Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Naynaba Jadeja: રોહિત શર્માની જેમ મારા ભાઈ રવિન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવો... નયનાબા જાડેજાએ કરી મોટી માંગ

રોહિત શર્માના નામના સ્ટેન્ડ બાદ રવિન્દ્ર જાડેજા માટે પણ માગ રવિન્દ્ર જાડેજાની બહેને પણ સ્ટેન્ડ બનાવવા માટે કરી માગણી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવા કરી માગ રવિન્દ્ર જાડેજા માટે આટલુ તો કરી જ શકીએ: નયનાબા જાડેજા Naynaba Jadeja:...
naynaba jadeja  રોહિત શર્માની જેમ મારા ભાઈ રવિન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવો    નયનાબા જાડેજાએ કરી મોટી માંગ
Advertisement
  • રોહિત શર્માના નામના સ્ટેન્ડ બાદ રવિન્દ્ર જાડેજા માટે પણ માગ
  • રવિન્દ્ર જાડેજાની બહેને પણ સ્ટેન્ડ બનાવવા માટે કરી માગણી
  • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવા કરી માગ
  • રવિન્દ્ર જાડેજા માટે આટલુ તો કરી જ શકીએ: નયનાબા જાડેજા

Naynaba Jadeja: શુક્રવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતીય ODI ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના નામ પર એક સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રોહિત તેના પરિવાર સાથે ત્યાં હાજર હતો અને ખૂબ જ ભાવુક દેખાતો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઘણા ભારતીય ક્રિકેટરો પણ હાજર હતા. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja)બહેન નયનાબા જાડેજાએ (Naynaba Jadeja)પોતાના ભાઈને આવું સન્માન મળવું જોઈએ તેવી માંગ કરી છે.

સૌરાષ્ટ્રના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા માટે સ્ટેન્ડ બનાવવા કરી માંગ

મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામે સ્ટેન્ડ બનાવાયા બાદ હવે સૌરાષ્ટ્રના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા માટે પણ આવો જ સન્માન હોવો જોઈએ એવી માંગ ઉઠી છે. રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના નિરંજન શાહ સ્ટેડિયમમાં તેમના ભાઈ રવિન્દ્ર જાડેજાના નામે એક સ્ટેન્ડ બનાવવાની માંગ કરી છે. સાથે જ ચેતેશ્વર પુજારા અને સલીમ દુરાની જેવા દિગ્ગજો માટે પણ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી છે. રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ જણાવ્યું કે રવિન્દ્ર જાડેજા માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર દેશનું ગૌરવ છે અને દુનિયાના સૌથી સફળ ઓલરાઉન્ડર્સમાં સ્થાન ધરાવે છે. તો પછી તેમના નામે સ્ટેન્ડ ન બને એ યોગ્ય ન કહેવાય.

Advertisement

Advertisement

સોશિયલ મીડિયા પર નયનાબાની પોસ્ટ

તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, રોહિત શર્માને જો આટલું માન આપવામાં આવે તો સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું નામ વધારનાર જે સતત 1158 દિવસથી પણ વધારે ટેસ્ટમાં પોતાનું નામ જડકાયું છે એવા "test all rounder" રવિન્દ્ર જાડેજા ના નામે પણ એક સ્ટેન્ડ કેમ નહીં રાજકોટના નિરંજનશા સ્ટેડિયમ અથવા તો અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પણ હું માનું છું કે એમને સ્થાન આપવું જોઈએ.

રોહિત શર્માનું વાનખેડેમાં સ્ટેન્ડ

ઉલ્લેખનનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માના નામ પરથી વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડ રાખવામાં આવ્યું છે, જે તેમની મહેનત અને સફળતાની વાર્તા દર્શાવે છે. મુંબઈના બોરીવલી વિસ્તારના વતની, રોહિત શર્માએ ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને વાનખેડે સ્ટેડિયમની બહારથી મેચ જોવી તેમના માટે એક સ્વપ્ન જેવું હતું, જે આજે તેમણે તેમના નામ પર રાખેલા સ્ટેન્ડના રૂપમાં વાસ્તવિકતામાં ફેરવાઈ ગયું છે. અજિંક્ય નાઈકે કહ્યું કે મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા વાનખેડે સ્ટેડિયમ ખાતે 'રોહિત શર્મા સ્ટેન્ડ'નું ઉદ્ઘાટન માત્ર એક સન્માન નથી પરંતુ સંઘર્ષ અને સફળતાનું પ્રતીક છે જે એક સામાન્ય છોકરાને ક્રિકેટ સુપરસ્ટાર બનાવે છે. આ કાર્યક્રમમાં રોહિત શર્માએ કહ્યું કે આ એક અવિશ્વસનીય ક્ષણ છે જેની તેણે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી ન હતી, અને તે આ માટે હંમેશા તેના માતાપિતા, કોચ અને ચાહકોનો આભારી રહેશે. રોહિત શર્મા ઉપરાંત, વાનખેડે સ્ટેડિયમ ખાતે ભૂતપૂર્વ ક્રિકેટર અજિત વાડેકર, વરિષ્ઠ નેતા શરદ પવારના નામ પર સ્ટેન્ડનું પણ અનાવરણ કરવામાં આવ્યું.

Tags :
Advertisement

.

×