ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patan ના હાજીપુર ગામની દીકરી નીમા ઠાકોરે ચીનમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં મારી બાજી, દેશનું નામ કર્યું રોશન

ગુજરાતના Patan તાલુકાના નાનકડા હાજીપુર ગામની ખેડૂત પરિવારની દીકરી નીમા ઠાકોરે એથ્લેટિક્સના ક્ષેત્રે ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે, એક નાનકડા ગામમાંથી તનતોડ મહેનત કરીને વિશ્વભરના ધાવકોમાં પોતાનું આગવું સ્થાન બનાવવું એક આગાવી સિદ્ધી જ છે. એક નાનકડા ગામમાંથી ઉઠીને ચીનના ચમકદાર શહેરમાં પોતાનું એક આગવું સ્થાન મેળવીને વિશ્વભરના ધાવકોને પાછળ છોડ્યા છે, તો જાણો નીમા ઠાકોરની રોમાંચક સફર વિશે
05:19 PM Oct 15, 2025 IST | Mujahid Tunvar
ગુજરાતના Patan તાલુકાના નાનકડા હાજીપુર ગામની ખેડૂત પરિવારની દીકરી નીમા ઠાકોરે એથ્લેટિક્સના ક્ષેત્રે ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે, એક નાનકડા ગામમાંથી તનતોડ મહેનત કરીને વિશ્વભરના ધાવકોમાં પોતાનું આગવું સ્થાન બનાવવું એક આગાવી સિદ્ધી જ છે. એક નાનકડા ગામમાંથી ઉઠીને ચીનના ચમકદાર શહેરમાં પોતાનું એક આગવું સ્થાન મેળવીને વિશ્વભરના ધાવકોને પાછળ છોડ્યા છે, તો જાણો નીમા ઠાકોરની રોમાંચક સફર વિશે

Patan : પાટણના નાનકડા એવા હાજીપુર ગામમાં ખેડૂત પરિવારની દીકરીએ આખા ગામનું નામ ગુજરાત તેમજ ભારતભરમાં રોશન કર્યું છે. ખેડૂત પરિવારની દીકરીએ એથલેન્ટિક્સની રમતમાં અથાગ મહેનત થકી ગોલ્ડ, સિલ્વર, બ્રોન્જ મેડલો સાથે અનેક ટ્રોફીઓ મેળવી છૅ તો તાજેતરમાં ચાયના ખાતે વર્લ્ડ યુનિવર્સીટી સ્પર્ધામાં આ દીકરી બે વાર કવોલીફાઈડ થનાર પ્રથમ ગુજરાતી ખેલાડી રહેવા પામી છૅ. આ સિવાય દીકરીએ ગુજરાત તેમજ આંતર રાષ્ટ્રીય લેવલે યોજાતી એથલેન્ટિક્સ માં પણ ભાગ લઇ ઉત્કર્સ દેખાવો કર્યો છૅ.

Patan થી ચીન સુધી રોમાંચક સફર

પરિશ્રમ કરનાર માનવી ને પહાડ પણ સર કરવો મુશ્કેલ નથી જે કહાવત સાર્થક કરનાર એક નાનકડા ગામ ની દીકરીએ કરી બતાવ્યું છે. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, પાટણ તાલુકાના હાજીપુર ગામની અને આ ગામની ઓળખ આજે નીમા ઠાકોર થી થવા પામી છે. હાજીપુર ગામે ખેડૂત પરિવાર ની દીકરી નીમા ઠાકોર વર્ષ 2010 માં એથલેન્ટિકસ રમતમાં રસ દાખવી તેને રમત ગમત ક્ષેત્રમાં શરૂઆત કરી અને કોચ રમેશ ભાઈ ના હાથ નીચે ગામ માં આવેલ રૂક્ષમણી વિદ્યાલય ખાતે ટ્રેનિંગ મેળવવાંની શરૂઆત કરી અને નીમા ઠાકોરે અથાગ મહેનત સાથે ક્રોસ કન્ટ્રી, હાફ મેરેથોન, ફૂલ મેરેથોન સ્પર્ધા માં જિલ્લા, રાજ્ય અને આંતર રાષ્ટ્રીય સ્પર્ધા માં ભાગ લઇ ગામ અને દેશ નું ગૌરવ વધાર્યું છૅ નીરમા ઠાકોરે તાજેતર માં વર્લ્ડ યુનિવર્સીટી સ્પર્ધા માં આ દીકરી બે વાર કવોલીફાઈડ થનાર પ્રથમ ગુજરાતી ખેલાડી રહેવા પામી છૅ અને વિજેતા પણ બનવા પામી છૅ જે ખુબજ ગૌરવ લેવા જેવી બાબત છૅ..

કોચ રમેશ ભાઈ

 

આ પણ વાંચો- સાવધાન! 2026 માં ‘કેશ ક્રશ’ થી વૈશ્વિક આર્થિક તબાહી: બાબા વેંગાની ભવિષ્યવાણી

નીમા ઠાકોરે વર્ષ 2010 થી રમત ગમત ક્ષેત્રમાં ઝંપલાવી અથાગ મહેનત કરી તાલુકા, જિલ્લા, રાજ્યની એથલેન્ટિકસ રમતમાં ભાગ લઇ સિલ્વર, ગોલ્ડ અને બ્રોન્જ મેડલો પણ મેળવ્યા તો આંતર રાષ્ટ્રીય સ્પર્ધાના પણ ભાગ લઇ અનેક મેડલો મેળવી દેશનું નામ રોશન કર્યું છૅ. તાજેતરમાં વર્લ્ડ યુનિવર્સીટી સ્પર્ધામાં નીમા ઠાકોરે મેરેથોન દોડમાં ભાગ લઇ 21 કિલો મીટરની દોડ 1 કલાક 22 મિનિટમાં પૂર્ણ કરી કવોલીફાઈડ થનાર પ્રથમ ગુજરાતી ખેલાડી બનવા પામી છૅ જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ ની વાત છૅ આ સિવાય અન્ય દોડ પણ ઐતિહાસિક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છૅ...

નીમા ઠાકોર પોતાની માતા સાથે

નીમા ઠાકોરે હાજીપુર ગામનું નામ રોશન કર્યું છૅ જેને લઇ ગામની અન્ય દીકરીઓ પણ રમત ગમત ક્ષેત્રમાં પ્રેરાઈ છૅ અને હાજીપુર રૂક્ષમણી વિદ્યાલય ખાતે કોચ રમેશ ભાઈના હાથ નીચે ટ્રેનિંગ મેળવી રહ્યા છૅ. સામાન્ય રીતે ઠાકોર સમાજમાં શિક્ષણનું સ્તર ખુબજ નીચું છૅ પણ નીમા ઠાકોરે બીએ એમએ સુધીનો અભ્યાસ પણ કમ્પ્લીટ કર્યો એટલે કે શિક્ષણની સાથે રમત ગમત ક્ષેત્ર માં પણ આગવું સ્થાન પ્રપ્ત કર્યું છૅ સાથે નીમા જયારે પણ ઘરે આવે ત્યારે પિતા સાથે ખેતરમા મજૂરી પણ કરી પિતાને મદદરૂપ બંને છે અને આજે નીમાને જોઈ ગામની અન્ય દીકરીઓ તે પ્રકારે ગામની દીકરીઓ પણ શિક્ષણ સાથે રમત ગમતમાં અથાગ મહેનત કરી નીમા ઠાકોરની જેમ આગવી ઓળખ ઉભી કરવાની પહેલ કરી છૅ. વધુમાં નીમા ઠાકોરને કૃષિ બેન્કની બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવી અને ત્યાં મેનેજરની પોસ્ટ પણ કંપની દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો- તારીખ પે તારીખ – રાજકુમાર સંતોષીની મુશ્કેલીમાં થયો વધારો, 2 વર્ષની સજા સામેની અરજી Jamnagar કોર્ટે ફગાવી

Tags :
#Farmer'sDaughter#GujaratiPlayer#Nirmathakor#PatanSports#WorldUniversityGamesathleticsHajipurMarathon
Next Article