોલ છે.
આ પણ વાંચો - Surendranagar: સગી જનેતા સહિત 12 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તાંત્રિક નવલસિંહનું પોલીસ કસ્ટડીમાં મોત