ન્યૂયોર્ક પોલીસે ફ્રાન્સના રાષ્ટ્રપતિ EmmanuelMacron ના કાફલાને રોક્યો,વીડિયો વાયરલ
- ન્યૂયોર્ક પોલીસે ફ્રાન્સના રાષ્ટ્રપતિ EmmanuelMacron કાફલાને રોક્યો
- સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાંથી ફ્રેન્ચ દૂતાવાસ તરફ જઈ રહ્યા હતા
- આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે વાયરલ
અમેરિકાના ન્યૂયોર્કથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના કાફલાને ન્યૂયોર્કના રોડ પર રોકવામાં આવ્યો છે. તેેઓ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાંથી ફ્રેન્ચ દૂતાવાસ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ન્યૂ યોર્ક પોલીસ દ્વારા તેમના કાફલાને અટકાવવામાં આવ્યો. આ રોડ બ્લોક અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાફલાના પસાર થવા માટે સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ EmmanuelMacron કાફલાને રોક્યાનો વીડિયો વાયરલ
વીડિયોમાં જોઈ શકાય છે કે, મેક્રોન થોડીવાર માટે રસ્તા પર ફસાયા બાદ પોતાની કારમાંથી બહાર નીકળ્યા અને પોતે જ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી. આ દરમિયાન, તેમણે મજાકના મૂડમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો ફોન લગાવ્યો. ફોન પર મેક્રોને હસતા હસતા કહ્યું, "ખબર છે શું થયું? મારે રસ્તા પર ઊભું રહેવું પડ્યું છે, કારણ કે તમારા કારણે બધું બ્લોક થઈ ગયું છે."
ફ્રાન્સના રાષ્ટ્રપતિ EmmanuelMacron કાફલાને પોલીસે આ કારણથી રોક્યો
પોલીસ અધિકારીઓએ મેક્રોનને વારંવાર માફી માંગી પણ સમજાવ્યું કે ટ્રમ્પના કાફલા માટે તમામ રસ્તાઓ બંધ છે અને હાલ કોઈ પણ વાહન પસાર થઈ શકશે નહીં. આ પછી મેક્રોને પોતાની કારમાં પરત ફરવાને બદલે ફોન પર ટ્રમ્પ સાથે વાત કરતા કરતા જ પગપાળા જવાનું ચાલુ રાખ્યું. આ દરમિયાન તેમણે રસ્તામાં મળતા લોકોને હાથ પણ મિલાવ્યો.
UNGA જેવી મોટી વૈશ્વિક ઘટનાઓ દરમિયાન ન્યૂ યોર્કના રસ્તાઓ પર ટ્રાફિક અને સુરક્ષાને કારણે ઘણીવાર આવી પરિસ્થિતિઓ સર્જાય છે. જોકે, બે દેશના રાષ્ટ્રપતિઓ વચ્ચેના આ મજેદાર કિસ્સાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે અને બતાવ્યું કે દુનિયાના ટોચના નેતાઓ પણ આવી રોજિંદી સમસ્યાઓનો સામનો કરી શકે છે.
આ પણ વાંચો: NOTAM: ભારતે પાકિસ્તાની વિમાનો માટે Airspace 24 ઓક્ટોબર સુધી બંધ રાખવાની કરી જાહેરાત