Nawazuddin Siddiqui વિરુદ્ધ હિન્દુ સંગઠનોએ નોંધાવી ફરિયાદ, જાણો કારણ
- હિન્દુ સંગઠને Nawazuddin Siddiqui વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
- Online Gaming જેવી પ્રવૃત્તિઓને સહયોગ આપી રહ્યા
- ગેરકાયદેસર અને અનૈતિક ઉપયોગને પ્રોત્સાહન મળશે
Nawazuddin Siddiqui faces backlash : Online Gaming Big Cash Poker ના એક વિજ્ઞાપનના કારણે અભિનેતા Nawazuddin Siddiqui ની ઉપર સંકટના વાદળો ફરી વળ્યા છે. ત્યારે અભિનેતા Nawazuddin Siddiqui ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે મહારાષ્ટ્ર પોલીસની છાપને ખરાબ કરવાનો પ્રયત્નો કર્યા છે. ત્યારે હિન્દુ જનજાગૃતિ સમિતિ દ્વારા અભિનેતા Nawazuddin Siddiqui અને Online Gaming Platform Big Cash Poker ના માલિક અંકુર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
હિન્દુ સંગઠને Nawazuddin Siddiqui વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
Nawazuddin Siddiqui વિરુદ્ધ હિન્દુ જનજાગૃતિ સમિતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, Online Gaming Big Cash Poker ના એક વિજ્ઞાપનમાં અભિનેતા Nawazuddin Siddiqui એ મહારાષ્ટ્ર પોલિસનું કિરદાર અપનાવ્યું છે. તેના કરાણે મહારાષ્ટ્ર પોલિસની છાપ ખરાબ થઈ છે. ત્યારે આ સિમિતિએ મુંબઈ પોલિસ કમિશ્નર અને મહારાષ્ટ્રના ડીજીપીને એક પત્ર લખ્યો છે. અને માગ કરી છે કે, અભિનેતા Nawazuddin Siddiqui અને અંકુર સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો: Match Fixing નું ટ્રેલર થયું રિલીઝ, ટ્રેલરમાં ભારત-પાક. ની રાજનૈતિક જંગ જોવા મળી
Online Gaming જેવી પ્રવૃત્તિઓને સહયોગ આપી રહ્યા
હિન્દુ જનજાગૃતિએ જણાવ્યું છે કે, Nawazuddin Siddiqui એ મહારાષ્ટ્ર પોલિસના કિરદારમાં લોકોને Online Gaming Big Cash Poker ને રમવા માટે લોકોને આહ્વાન કરી રહ્યા છે. જે એક ગુનાહિત કૃત્ય છે. આ ઘટનાથી એવું સાબિત થાય છે કે, કાનૂનના રક્ષક જ Online Gaming જેવી પ્રવૃત્તિઓને સહયોગ આપી રહ્યા છે. તેની તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
ગેરકાયદેસર અને અનૈતિક ઉપયોગને પ્રોત્સાહન મળશે
હિન્દુ સંગઠન દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આવી જાહેરાતોથી પોલીસ યુનિફોર્મના ગેરકાયદેસર અને અનૈતિક ઉપયોગને પ્રોત્સાહન મળશે. મહારાષ્ટ્ર પોલીસ સખત તાલીમ આપે છે, પરંતુ આ જાહેરાત દર્શાવે છે કે તેઓ જુગારને પ્રોત્સાહન આપી રહ્યા છે. તે ખૂબ જ નિરાશાજનક છે કે કોઈ પોલીસ અધિકારીએ આ એપ સામે કોઈ કાર્યવાહી કરી નથી અને અન્ય કોઈએ ફરિયાદ નોંધાવવી પડી છે. તે ઉપરાંત સંગઠને મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: Nia Sharma એ વજાઈના માટે કર્યું વિજ્ઞાપન, તો મહિલાઓએ લીધો ઉધડો