Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CBI ના નવા ડાયરેક્ટર પ્રવિણ સૂદ અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર વચ્ચે છે "બારમો ચંદ્રમા"!

દેશની સૌથી મોટી તપાસ એજન્સી CBIની કમાન થોડા દિવસો પછી IPS ઓફિસર પ્રવીણ સૂદના હાથમાં રહેશે. તેઓ હાલ કર્ણાટકના DGP છે. સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલ 25 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. પ્રવીણ સૂદ કર્ણાટક કેડરના 1986 બેચના...
cbi ના નવા ડાયરેક્ટર પ્રવિણ સૂદ અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર વચ્ચે છે  બારમો ચંદ્રમા
Advertisement

દેશની સૌથી મોટી તપાસ એજન્સી CBIની કમાન થોડા દિવસો પછી IPS ઓફિસર પ્રવીણ સૂદના હાથમાં રહેશે. તેઓ હાલ કર્ણાટકના DGP છે. સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલ 25 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. પ્રવીણ સૂદ કર્ણાટક કેડરના 1986 બેચના IPS અધિકારી છે અને જયસ્વાલ પછી દેશના સૌથી વરિષ્ઠ IPS અધિકારી છે.

શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી. કોંગ્રેસના નેતા ચૌધરીએ સીબીઆઈના આગામી ડિરેક્ટર તરીકે સૂદની પસંદગી સાથે અસંમતિ દર્શાવી હતી. જોકે, આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Advertisement

હિમાચલમાં જન્મેલા, IIT-IIMમાં ભણ્યા

Advertisement

પ્રવીણ સૂદનો જન્મ વર્ષ 1964માં હિમાચલ પ્રદેશમાં થયો હતો. સૂદ IIT-દિલ્હી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM)-બેંગ્લોર અને ન્યૂયોર્કમાં સિરાક્યુઝ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. સૂદ વર્ષ 2024માં નિવૃત્ત થવાના હતા પરંતુ હવે તેમનો કાર્યકાળ વધુ બે વર્ષ લંબાવવામાં આવ્યો છે.

સૂદ હાલમાં કર્ણાટક પોલીસના વડા છે. તેઓ અગાઉ બેલ્લારી અને રાયચુર જિલ્લાના SP રહી ચૂક્યા છે. તેઓ બેંગલુરુ સિટીમાં ડેપ્યુટી કમિશનર (કાયદો અને વ્યવસ્થા) અને વધારાના પોલીસ કમિશનર (ટ્રાફિક) અને મૈસુર સિટીના પોલીસ કમિશનરના હોદ્દા સંભાળી ચૂક્યા છે. તેમણે મોરેશિયસ સરકારના પોલીસ સલાહકાર તરીકે પણ સેવા આપી છે.

CBI ડાયરેક્ટર તરીકે સૂદની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે એજન્સી ઘણા મુશ્કેલ પડકારોનો સામનો કરી રહી છે. કાયદાનું શાસન જાળવવામાં અને ગુનાઓ સામે લડવામાં તેની ભૂમિકા સર્વોચ્ચ છે.

ડીકે શિવકુમાર સાથે તણાવ

કર્ણાટકના નવા ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સાથેના તેમના ખરાબ સંબંધોની વાત કોઈનાથી છુપી નથી. વાસ્તવમાં ડીકે શિવકુમારે તો સૂદ પર એમ પણ કહ્યું હતું કે તેઓ આ પદ માટે સક્ષમ નથી. કોંગ્રેસ નેતાએ DGP પર ભાજપની તરફેણમાં કામ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ડીકે શિવકુમારે નિવેદનમાં કહ્યું હતું કે, પ્રવીણ સૂદ ત્રણ વર્ષથી કર્ણાટકના DGP છે. પરંતુ તેમનું કામ ભાજપના કાર્યકર જેવું જ છે. તેમણે કોંગ્રેસના 25 નેતાઓ સામે કાર્યવાહી કરી છે. આ સંદર્ભમાં શિવકુમારે ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો હતો કે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. શિવકુમારે એમ પણ કહ્યું હતું કે, જો ચૂંટણી પછી કોંગ્રેસની સરકાર બનશે તો સૂદ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. હવે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે, આવી સ્થિતિમાં પ્રવીણ સૂદને પ્રમોટ કરવા અને સીબીઆઈ ડાયરેક્ટરનું પદ સંભાળવા માટે દિલ્હીથી ફોન આવ્યો છે.

આ પણ વાંચો : કર્ણાટકના DGP પ્રવિણ સૂદ બન્યા CBI ના નવા ડાયરેક્ટર

Tags :
Advertisement

.

×