નેપાળ હિમાલયમાં મોટી દુર્ઘટના: યાલુંગ રી પર હિમપ્રપાતથી 7 પર્વતારોહકોના મોત, 4 લોકો લાપતા
- Nepal avalanche climbers: નેપાળના હિમાલયમાં મોટી દુર્ધટના ઘટી
- હિમપ્રપાત થતાં સાત પર્વતારોહકોના મોત
- બે નેપાળના અને પાંચ વિદેશી નાગરિકોના થયા મોત
નેપાળના હિમાલય ક્ષેત્રમાં મોટી દુર્ઘટના (Nepal avalanche climbers) ઘટી હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે. નેપાળના દોખાલામાં રોલવાલિંગ ખીણમાં 5,630 મીટરની ઊંચાઈ પર સ્થિત યાલુંગ રી શિખરના બેઝ કેમ્પ પર ભયાનક હિમપ્રપાત થયો છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા સાત પર્વતારોહકોના કરૂણ મોત થયા છે, જેમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. દોખાલા જિલ્લા પોલીસ કાર્યાલયના નાયબ પોલીસ અધિક્ષક જ્ઞાન કુમાર મહતોએ સોમવારે આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે મૃતકોમાં પાંચ વિદેશી નાગરિકો અને બે નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. વિદેશી મૃતકોમાં ત્રણ અમેરિકન નાગરિકો, એક કેનેડિયન અને એક ઇટાલિયન નાગરિક સામેલ છે.
Nepal avalanche climbers: હિમપ્રપાત થતા સાત પર્વકારોહકોના થયા મોત
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે નેપાળી અને વિદેશી પર્વતારોહકોની એક ટીમ સ્થાનિક માર્ગદર્શકો સાથે ઉચ્ચ શિખર, ડોલ્મા ખાંગ (6,332 મીટર) પર ચઢવાની તૈયારી કરી રહી હતી. તેઓ યાલુંગ રી બેઝ કેમ્પમાં હાજર હતા ત્યારે જ આ હિમપ્રપાતની લપેટમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં ચાર અન્ય પર્વતારોહકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક નજીકના ગામમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત, હજુ પણ ચાર જેટલા પર્વતારોહકો ગુમ છે, જેમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
Nepal avalanche climbers: બચાવ કામગીરી પુરજોશમાં
ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં નેપાળ આર્મી અને પોલીસની ટીમો જોડાયેલી છે. જોકે, ખરાબ હવામાન અને અંધારું થઈ જવાને કારણે અધિકારીઓએ સોમવારે સાંજે બચાવ કામગીરી અટકાવી દીધી હતી. હવે મંગળવારની સવારથી ફરીથી મોટા પાયે શોધ અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવશે. આ પ્રદેશમાં તાજેતરમાં થયેલા ભારે હિમવર્ષાને કારણે હવામાન પ્રતિકૂળ રહ્યું છે, જેના કારણે બચાવ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે.
આ પણ વાંચો: એર ઇન્ડિયાની ફલાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા મંગોલિયામાં ઇમરજન્સી લેન્ડિંગ,મોટી દુર્ઘટના ટળી