Nepal Issues: પાડોશી દેશ નેપાળની ફરી અવળચંડાઈ, 100 રૂ.ની નોટ પર છાપ્યો વિવાદિત નકશો
- Nepal Issues: ભારતીય ક્ષેત્રોને નેપાળે પોતાના ગણાવ્યા
- નેપાળની કરતૂત સામે ભારતે નોંધાવ્યો વિરોધ
- કૃત્રિમ વિસ્તાર સ્વીકાર નહીં કરાયઃ ભારત
Nepal Issues: પાડોશી દેશ નેપાળની ફરીથી અવળચંડાઈ સામે આવી છે. નેપાળની કેન્દ્રીય બેન્કે 100 રૂપિયાની નવી નોટમાં છાપેલા નકશા મુદ્દે ભારતે વિરોધ નોંધાવ્યો છે. નેપાળની નોટમાં છપાયેલા નક્શામાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાન સામેલ કરાયા છે. જેને નેપાળનો ભાગ ગણાવતા ભારતે વિરોધ નોંધાવ્યો છે.
લુમ્બિની-ભગવાન બુદ્ધની જન્મભૂમિ
ઓલી સરકારે મે 2020માં સંસદની સ્વીકૃતિથી નવો નક્શો જાહેર કર્યો હતો તેમાં આ ક્ષેત્રોને તેના ગણાવ્યા હતા. તેના આધારે હવે નવી 100 નેપાળી રૂપિયાની ચલણી નોટમાં આ નક્શાનો સમાવેશ કરાયો છે. જોકે ભારતે કહ્યું આ કૃત્રિમ વિસ્તાર સ્વીકાર નહીં કરાય. નવી નોટમાં માઉન્ટ એવરેસ્ટની તસવીર છે અને લીલા રંગમાં નેપાળનો નક્શો છપાયો છે. જેની નીચે લખ્યું છે કે લુમ્બિની-ભગવાન બુદ્ધની જન્મભૂમિ. ઉલ્લેખનીય છે કે નેપાળ અને ભારત 1850 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે.
Nepal Issues: નવી નોટ પર નકશામાં શું છે?
નેપાળની નવી 100 રૂપિયાની નોટમાં ડાબી બાજુ માઉન્ટ એવરેસ્ટ છે, જ્યારે જમણી બાજુ નેપાળના રાષ્ટ્રીય ફૂલ, રોડોડેન્ડ્રોનનું વોટરમાર્ક છે. નોટની મધ્યમાં પૃષ્ઠભૂમિમાં નેપાળનો આછા લીલા રંગનો નકશો છે. નકશાની નજીક અશોક સ્તંભ છે, જેના પર ભગવાન બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની લખેલું છે. નોટની પાછળ એક શિંગડાવાળા ગેંડાનું ચિત્ર છે.
વિવાદ શું છે?
નોટ પર છપાયેલ નકશામાં નેપાળની અંદર લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની દર્શાવવામાં આવ્યા છે. આ વિસ્તારો લાંબા સમયથી ભારતનો ભાગ રહ્યા છે. ગયા વર્ષે, નેપાળ સરકારે નવી 100 રૂપિયાની નોટ માટે નવી ડિઝાઇનને મંજૂરી આપી હતી. વિવાદાસ્પદ નકશાના દેખાવથી હવે વિવાદ થયો છે. નેપાળ પાંચ ભારતીય રાજ્યો સાથે સરહદ ધરાવે છે: સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ. આ સરહદ 1,850 કિમી લાંબી છે. મે 2020 માં, નેપાળે બંધારણીય સુધારા દ્વારા, લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાણીને પોતાનો પ્રદેશ ગણાવતો નકશો બહાર પાડીને વિવાદ ઉભો કર્યો, જોકે આ વિસ્તારો સંપૂર્ણપણે ભારતનો ભાગ છે.
આ પણ વાંચો: Rajkot: સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો થયો વાયરલ, ડોક્ટર ઊંઘમાં જ ફાઇલ વાંચતા જોવા મળ્યા